દિવ્યાંગ લોકો માટે પોતાનું જીવન ગુજારવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેમને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજે અહીં એક એવા જ દિવ્યાંગ વ્યક્તિની આપણે વાત કરવાના છીએ આ દિવ્યાંગ વ્યક્તિનું નામ રાહુલ છે તે યુપીના છે તે સુરતમાં કામની તલાશમાં માટે આવ્યો હતો તે દિવ્યાંગ હોવાથી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે કામની તલાશ માટે પૂછતાછ કરી રહ્યો હતો તેના દિવ્યાંગ હોવાનું કારણ બતાવતા તેણે કહ્યું કે હું 5 વર્ષ સુધી તો સહી સલામત હતો પણ જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે ડોક્ટરે મને દવા પીવડાવી હતી જે દવા મને સૂઈ દ્વારા શરીર પર આપવાની હતી એ ભૂલથી ડોકટરે મને પીવરવી દીધી જેથી મને ન્યુમોનિયાની અસર થતાં મારા સાથે આવો બનાવ બન્યો અને ત્યારથી હું દિવ્યાંગ બની ગયો.
તે વ્યક્તિ પાસે સાયકલ પણ ન હતી તેથી તેને સંસ્થા દ્વારા સાયકલ આપવામાં આવી અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ઘરમાં કોઈ કમાવવાવાળુ કોન છે ત્યારે તેણે કહ્યું કે હું જ ઘરમાં સૌથી મોટો છું એટલે મને કામની તલાશથી અહીંયા આવવું પડ્યું છે મારાથી નાનો એક ભાઈ છે જે ભણે છે એટલે ઘરની જવાબદારી મારા ઉપર છે.
તે વ્યક્તિએ કહ્યું કે હું એકવાર સાઈકલની રેસિંગમાં પણ પ્રથમ ક્રમાંકે આવ્યો છું પરંતુ મારા પાસે સાઇકલ ખરીદવાના પૈસા નથી કે હું સાયકલ લઈ શકું આ જાણીને ખૂબ જ દુઃખ થયું પરંતુ સંસ્થાએ તેને સાઈકલ આપીને તેના જીવનની થોડી અડચણોનો નાશ કર્યો રાહુલના ચહેરા પર હરખ છવાયો અને હવે તે ક્યારે પણ જવા માટે તે સાઇકલનો ઉપયોગ કરી શકે છે તેને પહેલાની જેમ લથડીને જવાની જરૂરત નથી તે કામની તલાશમાં માટે સાઇકલ દ્વારા જઈ શકે છે આમ મિત્રો આપણે લોકોની અડચણનો સમાધાન લાવીને લોકોને મદદરૂપ થતાં રહેવું જોઈએ.