ઉત્તર ગુજરાતના લોકપ્રિય સિંગરને હમણાં યુટ્યુબ દ્વારા ગોલ્ડ બટન આપીને સન્માન કરવામાં આવ્યું છે મિત્રો આ સિંગરની બનાસકાંઠા તથા ઉત્તર ગુજરાતમાં પોતાની ગાયકીમાં સારી એવી નામના છે તેઓ પોતાના દેશી ગીતો ગાવાને લીધે પ્રખ્યાત છે એમનું સૌ પ્રથમ લગ્નગીત હિટ ગયું હતું જે સિંગર રાકેશ બારોટ તથા અર્જુન ઠાકોર દ્વારા ગાવામાં આવેલું હતું આજે તો આ લોકગાયક અર્જુનભાઈની વાત કરવી છે.
લોકગાયક અર્જુન ઠાકોરની પોતાની યૂટ્યૂબ ચેનલ માંહી ડિજિટલને જે યુટુબમાં 1 મિલિયન સબક્રાઈબ પુરા થવા બદલ યૂટ્યૂબ દ્વારા પ્લે બટન આપીને સ્વાગત સન્માન કર્યું હતું જે ગુજરાતમાં થોડાજ લોકોને મળેલ છે જયારે આ સન્માન કરતા અર્જુન અને એમના ભાઈ ગબબર ઠાકોર દ્વારા એમના ઇન્સ્ટાગ્રામ ઓફિસિયલ એકાઉન્ટ ઉપર લાઈવ થઈને પ્લેન બટન મળવા બદલ તમામ ચાહકોનો આભાર માન્યો હતો સાથે આવીજ પ્રગતિ કરાવતા રહો એવી અપેક્ષા કરી હતી.
મિત્રો તમને એપણ જણાવી દઈએ કે થોડા સમય પહેલાજ ગાયક અર્જુન ઠાકોરે સાપ પકડીને વિડિઓ બનાવવા બદલ વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી એ વિડિઓ મોજ ખાતર બનાવામાં આવ્યો પરંતુ એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અર્જુન ઠાકોરએ ટૂંક સમયમાં સારી એવી પ્રગતિ કરી છે તેમનું બનાસકાંઠામાં સારું એવું નામ છે અને તેઓ અત્યારે નવરાત્રીના લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા છે.