કેટરીના કૈફ અને વિકી કૌશલે ગયા વર્ષે જ લગ્ન કર્યા તેથી એમનો આ પહેલો વેલેન્ટાઈન ડેછે પરંતુ આ સ્પેશિયલ દિવસ પર કેટરીના કૈફ સલમાન સાથે ટાઇગર થ્રિન શૂટિંગમાં દિલ્હી હશે તેથી ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ વિકી કૌશલ વેલેન્ટાઈન ડે પર પત્ની કેટરિના કૈફ સાથે સમય વિતાવવા મુંબઈથી દિલ્હી જઈ શકે છે.
જણાવી દઈએ ટાઇગર થ્રિન શૂટિંગ માટે દિલ્હીમાં કેટલાક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે સલમાન ખાન અને કેટરિના કૈફ માટે જબરજસ્ત સુવિધા અને સુરક્ષા કરવામાં આવી છે ઇન્ડિયા ટુડેના એક સૂત્રના મુજબ વિકી કૌશલ મુંબઈથી સ્પેશિયલ કેટરીના સાથે વેલેન્ટાઈન મનાવવા માટે દિલ્હીની ફ્લાઇટ પકડી શકે છે.
કેટરીના કૈફે અને વિકી કૌશલે ગયા વર્ષે જ લગ્ન કર્યા આ દરમિયાન કેટરીના કૈફ સ્પેશિયલ મુંબઈથી ઇન્દોર વિકી કૌશલના શૂટિંગ દરમિયાન લોહડીનો તહેવાર મનાવવા ગઈ હતી એટલે સ્વાભાવિક છેકે હવે કેટરીના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી ખુદ વિકીએ કેટ જોડે દિલ્હી જઈ શકે છે અને વેલેન્ટાઈન ડેના દિવસે સાથે જોવા મળી શકે છે.