અત્યારે સૌથી મોટી ખબર ઇઝરાયેલથી આવી રહી છે અને તે ભારત માટે બહુ ખાસ દિવસ છે કારણ કે મિસ યુનિવર્સ 2021 નો તાજ ભારતની હરનાજ સંધુએ પોતાને નામ કરી લીધો છે હરનાજ પહેલા લારા દત્તાએ 2000માં પોતાને નામે કર્યો હતો જણાવી દઈએ 2021નો મિસ યુનિવર્સ ઇઝરાયેલમાં થઈ ગયો.
જેમાં વિશ્વના 74 દેશો એ ભાગ લીધો હતો પરંતુ તેમાંથી ટોપ ત્રણ દેશે જગ્યા બનાવી અને તેમાંથી ભારતની 21 વર્ષીય હેરનાજ સંધુ હતી હરનાજે સાઉથ આફ્રિકા અને પેરાગ્વેને પાછળ છોડીને ભારતની હરનાજ સંધુએ મિસ યુનિવર્સનો તાજ પોતાને નામે કર્યો હતો બધા સ્પર્ધકોને સવાલ પૂછવામાં આવ્યા હતાં.
સવાલ એવો પૂછવામાં આવ્યો કે મહિલા પ્રેશરમાં હોય ત્યારે તમે તેને શું એડવાઇઝ આપશો તેના પર હરનાજે વિશ્વાસપાત્ર જવાબ આપતા કહ્યું આપણે એ માનવું જોઈએ કે આપણે યુનિક છીએ એજ આપણને ખુબ સુરત બનાવે છે બહાર આવી આપણા માટે બોલતા શીખો કારણ કે આપણે આપણી જિંદગીના લીડર છીએ.
આ જવાબ આપ્યા સાથે હરનાજે મિસ યુનિવર્સ તાજ પોતાના નામે કરી લીધો હતો હરનાજની વાત કરીએ તો એક મોડલ અને એક્ટર છે અને તેના મિસ યુનિવર્સ નો તાજ પહેરાવવામાં આવ્યો હતો એના સાથે એમણે આવનારી બે પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે હરનાજ પંજાબના ચંદીગઢની રહેવાસી છે.