Cli

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ક્યાં પડશે ભારે વરસાદ?

Uncategorized

ઠંડીની સાથે સાથે અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરવામાં આવી છે. 26 ઓક્ટોબરથી બંગાળ ઉપસાગરમાં પ્રબળ ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરથી રાજ્યનું વાતાવરણ પલટાશે. તારીખ 7 થી 11 નવેમ્બર સુધી દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ભારતમાં વરસાદથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાશે.

દિવાળી પર્વમાં મૌસમનો માહોલ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ 16 થી 19 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપી, ડાંગ, સુરત, વલસાડ અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ વિસ્તારોમાં દર વર્ષે ડિસેમ્બરના પાટીણું હવામાન રહે છે, પણ ચાલુ વર્ષે દિવાળીના સમયગાળા દરમ્યાન વાદળછાયું આકાશ જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શક્યતા જણાઈ રહી છે.આગામી દિવસોમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા. 22 ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *