Cli
bharatne chandryaan 3

અમેરિકા અને રશિયા ચંદ્ર પર પોહોચવા માટે લાગ્યા હતા માત્ર 4 દિવસ, પરંતુ શા માટે ભારતને લાગશે ચંદ્ર પર પોહોચવા માટે 42 દિવસ…

Technology

૧૪ જુલાઈ વર્ષ ૨૦૨૩ના રોજ હાલમાં જ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 2 પરથી ચંદ્રયાન -૩ લોન્ચ કરવામાં આવ્યું છે એ વાત તો તમે જાણતા જ હશો તમે લોંચ સમયના અનેક વીડિયો પણ જોયા જ હશે પરંતુ શું તમે જાણો છો કે આપણું ચંદ્રયાન -૩  ૪૦ દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે?

આ સાંભળતા જ તમને પ્રશ્ન થયો હશે કે અમેરિકા અને ચીનને તો માત્ર ૪ દિવસમાં આ મિશન પૂરું કરવામાં સફળતા મળી હતી.તો ભારતને આટલો સમય કેમ?જો તમને આ સવાલ થતો હોય તો જણાવી દઈએ કે કોઈપણ રોકેટના અંતરિક્ષમાં પહોંચવાનો સમય રોકેટના આકાર,તેમાં વાપરવામાં આવેલ ઇંધણ તેમજ તેને મોકલવાની દિશા પર આધારિત હોય છે.

વાત કરીએ રૂસની તો તેમનું લુનર -૨ માત્ર ૩૪કલાકમાં ચંદ્ર પર પહોંચ્યું હતું જે બાદ વાત કરીએ અમેરિકાની તો તેમનુ એપોલો -૧૧ ૪દિવસમાં જ ચંદ્ર પર પહોંચ્યું.તેને મોકલવા નાસાએ કેનેડી સ્પેસ સેન્ટરમાંથી સેટર્ન ફાઇવ એસએ ૫૦૬ રૉકેટનો ઉપયોગ કર્યો હતો.

જેનું વજન ૪૫.૭ ટન હતું. તેમાં ૮૦ ટકાથી વધુ વજન ઇંધણનું હતું. જણાવી દઇએ કે તે સમયે પહેલીવાર કોઈ મનુષ્ય ચંદ્ર પર પહોચ્યો હતો. જો કે વાત કરીએ ભારત અંગે તો ભારતના gslv માર્ક-૩ રૉકેટનું વજન ઇંધણ સાથે માત્ર ૬૪૦ ટન છે.

તેમાં જે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્ર પર જવાનું છે તેનું વજન ૨૧૪૮કિલોગ્રામ છે. લૅન્ડર અને રૉવરનું વજન ૧૭૫૨ કિલોગ્રામ છે. સાથે જ ઇસરોનું gslv-૩ રૉકેટ ૪ ટન વજન વહન કરવા સક્ષમ છે.

સાથે જ ઈસર એ ઓછામાં ઓછા ઇંધણ સાથે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને ચંદ્ર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે.જેને કારણે ચંદ્રયાન સીધું ચંદ્ર પર જવાને બદલે ધીમે ધીમે ઊંચામાં ઊંચા બિંદુ પર પહોંચીને પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં જશે.
જે બાદ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કરશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. જેને લૂનર ઑર્બિટ ઇન્સર્શન કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *