બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રવીના ટંડને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે આજે તે ભલે ફિલ્મો થી દુર છે પણ આજે પણ તે ચાહકોના દિલ માં અનમોલ સ્થાન ધરાવે છે લાંબા સમય બાદ રવિના ટંડન જે રાહ જોઈ રહી હતી એની જાહેરાત થતાં.
રવીના ટંડન ખુબ જ ખુશ જોવા મળી છે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પર પદ્મશ્રી પુરસ્કાર ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રવિના ટંડન ને દેશના સર્વોચ્ચ પરથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી છે જોકે રવિના ટંડન નુ જે ફિલ્મ કેરીયરમા યોગદાન છે એ જોતાં તેમને આ પુરસ્કાર દેવામાં મોડું.
કરવામાં આવ્યું છે તેમની સાથે જ ફિલ્મ કેરીયરની શરુઆત કરનાર અભિનેત્રી કાજોલ અને તબ્બુ ને પદ્મશ્રી એવોર્ડ દશ બાર વર્ષ પહેલાજ આપવામાં આવ્યો છે જોકે વિદ્યા બાલન કંગના રનૌત અને પ્રિયકા ચોપરાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે જે રવીના ટંડન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી.
90 ના દશકામાં માત્ર 17 વર્ષની ઉંમરે રવિના ટંડને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ પથ્થર કે ફુલ સે કરી હતી રવિના ટંડને તે જમાના માં પોતાના દમદાર અભિનય થકી ઘણી બધી અભિનેત્રીઓ ને પાછડ છોડી દિધી હતી પોતાના ફિલ્મી કેરિયરમા તેમને ગોવિંદા સલમાન ખાન શાહરુખ ખાન સની દેઓલ .
અક્ષય કુમાર જેવા ઘણા બધા અભિનેતાઓ સાથે કામ કર્યું હતું રવિનાએ ઘણી બધી હિટ ફિલ્મો આપી છે રવિના એ અભિનેત્રી હતી જેને કોમેડી થી લઈને એક્સન ફિલ્મ માં પણ દમદાર અભિનય ના જોરે ખુબ લોકપ્રિયતા મેળવી હતી પરંતુ એમના ટેલેન્ટ ને આટલા વર્ષો બાદ સન્માન મળ્યું છે.