Cli

અમરેલીના ભાવડી ગામે કેમ સર્વે કરવા ગયેલી ટીમને ખેડૂતો દ્વારા ભગાડવામાં આવી?

Uncategorized

આ તમે જે દ્રશ્યો જોયા તે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાવડી ગામેથી સામે આવ્યા ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી ક મોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો તે પછી હવે કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી છે કે હવે રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોને સહાય આપવા માટે સર્વે શરૂ કરવામાં આવશે તો હવે આ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાવડી ગામે સર્વે કરનાર એક ટીમ જે છે આ ગામે પહોંચી હતી પરંતુ જ્યારે ટીમ આ ગામે સર્વે કરવા પહોંચી નુકસાનીનો સર્વે કરવા પહોંચી ત્યારે ખેડૂતો દ્વારાઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ તોકટે વાવા જોડા વખતે સર્વે કરવાવાળી ટીમ આ રીતે જ આવી હતી પરંતુ તે વખતે 50% લોકોને વડતર મળ્યું હતું ને 50% લોકોને નહોતું મળ્યું. આ ઉપરાંત ખેડૂતોની માંગણી એ પણ છે કે સરકાર હવે સ્વીકારી લે કે 100 એ 100 ટકા પાક નુકસાની થઈ છે

તો તે પછી સર્વે કરવાનો પ્રશ્ન રહેતો જ નથી આમ ખેડૂતોએ સર્વે કરવાવાળી ટીમને વચ્ચે અટકાવીને જે સેટેલાઈટની મદદથી જે સર્વે થાય છે તેને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તો આ બાબતે હવે ખેડૂતોની પ્રતિક્રિયા પણ સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છેભારત માતા કી જય જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન હાલમાં જે કમ મોસમી વરસાદ થયો એના અનુસંધાને સરકારશરીએ આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે ટીમને મોકલી છે ખાંભાથી તો અત્યારે ભાવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છીએ અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનું થતો નથી

કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને 100 એ 100 ટકા નુકસાન થયું મારી સરકારને પહેલા તો એવી વિનંતી છે કે પહેલા તમે સ્વીકાર્યું છે કે હા ખરેખર 100 એ 100 ટકા ખેડૂતોને નુકસાની છે આપણા ધારાસભ્યો શ્રી સાંસદ શ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેકખેડૂતોને 100 એ 100 ટકા નુકસાન છે બરાબર તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે માંડવી પલલી ગઈ છે ચારોલું પલલી ગયું છે કપાસ તમામ પાક 100 એ 100% ફેલ થઈ ગયો છે તો હાલમાં સર્વે કરવામાં વાવા જોડામાં તોકતેમાં અહીંથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી સુધી અડધાને પૈસા મળ્યા અડધાને ન મળ્યા એવી સહાય અમારે આજે જોતી નથી કાલે જોતી નથી અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતની સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દિવારના સરાકડિયા ચતુરી અને ભાવડી બધા ખેડૂતો અમે ભેગા થઈ અને ખાંભાઅમે આવેદન આપીએ છીએ અમારે સર્વે આજે થવા દેવાનું નથી

અને કાલે પણ થવા દેવાનું નથી સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ એક તો પાકધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે એ મુદ્દો પણ જોવામાં આવે બીજું 27% પાકધિરાણ કંપનીને સરકાર જે સબસીડી આપે છે ચાર વર્ષથી ખેડૂતોને એનો પણ લાભ મળ્યો નથી તો અહી ચારે ચાર વર્ષનો લાભ અત્યારે આપી દે કારણ કે મોકો છે ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે અને ત્રીજો મુદ્દો સરકારને એ બે મુદ્દામાં અનુકૂળતા ના પડે તો ત્રીજો મુદ્દો જમીન વાઈઝ દરેક ખેડૂતને ત્યાંથી ખાતામાં સહાયઆપી દેવામાં આવે આ અમારા ત્રણ મુદ્દા છે બાકી સર્વે થવા દેવાનું નથી સરકાર ક્યાંય એમ અમારે કરવાનું થતું નથી અમે ખેડૂત છીએ અને અમે કે એમ કરવાનું છે ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી ક મોસમી વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે તે બીજી નવેમ્બર સુધી ચાલી શકે છે અને ગુજરાત સરકાર દ્વારા જે છે સ્વીકાર કરવામાં આવ્યું છે કે રાજ્યમાં 10 લાખ હેક્ટરથી વધારેની જે જમીન છે તે આ માવઠાથી પ્રભાવિત થઈ છે કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા એ વાતની ની જાહેરાત કરવામાં આવી છે

કે ગુજરાતમાં 10લાખ હેક્ટરથી વધારે જમીન એ માવઠાથી પ્રભાવિત થઈ છે તેને લઈને હવે સરકારે ત્વરિત ધોરણે સર્વે શરૂ કરી દીધો છે અને આ સર્વેના આધારે જ આગામી સમયમાં પાક નુકસાનીની સામે સહાય આપવામાં આવશે પરંતુ ખેડૂતો ઠેર ઠેર આજે સેટેલાઈટની મદદથી જે પાક નુકસાનીનું જે સર્વે ચાલી રહ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોનો એક જ માંગડી છે કે સરકાર હવે સ્વીકાર કરી લે કે 100 એ 100 ટકા પાક નુકસાની થઈ છે અને જેના કારણે એવું ના થાય કે અડધા લોકોને વડતર મળી જાય અને અડધા લોકોને વડતર ના મળે આમ હવે આ વાતને લઈને આજે તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાવડી ગામેખેડૂતો દ્વારા તો ખૂબ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તેમણે તો સર્વે કરવા જે ટીમ આવી હતી તેમને પણ પાછી મોકલી દીધી છે. તો આ બાબતે તમારું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *