શકિતિમાનના નામથી બાળકોમાં અને ઘરે ઘરે જાણીતા બનેલા મુકેશખન્નાનો જન્મ ૨૩ જુલાઈ ૧૯૫૮માં થયો હતો જે બાદ એમને અનેક ટીવી સિરિયલમાં કામ કર્યું જેમાં મહાભારતમાં ભીષ્મપિતામહનું પાત્ર અને શકિતમાન સિરિયલમાં ગંગાધર અને શકિતમાન બંને પાત્રોના જોવા મળ્યા હતા આ બંને સિરિયલને કારણે મુકેશ ખન્નાનું નામ ઘરઘરમાં જાણીતું બન્યું હતું મુકેશ ખન્નાએ કેટલીક ફિલ્મ માં પણ કામ કર્યું હતું જેમાં ૧૯૮૧મા આવેલી ફિલ્મ રૂહી અને ફિલ્મ કેપ્ટન બેરી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
મુકેશખન્નાને પોતાના કરિયરની શરૂઆતમા અનેક એડમાં પણ કામ મળ્યું હતું તો એવું તો શું થયું આ જાણીતા અભિનેતાના જીવનમાં કે અચાનક એમના કરિયરને બ્રેક લાગી ગઈ અને કામ મળવાનું બંધ થઈ ગયું એક ખબર પ્રમાણે મુકેશખન્ના જ્યારે ટીવી એડમા કામ કરતા હતા ત્યારે તેમની એક એડ ઘણી જ લોકપ્રિય બની ગઈ હતી આ એડ એટલી લોકપ્રિય થઈ કે થીયેટરમાં પણ ફિલ્મની વચ્ચે આ એડને બતાવવામાં આવતી.
આ એડ મુકેશ ખન્નાને સીડી ઉતરતા બતાવવામાં આવ્યા હતા અને તેમની આસપાસ યુવતીઓ બતાવવામાં આવી હતી જો કે એમના કરિયરની બરબાદી ત્યારે શરૂ થઈ જ્યારે આ એડને સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચને જોઈ લીધી એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે અમિતાભે મુકેશખન્નાની એડ જોઈ તો તેમના મોઢામાંથી જે શબ્દો બોલાયા તેને કારણે જ મુકેશખન્નાનું કરિયર બરબાદ થઈ ગયું હતું.
અમિતાભ બચ્ચને મુકેશખન્નાની એડ એક થીયેટરમાં જોઈ હતી જેને જોયા બાદ તેઓ એ કહ્યું સાલા કોપી કરતા હે આ વાક્ય એટલું તો અસર કરી ગયું ઇન્ડસ્ટ્રી પર કે મુકેશખન્નાને કામ મળવાનું જ બંધ થઈ ગયું આ એક વાક્ય બાદ બધા એ જ માની લીધું હતું કે મુકેશખન્ના એક્ટિંગ માં કોપી કરે છે જેના કારણે એમને ફિલ્મ મળી બંધ થઈ ગઈ અને જે ફિલ્મ મળી તે પણ ફ્લોપ રહી જો કે આ વાત પર મુકેશખન્નાએ કહ્યું હતું કે તેઓ કોઈની કોપી નથી કરી રહ્યા.