છેલ્લા ઘણા સમયથી ભવ્ય ગાંધીને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છેકે ભવ્ય ગાંધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જેઓ વર્ષોથી જોડાયેલા હતા અને છેલ્લા આઠ વર્ષથી તેઓ અભિનય કરતા હતા એ શો માં પરત ફરી રહ્યા છે આ વચ્ચે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં ભવ્ય ગાંધીએ આ વિશે ખુલાસો કર્યો છે.
ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે મને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો હું તારક મહેતા શોમાં ટપુનું પાત્ર ભજવતો હતો પરંતુ આ સોને મેં મારા ફિલ્મી કેરિયરમાં આગળ વધવા માટે છોડી દીધો હતો અને હું પરત ફરવા માગતો પણ નથી હું કંઈક મોટું કરવા માગું છું હું અત્યારે હાલ મારા ફિલ્મે કેરિયરમાં ખૂબ આગળ વધી રહ્યો છું માનું છુંકે.
મારી શોમાં પરત ફરવાની વાતો અત્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ચાલી રહી છે પરંતુ આ એક અફવા છે હું મારા જુના પાત્રમાં પાછો નહીં ફરું હું જીવનમાં આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યો છું આવનારા સમયમાં ઘણી ફિલ્મ સાથે હું કામ કરવા જઈ રહ્યો છું ગોકુલધામ સોસાયટી એ મારું ભૂતકાળ હતું.
મારું ભવિષ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું છે એમ જણાવીને સોશિયલ મીડિયા પર ફરીથી તમામ ખબરો પર તેને અફવા જણાવીને નિવેદન આપ્યું હતું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે આ વચ્ચે રાજ અનાદકટે પણ શો ને અલવિદા કહી દીધું છે અને તે રણબીરસિંહ સાથે પણ જોવા મળ્યા હતા.
ઘણા મ્યુઝિક આલ્બમ સાથે કામ કરી રહ્યા છે અને તે ફરી આ શો માં પાછા આવવા માગંતા નથી આ વચ્ચે શો મેકર આશિત મોદી શો મા કોઈ નવા એક્ટર સાથે ટપ્પુ ને લઈને આવી શકે છે રાજ અનાદકટ અને ભવ્ય ગાંધી બંને હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ફરી જોવા નહીં મળે એવી ખબર સામે આવી છે.