ક્રિકેટ જગતમાં પોતાના નવ વર્ષના સંઘર્ષ અને બે વર્ષ પહેલાં કોરોનાથી પોતાના પિતાના અવસાન બાદ હતાસ થઈ ને મહેસાણા ના યુવક શેહઝાદ પઠાણે ક્રિકેટ જગત ને અલવીદા કહેવાનું નક્કી કર્યું હતું પરંતુ તેમના મોટાભાઈ અને પરિવાર જન્મે વધુ એક વર્ષ ક્રિકેટને આપવાનું જણાવતા તેઓ ફરી ક્રિકેટ માં પરત ફર્યા હતા.
અને રણજી ટ્રોફી માં પાચં વિકેટ લેનાર ગુજરાત ના બીજા ખેલાડી બન્યા છે સાથે ગુજરાત ટાઈન્સ ટીમમાં નેટ બોલર તરીકે પ્રેક્ટિસ ટીમ માં પણ સ્થાન મેળવ્યું છે મહેસાણા ના વિસનગર રોડ પર હયાત રેસીડેન્સી માં રહેતા 26 વર્ષીય શેહઝાદ પઠાણ ભારતીય ક્રિકેટ ટીમમા સ્થાન મેળવવા પોતાની નાની ઉંમરે થી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
તેમના 9 વર્ષ ના સંઘર્ષમાં તેમનું ચાર વાર સિલેક્શન થયું હતું પરંતુ રમવાનો મોકો ના મળતા તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો હતો અંડર 19 ની ટીમમાં 2 વર્ષ અનફીટ ના કારણે તેઓ ટીમમાંથી બહાર થયા હતા તેમના પિતા યાકુબખાન પઠાનનુ સાલ 2021 મા કોરોના ના કારણે મો!ત નિપજ્યું હતું જેના કારણે.
હતાશ થઈ અને શેહઝાદે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેમના મોટાભાઈ શાહરૂખ અને તેમના પરિવારજનોએ હિંમત આપતા તેમને ક્રિકેટ રમવાની સલાહ આપી હતી અને એક વર્ષ માટે ફરી સંઘર્ષ કરવા માટે જણાવ્યું હતું પરિવારના આશીર્વાદ અને મનોબળના કારણે શહેઝાદ પઠાણે ગયા વર્ષે રણજી ટ્રોફી માં બંગાળની ટીમ સામે 17.3 ઓવર માં 48 રન આપી અને.
5 વિકેટ ઝડપી સફળ ડેબ્યુ કરી પસંદગીકારોની નજર માં આવ્યા હતા સાથે ગુજરાત માંથી રણજી ટ્રોફી માં એક જ મેચમાં 5 વિકેટ મેળવનાર શહેઝાદ પઠાન બીજો ખેલાડી બન્યો હતો તેને ગુજરાત ટાઈન્સ મા સ્થાન મેળવ્યુ હતુ આવનાર સમયમાં શહેઝાદ પઠાન ફરી થી ઈરફાન પઠાણ ની ખોટ પુરી કરવા મા સફળતા મેળવી સમગ્ર ગુજરાત નું ગૌરવ વધારી શકે છે.