આર્યન ખાનની ગિરફ્તારી પછી શાહરુખ ખાન અને આર્યન ખાનને સાથ સહકાર આપવા વાળા ઘણા લોકો આગળ આવ્યા ઇન્ડસ્ટ્રીના લોકો તો તેમને સાથ સહકાર આપી જ રહ્યા હતા પરંતુ નેતાઓ પણ હવે તેમના સાથ સહકાર આપવા આગળ આવી રહ્યા છે કોઈકે કોન્ફરન્સ દરમિયાન કહ્યું છે તો કોઈકે પોતાની સ્પીચ દરમિયાન શાહરુખ ખાન અને આર્યન ખાનને સાથ સહકાર આપ્યો છે.
હવે મીડિયાને જાણવું છે કે તેઓની શું રાય છે આ ગિરફ્તારી ઉપર હાલમાં જ એક સ્પીચ દરમિયાન ઓવિસીને પૂછવામાં આવ્યું કે આર્યન ખાનની ગિરફ્તારી ઉપર તમારું શું કહેવું છે ત્યારે તેમણે કહ્યું કે હું એ લોકો માટે અવાજ ઉઠાવું છું જે લોકોની અવાજ કોઈ સાંભળતું નથી એ લોકો માટે નથી ઉઠાવતો જેના પિતા આટલા શક્તિશાળી હોય.
આમ ઓવિસીએ એક મોટો મેસેજ આપ્યો છે તેનો મતલબ અહીંયા એ છે કે જેનો અવાજ કોઇ સાંભળી નથી શકતું હું એનો જ અવાજ લોકો સુધી પહોંચાડવા માગું છું જે આટલા શક્તિશાળી છે તેમનો અવાજ તો સૌ કોઈ સાંભળે છે ઓવિસીએ આગળ કહ્યું કે તમે સુપરસ્ટારના છોકરાની વાત કરો છો બિહારમાં 27 પરસેન્ટ મુસલમાનો જેલમાં રહી રહ્યા છે.
હું એ લોકોની જ વાત કરીશ જે લોકોની અવાજ આગળ સુધી પહોંચતી નથી એમની નહિ જેના પિતા શક્તિશાળી છે આવી રીતે ઓવિસીએ જવાબ આપ્યો છે આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે અને નવાબ મલિકએ શાહરૂખ ખાનને સાથ સહકાર આપ્યો છે આર્યન ખાનને 20 તારીખ સુધી જેલમાં રાખવામાં આવશે અને ત્યાંની સિક્યોરિટી પણ વધારવામાં આવી છે.