Cli

39 વર્ષે ફરી સાથે જોવા મળશે રામ અને સીતાની જોડી? કઈ ફિલ્મમાં જોવા મળશે?

Uncategorized

ટીવીની રામાયણના રામ-સીતા, અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા, 39 વર્ષ પછી ફરી સાથે જોવા મળશે. પ્રદીપ ગુપ્તા નિર્દેશિત ફિલ્મ ‘નોટીસ’માં તેઓ આધુનિક રામ-સીતા બનશે. આ ફિલ્મમાં તેઓ 150 વર્ષ જૂની દુકાન સરકારી તંત્ર દ્વારા હડપ કરાતા, તેને પાછી મેળવવા સંઘર્ષ કરશે. અરુણ ગોવિલ રણબીર કપૂરની રામાયણમાં રાજા દશરથનો રોલ પણ ભજવી રહ્યા છે.

૧૯૮૭માં ટેલિવિઝન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ધારાવાહિક રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા ભજવનાર દિપિકા ચિખલિયા હવે ૩૯ વર્ષ બાદ પ્રદીપ ગુપ્તા નિર્દશિત ફિલ્મ ‘નોટીસ’માં ફરી સાથે કામ કરશે.નિર્માતા આદિત્ય પ્રતાપસિંહ રઘુવંશીએ જણાવ્યું હતું કે

નોટીસ ફિલ્મએ ગામમાં વસતાં સામાન્ય માણસની ભ્રષ્ટ સિસ્ટમ સામે ન્યાય મેળવવાની લડતની કથા રજૂ કરશે. આધુનિક જમાનાના રામસીતા તરીકે આ ફિલ્મમાં અરૂણ ગોવિલ અને દિપિકા ચિખલિયા જોવા મળશે. આ ફિલ્મના કેન્દ્રમાં ૧૫૦ વર્ષ જુની દુકાન છે જે વિકાસ કરવાના નામે સરકારી તંત્ર દ્વારા હડપ કરી લેવામાં આવે છે.

જેને પાછી મેળવવાનો સંઘર્ષ આધુનિક રામસીતા કરે છે. આ આજની રામાયણ છે તેમ રઘુવંશીએ ઉમેર્યું હતું.અરૂણ ગોવિલે આઠ નવેમ્બરે રજૂ થનારી નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ ભાગ ૧માં ‘રાજા દશરથ’ની ભૂમિકા ભજવી છે. અરૂણ ગોવિલ અને દિપિકા ચિખલિયાએ રામાયણ બાદ ટીવી ધારાવાહિક ‘લવકુશ’માં પણ રામસીતાની ભૂમિકાઓ ભજવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *