બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી ની દીકરી અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ 23 જાન્યુઆરી 2023 ના રોજ લોગંટાઈમ લવ ઇન રિલેશનશિપ બાદ ખંડાલા સ્થિત સુનિલ શેટ્ટીના ફાર્મ હાઉસમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા સુનીલ શેટ્ટી રીતી રિવાજ અનુસાર ભવ્ય લગ્ન સમારંભ નું આયોજન કર્યુ હતું.
જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સહિત ઘણા બધા સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા સોશિયલ મીડિયા પર કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી ની હલ્દી મહેંદી સંગીત સેરેમની અને લગ્ન ની ઘણી બધી તસવીરો સામે આવી હતી જેને લોકોએ ખુબ પસંદ કરીને નવા લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા અથિયા શેટ્ટી પણ દુલ્હન ના જોડા માં ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા સામે આવી હતી એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી સ્પોટ થયા હતા કે એલ રાહુલ જીન્સ ટીશર્ટ માં ખુબ હેન્ડસમ લાગી રહ્યા હતા.
તો અથીયા શેટ્ટી ને જોતા લોકો હેરાન રહી ગયા હતા નવી નવેલી દુલ્હન હોવા છતાં પણ માથામા ના સિંદુર ગળામા ના મંગળસુત્ર વિના રાહુલના નામની મહેંદી જીન્સ પેન્ટ વાઈટ ડીપનેક ટોપ પર ઓપન જીન્સ જેકેટ માં અથીયા શેટ્ટી જોવા મળી હતી તેનો આ અંદાજ જોતા ચાહકો ચોંકી ગયા હતા સોશિયલ મીડિયા પર.
આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી જેના ઉપર સોશિયલ મીડિયા યુઝરો અથિયા સેટ્ટી ને ખૂબ જ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા એક તરફ જ્યાં સુનીલ શેટ્ટી સંસ્કૃતિ અને સભ્યતા ની વાતો કરે છે તો દિકરી લગ્ન બાદ પણ માથા માં સિંદુર કે ગળામાં મંગળસૂત્ર નથી પહેરતી યુઝરો આવી કમેન્ટ થી ટીકા કરતા જોવા મળ્યા હતા.