નમસ્કાર દર્શક મિત્રો દુનિયાની રાજનીતિમાં ક્યારેક એક શબ્દ આખી સચ્ચાઈ ખોલીને મૂકી દે છે તાજેતરમાં અમેરિકાના એક સીનિયર અધિકારી એટલે કે યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે અમે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની પરમિશન આપી છે પ્રશ્ન એ નથી કે ભારત તેલ ક્યાંથી ખરીદે છે પ્રશ્ન એ છે કે પરમિશન અમેરિકા પરમિશન આપશે શું દુનિયાની સૌથી મોટી લોકશાહી હવે કોઈ બીજાની મંજૂરીથી પોતાનું ઉર્જા ભવિષ્ય નક્કી કરશે આ વાક્ય પાછળનું જીઓપોલિટિકલ સત્ય સમજવું પડશે 2022 ના વર્ષમાં જ્યારે રશિયા યુક્રેન વોર શરૂ થયું
ત્યારે અમેરિકા અને યુરોપે રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા. રશિયન તેલ ખરીદનાર દેશો પર પણ રાજકીય દબાણ બનાવવામાં આવ્યું હતું પણ દુનિયા તેલ વગર ચાલતી નથી અને અહીં એક મોટી હકીકત સામે આવી. ઇન્ડિયા દુનિયાના સૌથી મોટા ઉર્જા આયાતકારોમાંથી એક છે ભારત પોતાની કુલ તેલ જરૂરિયાતનું લગભગ 85% ઓઇલ આયાત કરે છે એટલે જ્યારે રશિયન તેલ સસ્તું મળવા લાગ્યું ત્યારે ભારતે સ્પષ્ટ કહ્યું કે અમારા લોકોની ઉર્જા જરૂરિયાત કોઈ જીયોપોલિટિકલ કેમથી નક્કી થવાની નથી ભારતે રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું સૌથી મોટો ફાયદો એ હતો કે આપણે વેપાર ડોલરમાં નહી રૂપિયામાં કરતા હતા પણ અમેરિકાની સૌથી મોટી તાકાત જ ડોલર છે જેવો વેપાર ડોલરમાં થતો અટકે એટલે અમેરિકા અસ્વસ્થ થાય અને ઇતિહાસ કહે છે કે અમેરિકા કોઈપણ હદે જઈને
એ વેપાર રોકાવી લે છે. ભારત માટે આ નિર્ણય આર્થિક રીતે યોગ્ય હતો પરંતુ પશ્ચિમ માટે અસ્વસ્થ કરનારો હતો કારણ કે એક તરફ તેઓ રશિયાને આર્થિક રીતે એકલું પાડવા માંગતા હતા અને બીજી તરફ ભારત અને કેટલાક એશિયન દેશો રશિયન તેલ ખરીદી રહ્યા હતા. અહીંથી શરૂ થાય છે શબ્દ પરમિશન. કારણ કે આજની વૈશ્વિક અર્થવ્યવસ્થા હજી પણ મોટા ભાગે અમેરિકન ડોલર અને પશ્ચિમના નાણાકીય નેટવર્ક પર આધારિત છે જ્યારે વૈશ્વિક બેન્કિંગ ઇન્સ્યોરન્સ અને ટ્રેડ ફાયનાન્સનો મોટો ભાગ પશ્ચિમના હાથમાં હોય ત્યારે પરમિશન જેવા શબ્દો અચાનક રાજનીતિમાં દેખાવા લાગે છે પણ આ સમય વધુ સંવેદનશીલ પણ છે. મધ્યપૂર્વમાં તણાવ ફરી વધી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ આખા પ્રદેશને યુદ્ધ તરફ ધકેલી શકે છે. જો આ સંઘર્ષ મોટું સ્વરૂપ લે તો હોરમુઝની ખાડીમાંથી પસાર થતું વિશ્વનું લગભગ 20% તેલ જોખમમાં પડી શકે છે અને એ દિવસે વિશ્વ ઉર્જા સંકટમાં ફસાઈ જશે. ભારત માટે આ સ્થિતિ ખૂબ ગંભીર છે કારણ કે ભારતની ઉર્જા રક્ષા હજુ પણ મોટાભાગે આયાત પર આધારિત છે
એટલે ભારત એક તરફ સસ્તું રશિયન તેલ ખરીદી રહ્યું છે અને બીજી તરફ મધ્યપૂર્વમાં અસ્થિરતા વધે તો વિકલ્પો ખુલ્લા રાખી રહ્યું છે પરંતુ એક પ્રશ્ન વધુ મોટો છે જો કોઈ દેશ જાહેરમાં કહે છે કે અમે ભારતને પરમિશન આપી છે તો શું ભારતે તરત સ્પષ્ટ પ્રતિક્રિયા આપવી જોઈએ કારણ કે વિદેશનીતિમાં શબ્દો પણ શક્તિના પ્રદર્શન જેવા જ હોય છે જો ભારત મૌન રહે તો દુનિયા યાને સંદેશો જઈ શકે કે આ ભાષા ભારતને સ્વીકાર્ય છે અને પરમિશનનો અર્થ પરાધીનતાનો સ્વીકાર પણ થઈ શકે અને આવતી કાલે કદાચ કોઈ બીજો દેશ પણ કહી શકે કે અમે ભારતને આ કરવાની મંજૂરી આપી એક ઉભરતી શક્તિ માટે આ ભાષા સ્વીકારવી જોખમી છે
કારણ કે શક્તિ માત્ર સૈન્ય અથવા અર્થતંત્રથી જ નથી આવતી શક્તિ આત્મસન્માનની રાજનીતિથી પણ આવે છે ભારત આજે બહુ ધ્રુવીય વિશ્વમાં એક મહત્વનો ધ્રુવ બનવાની દિશામાં છે અને ધ્રુવ દેશો એક વાત ક્યારે ક્યારે ભૂલતા નથી સ્વતંત્ર દેશો પરમિશન લઈને નહી પોતાના રાષ્ટ્ર હિતમાં નિર્ણય લઈને આગળ વધે છે અપેક્ષા રાખીએ કે ભારતનો જૂનો ઇતિહાસ જોતા વેપાર કરવા આવેલી પ્રજાએ વેપારની લાલચો આપીને આટલા વિશાળ દેશને કઈ રીતે ગુલામ બનાવીને રાખ્યો એ અનુભવ પછી વેપાર રૂપિયા અને શક્તિ પ્રદર્શનથી ઉપર ઉઠીને પરમિશન જેવા શબ્દ સામે વાંધો ભારત ઉઠાવી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર