કહેવાય છે કે ગમે તેટલા સંબંધો સાચવો અંતે મોત આવીને સંબંધોને દૂર કરી જ દેવાનું છે.મોટાભાગે ભાઈઓ,માતાપિતા આ દરેક સંબંધ મોત બાદ છૂટી જતા હોય છે.પરંતુ દુનિયામાં કેટલાક એવા લોકો પણ છે જેમને નસીબની આ રમતને પણ બદલી નાખી હોય અને મૃત્ય સમયે પણ એકબીજાનો સાથ નિભાવ્યો હોય.
આવી જ એક જોડી હતી ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયા અને તેમના મોટાભાઈ મહેશ કનોડિયાની.કનોડા ગામના એક ગરીબ પરિવારમાં જન્મેલા આ બે ભાઇઓએ જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે તે અંગે તો તમે જાણતા જ હશો.નાના નાના પ્રોગ્રામ કરવા,પુલ નીચે ભિખારી સાથે સૂઈને દિવસો ગાળવા આ તમામ દિવસો,પરિસ્થતિ જોયા બાદ એક સમયે તેમને સફળતા પ્રાપ્ત થઈ અને તેઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના એ સિતારા બન્યા જેને આજે પણ યાદ કરવામાં આવે છે.
આ જ કારણ છે કે ગત વર્ષે મૃત્ત્ય પામેલા મહેશ અને નરેશ કનોડિયાના નિધન પર માત્ર આજના ગુજરાતી કલાકારોએ જ નહિ વર્ષો જૂની અભિનેત્રીઓ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર છે તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
જેમાંની એક અભિનેત્રી છે મીનાક્ષી.અભિનેતા નરેશ કનોડિયા સાથે રાજ રાજવણ ફિલ્મમાં જોવા મળેલી આ અભિનેત્રીએ નરેશ કનોડીયા અને મહેશ કનોડીયા ના નિધન પર એક વિડીયો દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. મીનાક્ષી કહ્યું કે તેના કરિયરની શરૂઆત મહેશ એન્ડ કંપની દ્વારા થઈ હતી સાથે જ તેણે નરેશ કનોડીયા સાથે પોતાની પહેલી ફિલ્મની શરૂઆત કરી હતી.
બંને ભાઈઓના નિધનથી તે આઘાતમાં છે તેને શું કહેવું તે સમજાઈ નથી રહ્યું.બંને ભાઈઓ છેલ્લે સુધી સાથે રહ્યા.આ જોડીના મૃત્યુથી ઈન્ડસ્ટ્રીમાં તમામ લોકો દુઃખી છે