ક્રાઇમ પેટ્રોલની લાઈન તમને યાદ હશે સબક એક કો શીખ હમ સબકો. આવી જ હાલત હાલમાં બોલીવુડ કલાકારોના સંતાનોની થઈ રહી છે એક ખબર પ્રમાણે આર્યનના કેસને લઈને બાકીના લોકોમાં એટલો ડર જોવા મળી રહ્યો છે કે તેઓ પાર્ટી કરવા નથી ઇચ્છતા બોલીવુડમાં કેટલાય એવા સંતાનો છે જે આર્યન જેટલા જ લોકપ્રિય છે જેમ કે આર્યનની બહેન સુહાના ખાન અનન્યા પાંડેની બહેન રાઈશા અને જાહ્નવી કપૂરની બહેન ખુશી.
આ સિવાય અરહાન ખાન જેવા અન્ય કેટલાય અભિનેતાના સંતાનનો આ યાદીમાં સમાવેશ કરી શકાય છે બોલીવુડમાં પાર્ટી કરવી એ કોઈ નવી વાત નથી બોલીવુડમાં ઉછરેલા સંતાનો દર બે દિવસે ક્યાંકને ક્યાંક પાર્ટી કરતા જોવા મળી જ જતા હોય છે અત્યાર સુધી તો આ પાર્ટીમાં ગોસીપ થતી હતી ફિલ્મો વિશેની વાત થતી હતી તેમજ નવી નવી ઓળખાણ બનાવવા આવી પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હતું.
પરતું પહેલાં સુશાંત ના કેસમાં અને હાલમાં આર્યનના કેસમાં આવી પાર્ટીમાં ગેરકાનૂની વસ્તુઓનું પ્રમાણ વધતું જોવા મળે છે સાથે જ તપાસ અધિકારીઓ પણ આજકાલ આવી પાર્ટી પર બાજ નજર રાખતા જોવા મળી રહ્યા છે આ સ્થિતિમાં બોલીવુડ કલાકારના સંતાનોને ભય સતાવવા લાગ્યો છે કે જો તે આર્યનની જગ્યાએ પાર્ટીમાં હોત તો તેમનું શું થયું હોત.
ઉલ્લેખનિય છે કે કાલે જ અભિનેત્રી અનન્યા પાંડેને આર્યન કેસને લઈ તપાસ અધિકારી દ્વારા નોટિસ આપીને ઓફિસે બોલાવવામાં આવી હતી અને અભિનેત્રી પોતાના બીજા કામ છોડીને હાજર પણ થઈ હતી એનસીબીનું મૂડ જોઈએ તો એ બૉલીવુડમાં એક એક કરીને બધા નશાખોરને સામે લાવીને જંપશે એવું લાગી રહ્યું છે.
હવે બીજા સ્ટાર કીડ્સ નાની કે મોટી કોઈ પણ જાતની પાર્ટી કરવાનું સપના પણ વિચારે એવું લાગતું નથી અને વિચારે તો પણ ભૂલથી પણ આ પદાર્થ કે બીજો કોઈ નશાકારક પદાર્થ તો ક્યારેય વાપરશે નહીં બીજું એકે દરેક સ્ટાર પર અલર્ટ થઈ ગયા છે હવે પોતાના સંતાનોને પોતાની જાણકારી સિવાય કોઈ પણ જગાએ મોકલી રહ્યા નથી.