મહારાષ્ટ્રના બારામતીમાં મોટો વિમાન અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર સહિત પાંચ લોકોના મૃત્યુ થયા છે. આ પહેલી વખત નથી જ્યારે દેશે વિમાન અકસ્માતમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને ગુમાવી હોય. આ પહેલા પણ અનેક એવા પ્રસંગો આવ્યા છે જ્યારે પ્લેન ક્રેશમાં મોટી હસ્તીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
દુઃખદ રીતે આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રીથી લઈને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તેમજ અનેક મોટા રાજકારણી અને વૈજ્ઞાનિકોના નામ સામેલ છે. આ વીડિયોમાં અમે એક પછી એક એવી હસ્તીઓ વિશે વાત કરીશું. શરૂઆત કરીએ ગયા વર્ષ એટલે કે 2025માં થયેલા એર ઈન્ડિયા વિમાન અકસ્માતથી.12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ થતાં જ ક્રેશ થયું હતું. તે સમયે વિમાનમાં પાઇલટ સહિત 242 લોકો સવાર હતા. જેમાંથી 241 લોકોના મૃત્યુ થયા હતા. પ્રાણ ગુમાવનારમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા.
વિજય રૂપાણી ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા હતા. તેઓ 2016થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા.આ પહેલા થયેલા એક અન્ય વિમાન અકસ્માતે પણ દેશને ઝંકારી દીધો હતો. 8 ડિસેમ્બર 2021ના રોજ જનરલ બિપિન રાવતને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બિપિન રાવત તે સમયે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. આ પદ પર રહેનારા તેઓ પહેલા વ્યક્તિ હતા. સીડીએસ સરકાર માટે ત્રણેય સેનાઓના સર્વોચ્ચ સૈન્ય સલાહકાર હોય છે. જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂર પાસે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં તેમની પત્ની અને 11 અન્ય લોકો સવાર હતા. બધા લોકો સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા.આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડીની પણ 2009માં વિમાન અકસ્માતમાં મોત થઈ હતી. 2 સપ્ટેમ્બર 2009ના રોજ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ઘન જંગલમાં ક્રેશ થયું હતું. તેઓ આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક હતા. તેઓ વાયએસઆર તરીકે પણ જાણીતા હતા.
રેડ્ડી 2004થી 2009 સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા.2011માં અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દોજી ખાંડૂનું પણ હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું હતું. 20 એપ્રિલ 2011ના રોજ તેઓ ચાર લોકો સાથે તવાંગથી ઈટાનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન વેસ્ટ કામેંગ જિલ્લામાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેઓ 2007થી તેમના નિધન સુધી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા.વર્ષ 2002માં લોકસભાના સ્પીકર અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીની પણ એક વિમાન અકસ્માતમાં મોત થઈ હતી. 3 માર્ચ 2002ના રોજ એક હેલિકોપ્ટર તેમને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમવરમ લઈ જઈ રહ્યું હતું. તે દરમિયાન આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના કેકલૂર પાસે એક તળાવમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી માધવરાવ સિંધિયાની પણ વિમાન અકસ્માતમાં મોત થઈ હતી. 30 સપ્ટેમ્બર 2001ના રોજ તેઓ 10 બેઠકોવાળા ખાનગી વિમાનમાં એક રાજકીય રેલીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ઉત્તર પ્રદેશના મૈનપુરી પાસે ખરાબ હવામાનને કારણે તેમનું વિમાન ક્રેશ થયું હતું.કોંગ્રેસના નેતા અને તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું 23 જૂન 1980ના રોજ એક દુઃખદ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સબદરજંગ એરપોર્ટ પાસે દિલ્હી ફ્લાઈંગ ક્લબના વિમાનમાં હવાઈ સ્ટન્ટ દરમિયાન વિમાન પરનો કાબુ ગુમાવતા તે ક્રેશ થયું હતું.ભારતના ન્યુક્લિયર કાર્યક્રમના જનક માનાતા હોમી જહાંગીર ભાભાનું પણ વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
24 જાન્યુઆરી 1966ના રોજ એર ઈન્ડિયા ફ્લાઈટ 1001 ક્રેશ થઈ હતી. જેમાં હોમી જહાંગીર ભાભા પણ સવાર હતા. દ હિંદુના એક અહેવાલ મુજબ જિનેવા એર ટ્રાફિક કંટ્રોલ સાથે ખોટી સંવાદવ્યવહારના કારણે વિમાન સ્વિટ્ઝર્લેન્ડના મૉન્ટ બ્લાંકે પર્વત સાથે ટકરાયું હતું.આ પહેલા ઓગસ્ટ 1945માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ વિમાન અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના જાપાન દ્વારા કબજામાં આવેલા ફોર્મોસામાં બની હતી. તે દિવસે સાંજે તાઇપેઈની એક હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. જોકે તેમની મૃત્યુને લઈને અનેક દાવાઓ પણ કરવામાં આવ્યા હતા.આ સમાચાર માટે હાલ એટલું જ. દેશ અને દુનિયાની મોટી .