Cli
aa bahenne chhe gani moti taklif

પતિ છોડી ગયા તો જવાબદારી આવી ગયી મારા પર ! આટલી બધી મહેનત છતાં ઊભા થાય છે 200 રૂપિયા ! છોકરા માટે સ્કૂલના ચોપડા લેવાના પણ પૈસા નથી…

Story

આજે અમે તમારી સમક્ષ એક ઘટના પ્રસ્તુત કરીએ છીએ જ્યાં પિતાના ગુજરયા પછી તેમના પરિવાર ઉપર ભારે સંકટ આવ્યો તેમના ઘરે રાશન ભરાવવા માટે પણ પૈસા નથી છોકરાઓ માંદા થાય તો તેમના સારવાર માટે પણ પૈસા માંડ માંડ મળે છે ચાલો જાણીએ તેમને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પોપટભાઈ ફાઉન્ડેશને કઈ રીતે મદદ કરી.

મકવાણા મીતાબેન દિનેશભાઈ અત્યારે ખુબ જ ગંભીર પરિસ્થિતિમાં આવી ગયા છે તેમના પતિના ગુજર્યા બાદ ઘરની પરિસ્થિતિ લથડાઇ ગઇ છે તેમના પતિને ડેન્ગ્યુ થયું હતું તેથી તેમનું મૃત્યુ થયું હતું તેમના મૃત્યુના દસ મહિના થયા છે તેમની પરિસ્થિતિ ખૂબ જ દુઃખદ છે તેમની પાસે પાણીનું બીલ ભરવાના પણ પૈસા નથી તે લોકો પાસે મદદ માંગી રહ્યા હતા ત્યારે પોપટભાઈ ફાઉન્ડેશનને તેમને મદદ કરી તે પહેલા સાડીમાં ડાયમંડ લગાવવાનું કામ કરતા હતા જેના તે 100-150 કમાઈ લેતા હતા પરંતુ મોંઘવારીમાં આ રકમ ખૂબ જ નાની છે અને જો એમાં છોકરાઓ બીમાર થાય તો એકસાથે રકમ જતી રહે છે તો તમે સમજી શકો છો કે તેમની પરિસ્થિતિ કેટલી નબળી હતી.

પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી પોપટભાઇ મકવાણા નીતાબેન ના ઘરે ગયા તેમણે પૂર્ણ પરિસ્થિતિ વિસ્તારથી પોપટભાઈને કીધી પોપટભાઈ એ તેમને મદદ કરી અને તેમને એક મશીન લઈને આપ્યો જેથી તે વધારે કામ કરી શકે અને સરળતાથી પૂર્ણ કરી શકે અને તેમનું ગુજરાન ચલાવી શકે અને પોપટભાઈએ તેમને રાશન માટેની પણ સુવિધા કરી આપી જયા સુધી તે પોતાનો ગુજરાત ચલાવવા માટે સક્ષમ નહીં બને ત્યાં સુધી પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી તેમને આપવામાં આવશે આ મદદ.

તેમને અરૂણાબેન અને પરાગભાઈ તરફથી કરવામાં આવી છે નીતાબેન એ તેમનો ખૂબ જ આભાર માન્યો અને કીધું કે ભગવાન તમને ખૂબ ખૂબ ધનવાન કરે અને તમે સૌની મદદ કરો મારા જેવા લોકો જેમના પાસે ખાવાના પણ પૈસા નથી તેઓના તમે મદદરૂપ થાઓ અને તેઓના આશી લો આમ પોપટભાઈ ફાઉન્ડેશન નીતાબેનને મદદરૂપ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *