મિત્રો લગ્ન કરવા એ દરેક વ્યક્તિ માટે જીવનની સૌથી મોટી ખુશીની વાત છે દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે તેમને એક સારું જીવનસાથી મળે પરતું ઝારખંડમાં લગ્નનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ ચૌકી ઉઠશો ઝારખંડમાં એક યુવકે એક જ મંડપમાં એક નહિ પરતું બે પ્રેમિકાઓ સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ઝારખંડના લોહરદગા જિલ્લામાં ચોરગઈ ગામમાં સંજીવ નામનો એક યુવક રિંકી નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો અને તેની સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતો હતો આ સંબંધથી તેમને ત્રણ સંતાન હતા જેમાં બે દીકરી અને એક દીકરાનો સમાવેશ થાય છે જો કે આટલા સુખી પરિવાર હોવા છતાં સંજીવને હિસરી ગામની કલાવતી નામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જે બાદ સંજીવ કલાવતી સાથે પણ લીવ ઇન રીલેશનશીપમાં રહેવા લાગ્યો હતો જે બાદ કલાવતીને પણ એક દીકરીને જન્મ આપ્યો હતો.
જો આ સંબંધ વિશે રિંકીને જાણ થતા જ રીંકિ અને કલાવતી વચ્ચે પતિ બાબતે વિવાદ થઈ ગયો હતો યુવક સંજીવ કલાવતી સાથે જીવન વિતાવવા માગતો હતો પરંતુ તેની પહેલી પત્ની રીંકી તેનાથી અલગ થવાની ના પડતાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો જો કે પોલીસ પણ આ મામલાનો કોઈ ઉકેલ ન લાવી શકતા અંતે કલાવતી સંજીવ અને રિકિંના પરિવારે ભેગા મળી એક જ મંડપમાં રિંકિ અને કલાવતીના લગ્ન સંજીવ સાથે કરાવ્યા હતા.