એ [સંગીત] અરે ના ના અમદાવાદના નજીક સાંતેજ પાસે આવેલા જાણીતા સ્ટેપ મંડળી ગરબા મહોત્સવમાં પ્રવેશના મુદ્દે ઘર્ષણની ઘટના સામે આવી ખાત્રજ કલોલ રોડ પર આયોજિત ગરબા મહોત્સવમાં સિક્યુરિટી ગાર્ડસ અને કેટલાક યુવાનો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું પ્રવેશના મુદ્દે ઘર્ષણ મીડિયા રિપોર્ટસ અનુસાર કેટલાક યુવકો પાસે પાસ નહોતા તેઓ વિના પાસે જ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા માંગતા હતા સિક્યુરિટી સ્ટાફ દ્વારા તેમને રોકવામાં આવતા
બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો આજ સમય સ્થળ પર લગાવવામાં આવેલા બેરીકેડિંગને પણ નુકસાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી લાકડીઓને તલવારો સાથે મારમારીના આક્ષેપ ઘટના દરમિયાન લાકડીઓ અને ખુલ્લી તલવારોનો ઉપયોગ થયો હોવાનો અહેવાલ છે સાંતેજ પોલીસની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમ બન્યો હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે જો કે અથડામણની ચોક્કસ પરિસ્થિતિ અને ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે સત્તાવાર વિગતો નથી થઈ આ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે
ખેલૈયાઓમાં દોડધામ ગરબા મહોત્સવમાં પરિવાર અને મિત્રો સાથે આવેલા ખેલૈયાઓ વચ્ચે આ ઘટનાને પગલે ભયનો માહોલ ફેલાયો ખાસ કરીને પ્રવેશદ્વાર નજીક સર્જાયેલી અફરાતફરીના કારણે સ્થળ પર તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ ત્યારે સ્વાભાવિક છે કે ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો થાય ગરબાગ્રાઉન્ડમાં તલવારો કેવી રીતે પહોંચી પોલીસની હાજરીમાં જ બબાલ કેમ થઈ સુરક્ષા વ્યવસ્થામાં ચૂક માટે જવાબદાર કોણ છે
નવરાત્રી દરમિયાન મોટાપાએ યોજાતા ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સુરક્ષા અત્યંત મહત્વની છે ત્યારે સ્ટેપ મંડળી ગરબા મહોત્સવમાં બનેલી આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાપ પ્રવેશ નિયંત્રણ અને પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે હવે આ મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે એ જોવું રહ્યું અને જવાબદારો સામે શું કાર્યવાહી થશે તેના પર સૌ કોઈની નજર છે