બૉલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ પોતાની ફિલ્મો સાથે સાથે એમનો ડાન્સ અને ફિટનેસના કારણે પણ ખુબ જાણીતા છે ભલે ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકે એમને વધુ સમય ન થયો હોય પરંતુ તેઓ ફેન ફોલોવિંગના મામલે કોઈથી કમ નથી ટાઇગર શ્રોફની ઇમેજ ફેન્સ સામે એક એક્શન હીરો જેવી છે જેઓ પોતાના માર્શલ આર્ટથી લાખોના દિલ જીતી ચુક્યા છે.
તેઓ પોતાના કામના લીધે ખુબજ વ્યસ્ત હોય છે છતાં તેઓ ફેન્સ માટે તેમાંથી પણ સમય નીકાળે છે તેઓ પોતાના ફેન્સને ક્યારેય નિરાશ નથી કરતા એવામાં એમનો એક વિડિઓ સામે આવ્યો છે અત્યારે તે વિડિઓ ચર્ચામા છે અહીં શેર કરેલ વિડીઓમાં જોઈ શકાય છેકે ટાઇગર પોતાની ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને.
થાકીને બહાર આવે છે ત્યારે એમની સાથે કેટલાક ફેન્સ સેલ્ફી લેવાની વિનંતી કરે છે ત્યારે ટાઈગરે પોતાના ફેન્સને નિરાશ ન કર્યા અને જે અવતારમાં હતા એવામાંજ ફેન્સને સેલ્ફીઓ આપી હતી અહીં ટાઇગર શર્ટલેશ હતા તેવાંજ ફેન્સ સાથે તસ્વીર પડાવતા જોવા મળ્યા હતા જેને લઈએ ફેન્સ ટાઈગરની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી.