ઇતિહાસમાં પહેલીવાર દિલ્હીને બાયપાસ કરવામાં આવ્યું. ભારતના રાજદ્વારી ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું એવું અત્યારે થઈ રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટ સત્તાવાર ભારતના પ્રવાસે આવશે પણ આપણા દેશની રાજધાની નવી દિલ્હી નહીં જાય. સામાન્ય રીતે કોઈપણ મોટા નેતા આવે એટલે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત થાય. લંચ ડિનર થાય રાજદ્વારી ફોટા પડે પણ આ વખતે પ્રોટોકોલના ધજાગરા ઉડ્યા એવી ચર્ચા છે. વિદેશ મંત્રી અમેરિકાના વિદેશ મંત્રી છ મહિનામાં બીજી વાર ભારત આવશે પણ દિલ્હીને સ્કીપ કર્યું છે. એ જશે મુંબઈ અને જામનગર મુકેશ અંબાણી સાથે મુલાકાત થઈ શકે એવી પણ ચર્ચા છે. દિલ્હીની રાજનીતિમાં ગરમાવો એટલે જ આવ્યો છે. રાહુલ ગાંધીએ આક્રમક પ્રહારો કરી દીધા છે. આખરે માર્કો રૂબીઓ કોણ છે? જે દિલ્હીને સ્કીપ કરીને સીધા મુંબઈ જામનગર જવાના છે. દિલ્હી છોડીને મુંબઈ જામનગરમાં એવું તો શું છે કે એમની મુલાકાત છે એમાં દિલ્હી સ્કીપ થયું છે. શું કનેક્શન છે કેવા પ્રકારની આ મુલાકાત રહેવાની છે અને મુલાકાતનું મહત્વ શું છે એ વિષય ઉપર વાત કરવી છે. નમસ્કાર આપની સાથે હું સેજલ. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબીઓ છ મહિનામાં બીજીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે જો કે દિલ્હી જવાને બદલે મુંબઈ અને જામનગર જશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ મુંબઈ જઈને એમની મુલાકાત લેશે અને એટલે જ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું રૂબીઓએ પોતાના કર્મચારીને મુંબઈ બોલાવ્યો છે. આખરે રૂબીઓ મુંબઈ અને જામનગર કેમ આવી રહ્યા છે?
વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાતને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. તો સૌથી પહેલા બેકગ્રાઉન્ડ સમજી લઈએ કે આ ભાઈ એટલે કે માર્કો રૂબીઓ આટલા ઈમ્પોર્ટન્ટ કેમ છે? માર્કો રૂબીઓ અમેરિકાના 72 માં સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે વિદેશ મંત્રી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમણે વર્ષ 2025 માં રૂબીઓને પોતાની કેબિનેટમાં આ સૌથી પાવરફુલ પદ આપ્યું. એ પહેલા તેઓ ફ્લોરિડાના સેનેટર રહી ચૂક્યા છે સરળ ભાષામાં કહું તો અમેરિકા વિશ્વના કયા દેશ સાથે દોસ્તી રાખશે અને કોની સાથે દુશ્મની એ બધું જ નક્કી કરવાનો પાવર માર્કો રૂબીઓ પાસે છે ભારત સાથે એમના સંબંધો બહુ જ જોરદાર એટલે કે સારા રહ્યા છે છ મહિના પહેલા જ એટલે કે મે 2026 માં એ ભારત આવ્યા હતા ક્વાટ દેશની બેઠક માટે ત્યારે એ પ્રોટોકોલ પ્રમાણે દિલ્હી ગયા હતા અને પીએમ મોદીને પણ મળ્યા હતા પણ છ મહિનાની અંદર આ એમનો બીજો ભારતનો પ્રવા પ્રવાસ છે અને આ વખતે એમની સાથે અમેરિકાના 200 કરતાં વધારે બિઝનેસ લીડર્સનું એક મોટું ડેલિગેશન પણ આવશે એટલે આ પ્રવાસ છે એ રાજકીય ફોટો ઓપ નથી પણ પ્યોર બિઝનેસ છે એવી ચર્ચા છે. વાત કરીએ એ વિવાદની જેના કારણે આખો દેશ અત્યારે ચર્ચા કરી રહ્યો છે રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું કે મોદીજી તમારા વિદેશ મંત્રાલયના અધિકારીઓ કન્ફ્યુઝ છે કે ચાલી શું રહ્યું છે રૂબીઓએ પોતાના એમ્પ્લોયને મુંબઈ બોલાવી લીધા છે કા તો તમે દેશને સમજાવો કા તો હું સમજાવું પોતાના એમ્પ્લોયને એટલે અહિંયા રાહુલ ગાંધી વિદેશ મંત્રી એસેશંકરની વાત કરી રહ્યા છે
વિપક્ષનો આરોપ એ છે કે જ્યારે કોઈ દેશના વિદેશ મંત્રી આવે ત્યારે આપણા વિદેશ મંત્રીએ એમને દિલ્હીમાં જ હોસ્ટ કરવા જોઈએ જો યુએસ મંત્રી દિલ્હી નથી આવતા તો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર મુંબઈ કેમ દોડી રહ્યા છે. શું ભારત અમેરિકાના દબાણ સામે ઝૂકી ગયું છે? જો કે આપણું વિદેશ મંત્રાલય વિપક્ષના આ આરોપને અને વાતને નકારી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે સ્પષ્ટતા કરી છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતની વિદેશનીતિ બદલાઈ છે. આપણે વિદેશી નેતાઓને માત્ર દિલ્હી પૂરતા સીમિત નથી રાખ્યા. પણ દેશના અલગ અલગ શહેરોમાં લઈ જઈએ છીએ. પણ અસલી ટ્વિસ્ટ એ છે કે ભૂતકાળમાં શી જીનપિંગ અમદાવાદ કે મહાબલીપુરમ આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા શિઝો આબે ગુજરાત આવ્યા પણ એ બધા જ નેતાઓ એ શહેરો સિવાય દિલ્હી પણ ગયા જ હતા માર્કો રૂબીઓના કેસમાં અજીબ બાબત એ છે કે દિલ્હી પગ પણ નથી મૂકવાના અને સીધા ઉઝબેકિસ્તાનથી મુંબઈ આવશે અને મુંબઈથી સીધા જામનગર જશે ઇતિહાસમાં આવી આ પહેલી અને એકમાત્ર ઘટના છે હવે સવાલ એ છે કે આખરે જામનગરમાં એવું શું છે કે રૂબીઓ દિલ્હીને ભૂલી ગયા તો અસલી ખેલ અહિયા છે. ખેલ છે ઓઇલનો અને બિઝનેસનો. જામનગરમાં આવેલી rરલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી કોઈ સામાન્ય ફેક્ટરી નથી. એ વિશ્વનું સૌથી મોટું સિંગલ સાઈટ ઓઇલ રિફાઇનરી કોમ્પ્લેક્સ છે. અત્યારે અમેરિકામાં ચાલી રહી છે એક મોટી કટોકટી ડીઝલ કટોકટી. અમેરિકામાં ટ્રક ચલાવનારા ખેડૂતો અને શિપિંગ ઉદ્યોગો ડીઝલના આસમાને પહોંચેલા ભાવથી ત્રાસેલા છે. ટ્રમ્પ સરકાર સામે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ આવી રહી છે અને જો ડીઝલના ભાવ નહીં ઘટે તો ટ્રમ્પ ચૂંટણી હારી શકે છે. અંબાણીની જામનગર રિફાઇનરી પાસે એટલી કેપેસિટી છે કે અમેરિકાને બહુ જ મોટાપાયે ડીઝલ સપ્લાય કરીને ટ્રમ્પની લાજ બચાવી શકે. બીજો પોઈન્ટ છે રશિયા અને વેનેઝએલા કનેક્શન. અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો મૂક્યા હતા. પણ ભારત રશિયા પાસેથી સસ્તું ક્રુડ ઓઇલ ખરીદે છે અને જામનગરમાં રિફાઇન કરીને આખી દુનિયામાં વહેંચે છે. હમણાં જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરીફમાંથી રાહત આપી છે સાથે જ રિલાયન્સ કંપનીને વેનેઝુએલાના ક્રૂડ ઓઇલની પણ દુનિયામાં સેકન્ડ લાર્જેસ્ટ બાયર એટલે કે ખરીદદાર છે. રૂબીઓ અહીંયા આવીને આ આખી ઓઇલ સપ્લાય ચેનને પોતાના કંટ્રોલમાં સેટ કરવા માંગે છે એવી ચર્ચાઓ છે. અને ત્રીજો અને સૌથી મોટો આર્થિક મુદ્દો એ છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસમાં બ્રાઉન્સ વિલેમાં એક વિશાળ નવી રિફાઇનરી સ્થાપવા માટે કરોડો ડોલરનું રોકાણ કરી રહી છે. છેલ્લા 50 વર્ષમાં અમેરિકાની ધરતી પર બનનારો આ પહેલો નવો રિફાઇનરી પ્રોજેક્ટ છે જેને રાષ્ટ્રપતિ ટ્રમ્પે અંદાજે 300 બિલિયન ડોલરની મેગા ડીલ તરીકે આવકારી હતી. આ પ્રોજેક્ટથી અમેરિકામાં હજારો નોકરીઓ સર્જાશે
. જો ટ્રમ્પ પ્રશાસન માટે એક બહુ જ મોટી આર્થિક અને રાજકીય જીત છે અને એટલે રૂબીઓ માટે દિલ્હી સ્કીપ કરે તો ચાલે પણ જામનગર જવું પડે કેમ કે અત્યારે રિલાયન્સ અને મુકેશ અંબાણી એમના મોટા [સંગીત] બિઝનેસ પાર્ટનર સાબિત થઈ રહ્યા છે. મુંબઈમાં શું થયું મુંબઈ અને વિદેશ મંત્રી એસ જયશંકરની જે મુલાકાતો થવાની છે એમાં શું ખેલ છે એ કેમ ચર્ચામાં છે તો મુંબઈમાં 20 ઓક્ટોબરે આપણા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર માર્કો રૂબીઓને મળવાના છે. રૂબીઓએ ભારત આવતા પહેલા જ મોટો સંકેત આપ્યો છે કે ભારત યુએસ ટ્રેડ ડીલ દ્વિપક્ષીય વેપાર કરાર એકદમ ફાઇનલ થવાની અણી પર છે. આ બેઠકમાં માત્ર ઓઇલ જ નહીં પણ ડિફેન્સ કોપરેશન ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેકનોલોજી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અને સેમીકન્ડક્ટરસ જેવા મહત્વના વિષયો પર મહોર વાગવાની છે. મુંબઈ ભારતનું ફાઇનાન્શિયલ કેપિટલ હોવાથી પશ્ચિમી દેશોના બિઝનેસ લીડર્સ અને ભારતના ટોચના ઉદ્યોગપતિઓની હાજરીમાં આ ડીલને આખરી ઓપ આપવો બંને દેશ માટે સમય બચાવનારો અને પ્રેક્ટિકલ મુવ છે. અને એટલે જે આપણને પ્રોટોકોલનો ભંગ દેખાય છે
એ એક્ચ્યુઅલમાં સરકારની ઇકોનોમિક ડિપ્લોમેસી હોઈ શકે છે. જ્યાં સરકારી ઔપચારિકતાઓ કરતાં બિઝનેસ અને દેશના આર્થિક ફાયદાને પહેલા રાખવામાં આવ્યો છે. અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ હોવા છતાય અત્યારે પોતાના દેશમાં મોંઘા ડીઝલ અને ઇકોનોમીની સમસ્યાથી જજુમી રહ્યો છે. આ સમસ્યાનો ઉકેલ દિલ્હીના કોઈ પોલિટિકલ ટેબલ પર નથી પણ જામનગરની રિફાઇનરી અને મુંબઈની ટ્રેડ ડીલ પાસે છે. એટલે અમેરિકાએ પોતાના સ્વાર્થ માટે જૂના સત્તાવાર પ્રોટોકોલને તોડીને સીધો બિઝનેસ એજન્ડા પકડ્યો છે. પહેલા એવું હતું કે બે દેશો વચ્ચેના સંબંધો રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન નક્કી કરતા પણ હવે ગ્લોબલ પાવર શિફ્ટ થઈ રહ્યો છે. એટલે કે પાવર નેતાઓ પાસેથી ખસીને મોટા કોર્પોરેટ હાઉસિસ તરફ જઈ રહ્યો છે. કારણ કે કોર્પોરેટસ પાસે એવા સંસાધનો છે જે આખા દેશની અર્થવ્યવસ્થા બદલી શકે છે. આ મુલાકાત સાબિત કરશે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હવે કોઈ કાયમી પ્રોટોકોલ નથી હોતા. જ્યાંથી દેશને સૌથી મોટો આર્થિક ફાયદો કે ઓઇલ મળતું હોય પાવર આપો આપ ત્યાં શિફ્ટ થઈ જાય છે અને આખી વાતનો સાર એ છે કે પોલિટિકલ પ્રોટોકોલ ચોક્કસ તૂટ્યો પણ હિસ્ટ્રીમાં પહેલીવાર દિલ્હીને બાયપાસ કરવામાં આવ્યું રાહુલ ગાંધીનો આક્ષેપ છે કે આ કોર્પોરેટ પ્રેશર છે જ્યારે સરકારનો પક્ષ છે કે આ બદલાતી દુનિયાની નવી બિઝનેસ ડિપ્લોમેસી છે. એલન મસ્કે પણ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે શું અંબાણી ભારતના અસલી બોસ છે બસ આ મુલાકાતે એ ચર્ચામાં ગી હોમવાનું કામ કર્યું છે. તમારો અભિપ્રાય શું કહી રહ્યો છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ [સંગીત] નમસ્કાર