શુશાંતસિંહ રાજપૂતના પાવડર કેસના મામલામાં અત્યાર સુધીની સૌથી મોટી ધરપકડ થઈ ગઈ છે એનસીબીએ શુશાંતના પાડોશી અને પાવડર પેડલર શાહિલ શાહ ઇલિયાસની ધરપકડ કરી લીધી છે શાહિલ છેલ્લા 8 મહિનાથી ફરાર હતો જેને એનસીબી ગોતી રહી હતી શુશાંત મામલે પાવડર કનેશન.
સામે આવતાજ શાહિલ પોતાની એક્ટર પત્ની સાથે દુબઈ ભાગી ગયો હતો અને ત્યારથી તે દુબઈમાં જ રહી રહ્યો હતો પરંતુ હાલમાં તે જયારે ભારત પાછો આવ્યો ત્યારે એનસીબી અધિકારીઓએ તેના પર એવો દબાવ બનાવ્યો કે તેને ખુદ આવીને એનસીબીમાં સમર્પણ કરી દીધું એનસીબીના અધિકારીઓએ.
કહ્યું કે શાહિલનું ત્યારે પણ નામ સામે આવ્યું હતું જયારે શુશાંતથી પાવડર કેસમાં જોડાયેલ ઓગસ્ટ 2020માં પહેલા બે આરોપીઓ કરણ અરોરા અને અબ્બાસ અલીખાનની ધરપકડ કરી હતી શુશાંતસિંહ રાજપૂતનો મામલો છેલ્લા કેટલાય દિવસથી ઠંડો પડ્યો હતો સમીર વાનખેડેને જતા જ મામલાની તપાસ વધુ ઠંડી પડી હતી.
પરંતુ અચાનક શાહિલની ધરપકડથી આ કેસમાં નવી આશા જાગી છે શાહિલ શુશાંતના ઘરે ઘણીવાર આવતો જતો હતો તે શુશાંતના સામે જ ભાડાંના મકાનમાં રહેતો હતો તેના શિવાય એ વાતનો શક છેકે શાહિલ શુશાંત શિવાય કેટલાય મોટા સ્ટારને પણ પાવડરનો સપ્લાય કરતો હતો એનસીબીને આશા છેકે શાહિલ જોડેથી મોટા રાજ ખુલી શકે છે.