અમેરિકાના ફ્લોરિડામાં વિચિત્ર કિસ્સો આવ્યો સામે બાળકોની જવાબદારી સાંભળતી મહિલા જ બાળકીને વાનમાં ભૂલી ગઈ ઘણાં લોકો કારમાં અલગ અલગ વસ્તુ ભૂલી જતાં હોય છે કોઈ પાણીની બોટલ, કોઈ ઇયરફોન કોઈ ચાર્જર તો કોઈ તો પોતાનો મોબાઈલ કારમાં ભૂલી જતાં હોય છે પરંતુ અમેરિકામાં એક મહિલા પોતાની વાનમાં કઈક એવું ભૂલી ગઈ કે તેને જેલ જવાનો વારો આવ્યો.
અમેરિકા ની એક મહિલા કારમાં એક બાળકીને જ ભૂલી ગઈ તમને વિશ્વાસ નહિ આવે ને પણ આ હકીકત છે આ ઘટના અમેરિકાની ફ્લોરિડા શહેરની છે જ્યાં એક પોતાની બે વર્ષની બાળકીને કારમાં જ ભૂલી ગઈ અને ઘરમાં જતી રહી હતી ફ્લોરિડામાં રહેતી આ મહિલાનું નામ જુઆન પરેજ ડોમિંગો છે જે ૪૩ વર્ષની છે જ્યારે તેની બાળકીનું નામ જોસ્લીન મેરીત્જા મેન્ન્ડેજ હતું જે બે વર્ષની હતી.
આ બાળકને સીટ બેલ્ટ બાંધ્યો હતો અને કારમાં બેસી રહી હતી મહિલાએ કારને રસ્તા પર પાર્ક કરી અને ઘરમાં જતી રહી હતી એવામાં વધુ પડતી ગરમીને કારણે બાળકીનું મોત થયું હોવાનું જાણવાં મળ્યું છે ઉલ્લેખનીય છે કે આ મહિલા પર બાળકોને ડે કેરમાં લઈ જવાની જવાબદારી હતી અને તે જોસ્લીન ને લઈ ડે કેરમાં જવા નીકળી હતી તેને બાળકીને ટોયોટા વેનમાં બેસાડી સીટ બેલ્ટ પણ બાંધ્યો હતો પરતું ડે કેર સેન્ટર ખુલ્લું ન હોવાથી પેરેજ બાળકીને લઈને પોતાના ઘરે આવી હતી.
જે બાદ રસ્તા પર કાર પાર્ક કરીને બાળકીને બહાર નીકળ્યા વિના જ લોક મારી અંદર જતી રહી હતી જ્યારે સાત કલાક બાદ મહિલા બહાર આવી તો આ બે વર્ષની બાળકીનું નિધન થઈ ગયું હતું જે બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી હતી મહિલા પર આરોપ છે કે તેની લાપરવાહી ને કારણે જ બાળકીનું નિધન થયું છે આ વાત પરથી એક વાત સમજી શકાય કે પોતાના નાના બાળકોને કોઈ બહારના વ્યક્તિના ભરોસે ન મુકવા જોઈએ ભલે એ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ પરતું એવા વ્યક્તિની બેદરકારીને કારણે તમારે તમારું જ બાળક ગુમાવવું પડે છે.