આર્યન ખાન કેસમાં દિવસે દિવસે નવા ખુલાસા નવી વાતો સામે આવી રહી છે કોર્ટે આર્યનની ૭ દિવસની કસ્ટડી મંજૂર કરી હતી ત્યારે ખબર મળી હતી કે આર્યનના મોબાઈલમાં મળેલા મેસેજને કારણે કોર્ટે આર્યનને કસ્ટડીમાં રાખ્યો હતો જો કે સાત દિવસ બાદ કોર્ટમાં આર્યનના કેસની સુનાવણી પણ કરવામાં આવી અને ૧૪ દિવસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો.
ત્યારે હાલમાં આ કેસમાં મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યનના વકીલ સતિષ માનશિંદેએ તેની બેઈલ અપીલ કોર્ટમાં રજુ કરી હતી પરંતુ કોર્ટે આ અરજી નામંજૂર કરી છે આ અરજી નામંજૂર થવાના કેટલાક કારણો પણ સામે આવ્યા છે એમ પણ કહેવાય રહ્યું છે કે વકીલ સતિષ માનશિંદેએ આ અરજી સેશન્સ કોર્ટમાં કરવાની હતી પરંતુ વકીલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી જેને કારણે તેની મંજૂરી ન મળી.
આ કેસમાં બીજુ મહત્વનું કારણ એ પણ આપવામાં આવી રહ્યું છે કે કોર્ટે આર્યની અરજી બોલીવુડ અભિનેતા અરમાન કોહલીને કારણે નામંજૂર કરી છે તમને જણાવી દઈએ કે અરમાન કોહલીને પણ આર્યનની જેમ જ પકડી પાડવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી.
જો કે તેની પાસેથી પણ કઈ જ મળ્યું ન હતું અને છતાં તેઓ એક મહિના પહેલા આવા જ કારણોથી આર્યનની જેમ પકડાયા હતા અને હાલમાં જેલમાં છે ત્યારે સરકારના વકીલે જણાવ્યું હતું કે અરમાન કોહલી પાસે પણ કઈ ન મળવા છતાં તેમને જેલમાં રાખવામાં આવી રહ્યા છે કારણકે તેમની સાથે પકડાયેલા લોકો પાસેથી વસ્તુ વધારે મળી આવી હતી.
તમને જણાવી દઈએ કે શિપ પાર્ટી કેસમાં પકડાયેલા આર્યનને બચાવવા માટે માત્ર શાહરૂખ ખાન જ નહિ બોલીવુડના ઘણાં સ્ટાર્સ સામે આવીને સપોર્ટ કરી રહ્યા છે તેમ છતાં આર્યનને કોર્ટ તરફથી કોઈ રાહત મળતી જોવા મળી રહી નથી હવે અમને તમને પૂછવા માગીએ છીએ કે તમારો આ વિષે શું માનવું છે બસ અંતમાં આવા જ અવનવા સમાચાર માટે અમારી સાથે જોડાઈ જાઓ.