રાજસ્થાનમાં દૌશા જીલ્લા પ્રશાસન માં કોહરામ મચી ગયો જે સમયે એક દોઢ વર્ષ ની બાળકી બોરવેલમાં પડી ગઈ તાત્કાલિન પ્રશાસનની સૂચના આપવામાં આવી 90 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાથી આ બાળકી ના પરિવારજનો સહિત ગામ લોકોમાં ખૂબ જ દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
ગુરૂવાર સવાર 11 વાગે દૌશા જિલ્લાના બાંદીકુઈ ઉપખંડ ના જસ્સાપાડા ગામમાં એક માસુમ બાળકી બોરવેલ માં પડી ગઈ હતી જે જોતા પરિવારજનો એ ગભરાઈને પોલીસને જાણ કરી હતી પોલીસ પ્રશાસન ટીમ સાથે પહોંચી જતા રાહત બચાવની કામગીરી હાથ કરી હતી એસ ડી આર એફ ટીમને.
ત્યાં બોલાવી હતી અજમેરથી આ ટીમ સાંજે સાડા પાંચ વાગે પહોંચી હતી જેમને આવતા પહેલા જીસીબી ની મદદ થી બોરવેલ ની સમકક્ષ
બાજુમાં એક ઊંડો ખાડો ખોદાયો હતો બચાવ ટીમે છ વાગે બાળકીને બોરવેલ માંથી સહી સલામત બહાર કાઢી હતી બાળકી જીવિત હાલતમાં.
સકુશળ જોતા પરિવારજનો સહીત ગામ લોકોએ પ્રશાસન નો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો સાથે રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ એન ડી આર એફ ટીમ સહિત પ્રશાસનનો ઉમદા કામગીરી માટે આભાર ટ્વિટરના માધ્યમથી માન્યો હતો વાચક મિત્રો પોસ્ટને શેર કરવા વિનંતી.