એનસીબીએ અનન્યા પાંડે સાથે પૂછપરછ કરી છે અને તે તેના પિતા ચંકી પાંડે સાથે એનસીબીની ઓફિસમાંથી બહાર આવતી જોવા મળી છે અને તમને જણાવી દઈએ કે આર્યન ખાનના પાવડર સંબંધિત કેસમાં એક ચેટ બહાર આવી છે જેના કારણે એનસીબીની ટીમે અનન્યા પાંડેને બોલાવ્યા હતા.
તેને ઓફિસમાં બપોરે 2:00 વાગ્યે આવવાનું કહ્યું હતું પરંતુ તે બપોરે 3:30 વાગ્યે ઘરેથી નિકળી અને તે સાંજે 4:00 વાગ્યા સુધી એનસીબીની ઓફિસ પહોંચી તેઓ તેની સાથે માત્ર એકાદ કલાક જ પૂછપરછ કરી શક્યા અને આ જ કારણ છે કે આજે અનન્યા પાંડેને ફરીથી એનસીબીની ઓફિસમાં બોલાવવામાં આવે છે.
તેને આજે સવારે 11:00 વાગ્યે એનસીબીની ઓફિસમાં પહોંચવું પડશે એવી માહિતી બહાર આવી છે એનસીબીએ અનન્યા પાંડે સાથે આર્યન ખાનની પાવડરની ચેટ વિશે ચર્ચા કરવી છે કે આ પાવડર ચેટ્સ કઈ વસ્તુ સાથે સંબંધિત છે તમે લોકો કયા પાવડરની વાત કરી રહ્યા હતા અને શું તમે પહેલા પણ આ વિશે વાત કરી છે અને અનન્યાનો પોતાનો મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે.
કારણ કે જ્યારે એનસીબીની ટીમ અનન્યા પાંડેના ઘરે દરોડા પાડવા ગઈ હતી અને તેઓ તેમની સાથે તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ ગયા હતા અને આવા કિસ્સામાં જો અનન્યાના મોબાઈલમાં થોડો ડિલીટ થયેલો ડેટા હશે તો એનસીબી તેને પુન:પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે અને તેઓ એ જાણવાનો પ્રયત્ન કરશે કે અનન્યા અને આર્યનની પાવડર માટેની વાત માત્ર એક જ વખત કરવામાં આવી હતી કે આગળ પણ કરી હતી.
આ બાબત ક્રૂસ વાતથી અલગ છે પરંતુ આ બાબત આર્યન ખાનની વોટ્સએપ ચેટ સાથે જોડાયેલી છે કારણ કે એનસીબીને આર્યન ખાનના વોટ્સએપ તરફથી કેટલીક વસ્તુઓ મળી હતી અને તેઓ હવે વધુ તપાસ કરી રહ્યા છે અને હવે અનન્યા તેમની નજરમાં આવી ગઈ છે તમને જણાવી દઈએ કે અનન્યા આર્યન અને સુહાનાએ એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો છે અને ચંકી પાંડે અને શારુખ ખાન પણ સારા મિત્રો છે.