શું તમે ઝી ટીવી પર પ્રસારિત થનારી સિરિયલ જોધા અકબરના ફેન છો જો હા તો આ ખબર તમને પણ દુઃખ આપશે ૨૦૨૦નું વર્ષ એક એવું વર્ષ રહ્યું જેને એક કાળું વર્ષ કહી શકાય ૨૦૨૦ના વર્ષમાં આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ ઘણાં અભિનેતાઓ અને કલાકારો ને ગુમાવ્યા હતા જે બાદ બધા માત્ર એ જ આશ લઈને બેઠા હતા વર્ષ ૨૦૨૧ કઈક સુખદ અને સારા સમાચાર લઈને આવે પરતું આ વર્ષે પણ આપણે ઘણાં સારાં કલાકારો ને ગુમાવ્યા છે.
મિત્રો જો તમે જોધા અકબર સિરિયલ જોઈ હશે તો એમાં અકબરની બેગમ અને રહીમ ની મમ્મીનાં પાત્રમાં જોવા મળેલી સલીમા બેગમનું પાત્ર ભજવનાર અભિનેત્રી તમને ચોક્કસ યાદ હશે જ સિરિયલમાં સલિમા બેગમનું પાત્ર એક સમજદાર રાણી તરીકે હતું જેની પાસે બાદશાહ અકબર અનેક વાર સલાહ લેતા હતા .પરતું તમને જણાવી દઇએ કે આ એક જ નજરે મન મોહી લેનાર અભિનેત્રી જેનું નામ મનીષા યાદવ હતું તે હવે આ દુનિયામાં નથી રહી.
જો કે તેનું નિધન કેવી રીતે થયું તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ ખબર પ્રમાણે તેમને બ્રેઇન હેમ્રેજ હતું અને ૧ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ તેને દુનિયાથી વિદાય લઈ લીધી છે વાત દુઃખદ છે પરતું આ વાત સાચી છે અને જોધા અકબર સિરિયલમાં કામ કરનાર અન્ય કલાકારો એ આ વાત સોશીયલ મીડિયામાં જણાવી છે. સાથે જ દુઃખદ વાત એ છે કે મનીષા ને એક દીકરો છે જે હાલમાં જ એક વર્ષનો થયો છે અને આ જુલાઈ મહિનામાં જ મનીષા એ દીકરા નો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.
આ સિરિયલમાં મનીષા યાદવ સાથે કામ કરનાર અભિનેત્રી પરિધિ એ મનીષાના નિધન અંગે વાત કરતાં એ પણ જણાવ્યું હતું કે તેઓ સિરિયલ પત્યા પછી એક વોટ્સ એપ ગ્રૂપ દ્વારા સંપર્કમાં રહેતા હતા જેનું નામ મુઘલ રાખ્યું હતું તમને જણાવી દઇએ કે અભિનેત્રી મનીષા યાદવનો જન્મ ૧૧ જૂન ૧૯૯૨ માં થયો હતો અને તે એક તમિલ અભિનેત્રી હતી મનીષાએ તમિલ ફિલ્મ માં સૌથી વધારે કામ કર્યું હતું.