સુકેશ ચન્દ્રશેખર 200 કરોડની ઠગાઈ કરનાર આ ઠગ જેકલીનને તો ફસાવી ચુક્યો હતો પરંતુ તેણે ઈન્ડસ્ટ્રીઝની એક વધૂ એક્ટરને ફસાવી છે વાત કરી રહ્યા છીએ નોરા ફતેહીની નોરા ફતેહી જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે હવે નોરા ફતેહીની પણ ડીટેલ આવી ગઈ છેકે સુકેશ નોરાની નજીક કઈ રીતે આવ્યો અને નોરાને શું ગિફ્ટ કર્યું.
સુકેશ ચંદશેખરની પત્ની લીના પોલ જોકે મદ્રાસ કેફે નામની ફિલ્મમાં કામ કરી ચુકી છે તેઓ નોરા ફતેહીને જાણતી હતી તેના દ્વારા નોરા સુકેશથી મળી હતી સુકેશ નોરાને એક ઇવેન્ટમાં જવાનું કહ્યું સુકેશ ના કહેવા પ્રમાણે નોરાએ ઇવેંટમાં હાજરી આપી જેના બદલામાં નોરાને ગુચીનું બેગ અને આઈફોન આપવામાં આવ્યો.
આ ઇવેંટ પુરી થયા બાદ લીના પોલે નોરા ફતેહીને સુકેશ સાથે લાઉડ સ્પીકર પર વાત કરાવી અને કહ્યું મારા પતિ તમારા બહુ મોટા ફેન છે અને તેઓ તમને એક કાર ગિફ્ટ કરવા માંગે છે જેના પછી નોરા ફતેહીને બીએમડબ્લ્યુ સિરીઝ ગાડી ગિફ્ટ કરવામાં આવી જેની કિંમત 64 લાખ રૂપિયા છે.
નોરા ફતેહીના કહેવા પર કોઈ મહેબૂબ ખાનના નામ પર આ કાર રજીસ્ટર કરાવી આ વાત ખુદ નોરાએ પોતાના સ્ટેટમેન્ટમાં ઇડીને જણાવી છે કારણ કે નોરા ફતેહીએ પહેલી જ વાર બધું સાચું કહી દીધું છે એટલા માટે નોરા બહુ ફસાઈ નથી પરંતુ જેકલીન પુરી રીતે ફસાઈ છે કારણ કે જકલીન જોડે જે પૈસા ઉડાવ્યા તે બહુ છે.