દેશભરમાં ધાર્મિક પર્વ નવરાત્રીનું આયોજન થયું છે અને શ્રદ્ધા વિશ્વાસ સાથે મા ભગવતીની પુજા આરાધના કરવામાં આવે છે બહેન દીકરીઓ માતાજીનું નામ લેતા ગરબે ઘૂમે છે ઘણા બધા માઈ ભક્તો માતાજીના ઉપવાસ પણ કરેછે તો કોઈ નકોરડા ઉપવાસ પણ કરે છે પરંતુ પાલનપુરમાંથી એક ભક્તનો.
અનોખો કિસ્સો સામે આવ્યોછે જે છેલ્લા 20 વર્ષથી દર નવરાત્રીના નવ નોરતા માં જહુ માતાજીના મંદિર પર એક પગે ઊભા રહીને નકોરડા ઉપવાસ કરેછે જે યુવકનું નામ સુરજ ચૌહાણ છે સુરત ચૌહાણ મંદિર ના ઓટલે આવેલા વૃક્ષ માં બાંધેલા હીચકામા એક પગ રાખી એક પગ ધરાભોમ.
પર રાખીને માતાજી આરાધના કરેછે એ નવ નોરતા સુધી આ સ્થિતિમાંમા રહીને માત્ર ચા દુધ આને પાણી જ પીવેછે તે કોઈપણ પ્રકારનુ અન્ન ગ્રહણ કરતા નથી સુરજ ચૌહાણે વિશેષ અમારા અહેવાલ માં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી એક પગે આ સ્થિતિ માં નકોરડા ઉપવાસ કરે છે.
આને માંના મંદિર સામે એક ટીસે જોતા માત્ર એમના નામની માળા જપે છે તેઓ આ વિશે જણાવતા કહે છે અલૌકિક દેવી શક્તિ મને આ કાર્ય માટે બળ પુરું પાડે છે માતાજીની શ્રધ્ધા અને વિશ્વાસથી હું ઉભો રહી શકું છું મને બીલકુલ થાક કે ભુખ લાગતી નથી મને માત્ર માં નું તેજ જ દેખાય છે.
વાચંકમિત્રો ગુજરાતી પાવન ભુમી પર આવા અનેક ભક્તો ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલા છે જેઓ ધાર્મિક લાગણીઓ ને પોતાના હદયમાં જીવંત રાખે છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.