Cli

એક સમયે આ કાકા યોગેશભાઈ એમના ગામડે 3 દુકાનોના માલિક હતા પરંતુ એમની આવી હાલત થઈ કેમ ?

Ajab-Gajab Life Style Story

મિત્રો આપણે લાંબા સમયથી પોપટભાઈ અને એમની ટીમની સેવાના કામ જોઈએ છીએ જેનું આ દુનિયામાં કોઈ નથી એમના પોપટભાઈ અને એમની ટિમ પોપટભાઈ ફાઉન્ડેશન મદદે પહોંચી રહી છે અહીં એક એવા કાકાની મદદે પોપટભાઈ આવ્યા છે જેમની હાલત જોઈને તમને સો ટકા રડવું આવી જાય.

પોપટભાઈની ટીમને રાજકોટ હાઇવે પર એક અસ્થિર મગજના કાકા મળ્યા જેમનું નામ યોહશભાઈ લુહાણા જાણવા મળ્યું મિત્રો આ દાદાની જાણકારી યશ રાદડિયા નામના યુવકે પોપટભાઈને આપી એટલે તેઓ અહીં યોગેશભાઈને મળવા પહોચ્યા પોપટભાઈ જયારે યોગેશભાઈ જોડે વાતચીત કરવા લાગ્યા ત્યારે તેઓ.

અસ્થિર મગજના હોવાથી થોડી બરાબર અને થોડી ન સમજાય તેવી વાત કરી રહ્યા હતા પરંતુ વર્ષોથી આ જગ્યા પર રહેતા હોવાથી એમને યશ નામનો યુવક જાણતો હતો તેણે પોપટભાઈને જણાવતા કહ્યું કે યોગેશભાઈ પહેલા શરૂઆતમાં આવ્યા ત્યારે પણ એમનું મગજ ઠીક ન હતું પરંતુ ત્યારે તેઓ જણાવતા કે એમની.

ગામમાં 3 દુકાનો હતી જે એમની જોડેથી કોઈ અન્ય વ્યકિતઓ એ લઈ લીધી એમના પરિવારમાં કોણ છે અને ક્યાંના છે અત્યાર સુધી એમણે જણાવ્યું નથી આવી હાલત જોતા પોપટભાઈ એયોગેશભાઈને એમની ગાડીમાં બેસાડીને 110 કિલોમીટર મુસાફરી બાદ માનવ મંદિર આશ્રમ ધારી લઈ આવ્યા હતા જ્યાં એમને.

પોપટભાઈએ ખુદ સાબુથી નવરાઈને નવા કપડાં પહેરાવ્યા વાળ દાઢી કરી અને અહીં ખાવા પીવા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી પહેલાથી વધુ સારી હાલત યોગેશભાઈની જોવા મળી મિત્રો આ પોસ્ટને શેર કરવા વિનંતી કારણ એક સમયે ત્રણ દુકાનોના માલિક યોગેશભાઈની આવી હાલત કેમ થઈ એમને કોઈ ઓળખી શકે અને મદદ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *