ગઈકાલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે રોમાંચક મેચ હતી ગણિત મુજબ ભારતીયો પણ અફઘાનિસ્તાન જીતે તેના માટે દુવાઓ કરી રહ્યા હતા પરંતુ અહીં છેલ્લી વિકેટ અને છેલ્લી ઓવરમાં પાકિસ્તાન જીતી ગયું અને ભારત ફાઇનલ આ પહોંચવાની આશા તૂટી ગઈ અહીં મેચમાં અફઘાનિસ્તાનના બોલર.
અને પકિસ્તાન વચ્ચે ઝકઝક જોવા મળી હતી હકીકતમાં પાકિસ્તાને મેચમાં જીત મેળવ્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે બુધવારે કહ્યું કે તેને નંબર 10 બેટ્સમેન નસીમ શાહ પર વિશ્વાસ છે પાકિસ્તાનને 20મી ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર હતી અને તે ક્રીઝ પર તેમની છેલ્લી જોડી હતી.
નસીમ શાહે ફઝલહક ફારૂકીના શરૂઆતના બે બોલમાં સતત બે સિક્સર ફટકારીને પાકિસ્તાનને યાદગાર જીત અપાવી હતી મેચ બાદ બાબર આઝમે એવોર્ડ સમારોહમાં કહ્યું કે સાચું કહું તો ડ્રેસિંગ રૂમમાં ઘણો તણાવ હતો અમે છેલ્લી કેટલીક મેચોની જેમ આ મેચમાં ભાગીદારી બનાવી શક્યા ન હતા.
પરંતુ નસીમ શાહે જે રીતે મેચનો અંત કર્યો તે ખરેખર અદભુત હતું અને આજ મેદાન પર 1986માં ભારત સામેના છેલ્લા બોલ પર જાવેદ મિયાંદાદની છગ્ગા સાથે નસીમ શાહના છગ્ગાની સરખામણી કરી હતી અને એમની એ સિક્સ યાદ આવી ગઈ અને કહ્યું મેં નસીમ શાહનમાં મિયાદાદા જોયા.