એકવાર ફરીથી સાઉથ ફિલ્મે બોલીવુડને ધૂળ ચટાવી દીધી છે ફિલ્મ કમલ હસસની સાઉથ વિક્રમે અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને સાઈડમાં મૂકી છે સમ્રાટ પૃથ્વીરાજ ની પહેલા દિવસની કમાણી અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ બચ્ચન પાંડે કરતા પણ ઓછી રહી છે માનવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ પહેલા દવસે 14 કરોડ આસપાસ કમાણી કરશે.
પરંતુ ફિલ્મની પહેલા દિવસની કમાણી શરૂઆતી આંકડા મુજબ 10 કરોડે અટકી ગઈ છે જયારે બીજી બાજુ સાઉથના કમલ હસનની ફિલ્મ વિક્રમે પહેલા દિવસે જ લગભગ 40 કરોડની કમાણી કરી લીધી છે આમ તો અક્ષય કુમારે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી મોટા નેતાઓને ફિલ્મ બતાવીને પણ ખુબ પ્રચાર કર્યો.
કેટલાય રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી પણ કરવામાં આવી ચુકી છે પરંતુ પહેલા દિવસે જ તેની અસર કંઈ ખાસ જોવા ન મળી પરંતુ કહેવાઈ રહ્યું છેકે રજાઓમાં આ ફિલ્મની કમાણીમાં ઉછાળ આવી શકે છે અક્ષય કુમાર માટે આ મોટી પરેશાની છે 300 કરોડનો દાવ આ ફિલ્મ દ્વારા ખેલવામાં આવ્યો છે.
આમ તો ટ્રેલરના મુકાબલે પૃથ્વીરાજ સારી ફિલ્મ બની છે ટ્રેલર જોઈને કેટલાય લોકોએ આને ન જોવાનું મન બનાવી લીધું હતું પરંતુ ફિલ્મ તેનાથી સારી નીકળી છે હવે શનિવાર અને રવિવારે અક્ષયની સાચી પરીક્ષા છે હવે જોઈએ છીએ કે અક્ષય આને પાર કરી બતાવે છેકે નહીં મિત્રો આ મામલે તમે શું કહેશો.