Cli

પહેલા વિમાનનો સંપર્ક તૂટ્યો પછી અચાનક.…નાઇજીરિયાના મીલીટરી વિમાન સાથે થઈ ભ;યં!કર દુર્ઘટના,જાણીને કાળજું કંપી જશે.

Uncategorized

એક મિલિટરી પ્લેન ઉડી રહ્યું હતું અચાનક તેનું સિગ્નલ ગાયબ થયું પાયલટ સાથે રેડિયો પર સંપર્ક કરવાનો પ્રયાસ થયો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં અને થોડા સમય બાદ જે તસ્વીરો સામે આવી તેણે આખા નાઈઝેરિયાને હચમચાવી દીધું છે. 32 લોકોને લઈ જઈને રહેલું નાઈઝેરિયન એરફોર્સનું એટઆર 42 વિમાન ક્રેશ થયું અને વિમાનમાં સવાર તમામ 32 લોકોના જીવ ગયા છે.

પરંતુ સવાલ એ છે કે આખરે આ વિમાન સાથે એવું શું થયું કે ઉડાન દરમિયાન જ તેનો સંપર્ક તૂટી ગયો શું કોઈ ટેકનિકલ ખામી હતી શું હવામાનની કોઈ અસર હતી કે આખરે કેવી રીતે આ ક્રેશ થયું આ સમગ્ર ઘટનાની વાત કરીશું

દીપ રાવલ નાઈજેરિયામાં સોમવારે 5 ઓક્ટોબરના રોજ બનેલી આ દુર્ઘટના માત્ર એક મિલિટરી પ્લેન ક્રેશની નથી પરંતુ 32 પરિવારો માટે ક્યારેય ન ભૂલી શકાય એવી દુર્ઘટના છે. નાઈજેરિયાના ઓન્ડો રાજ્યમાં ઇગબોડા વિસ્તાર નજીક આ અકસ્માત થયો હતો. વિમાનમાં કુલ 32 લોકો સવાર હતા જેમાં 25 મુસાફરો અને સાત ક્રુ મેમ્બર્સ હતા. શરૂઆતમાં જ્યારે વિમાન સાથેનો સંપર્ક તૂટ્યો ત્યારે અધિકારીઓને પણ ખબર નહોતી કે વિમાનને શું થયું છે.

પરંતુ બાદમાં તેનો કાટમાળ મળી આવ્યો અને રાષ્ટ્રપતિ બોલા અહમદ ટીનુબુએ તમામ 32 લોકોના મોતની પુષ્ટિ કરી છે. હવે સૌથી પહેલા સમજીએ કે આ વિમાન ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતું. અધિકારીઓના જણાવવા પ્રમાણે નાઈઝેરિયન એરફોર્સનું આએટઆર 42 વિમાન બેનેની સિટીથી લાગોસ જઈ રહ્યું હતું અને આ એક રૂટીન મિલિટરી મિશન હતું. એટલે કે આ કોઈ પણ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ નહોતી પરંતુ નાઈઝેરિયન એરફોર્સની કામગીરી સાથે જોડાયેલું વિમાન હતું. એર ટ્રાફિક કંટ્રોલ સ્થાનિક સમય પ્રમાણે સવારે લગભગ 9 વાગે એટલે કે 9 વાગ 13 વાગ્યાની આસપાસ વિમાન સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો.

રેડિયો પર વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ થયો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં અને ત્યારબાદ વિમાનની શોધખોળ શરૂ કરવામાં આવી અને અંતે ઓન્ડો રાજ્યના ઇગબોકડા વિસ્તારમાં એક નેવલ બેઝ નજીક તેનો કાટમાળ મળી આવ્યો. આ વિસ્તાર સામાન્ય એરપોર્ટ જેવો ખુલ્લો વિસ્તાર નહતો કાટમાળ નદી અને ભેજવાળા કાદવવાળા વિસ્તારમાં મળ્યો હતો જેના કારણે રેસ્ક્યુ ટીમ માટે પણ પડકારો હતા સ્થાનિક લોકોએ અકસ્માત સમયે જોરદાર અવાજ સાંભળ્યો હોવાની વાત કરી હતી અને કાટમાળ ઉપરાંત કપડા અને શરીરના અવશેષો પણ જોવા મળ્યા હતા પરંતુ અકસ્માત કેવી રીતે થયો વિમાનમાં ટેકનિકલ ખામી હતી હવામાનની અસર હતી કે પાયલટને કોઈ મુશ્કેલી આવી હતી કે પછી બીજું કોઈ કારણ હતું તે અંગે હજુ કોઈ અંતિમ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. હવે વાત કરીએ આ વિમાનની અકસ્માતમાં સામેલ વિમાન એટઆર 42 કયા પ્રકારનું એરક્રાફ્ટ હતું .

તો અહીં એક મહત્વની વાત છે કે આને ઘણી જગ્યાએ જેટ કહેવામાં આવ્યું છે પરંતુ ટેકનિકલ રીતે એટઆર 42 જેટ નહીં પરંતુ ટર્બો પ્રોપ વિમાન છે એટલે તેમાં જેટ એન્જિનની જગ્યાએ પ્રોપેલર સાથે જોડાયેલા ટર્બાઇન એન્જિન હોય છે.એટઆર 42 પ્રકારના વિમાનનો ઉપયોગ સામાન્ય રીતે ટૂંકા અને મધ્યમ અંતરના રૂટ માટે થાય છે. જ્યારે નાઈઝેરિયન એરફોર્સ પોતાના એટઆર 42 નો ઉપયોગ માત્ર મુસાફરી માટે નહીં પરંતુ ઇન્ટેલિજન્સ સર્વેલન્સ અને નજર રાખવા માહિતી એકત્ર કરવા અને વિસ્તારની દેખરેખ માટે પણ કરે છે. આવા વિમાનમાં સર્વેલન્સ રડાર, ઓપ્ટિકલ સેન્સર અને કોમ્યુનિકેશન સિસ્ટમ જેવી સાધનો લગાવવામાં આવે છે. હવે સવાલ એ છે કે અકસ્માત બાદ તરત શું થયું? વિમાનનો સંપર્ક તૂટ્યા બાદ નાઈઝેરિયન એરફોર્સ અને સ્થાનિક તંત્રે સુર સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

કાટમાળ જ્યાં મળ્યો હતો તે વિસ્તાર નદી અને જળવાળા પ્રદેશની નજીક હોવાથી રેસ્ક્યુ ટીમને જમીન અને પાણી બંને તરફથી કામગીરી કરવી પડી આવી સ્થિતિમાં વિમાનનો કાટમાળ શોધવો પાણી કે કાદવમાંથી મૃતદેવો અને મહત્વના પુરાવા બહાર કાઢવા અને પછી ક્રેશના કારણની તપાસ કરવી સરળ નથી ખાસ કરીને જો વિમાનનો મોટો હિસ્સો પાણી કે કાદવમાં ફસાઈ ગયો હોય તો તપાસ કર્તાઓ માટે બ્લેક બોક્સ અથવા ફ્લાઈટ ડેટા જેવા સાથે જોડાયેલા પુરાવા શોધાવા પણ મુશ્કેલ બની જાય છે. રાષ્ટ્રપતિએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને નાઈઝેરિયન એરફોર્સના અકસ્માતના કારણની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સરકારનું કહેવું છે કે મૃત અધિકારીઓના નામ તેમના પરિવારજનોને જાણ કર્યા બાદ જાહેર કરવામાં આવશે અને હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલું મોટું મિલિટરી વિમાન આખરે ક્રેશ કેમનું થયું?

હાલમાં તો તેનો કોઈ સત્તાવાર જવાબ સામે આવ્યો નથી કારણ કે કોઈપણ મોટા એરક્રાફ્ટ અકસ્માતમાં માત્ર કાટમાર જોઈને કારણ નક્કી કરી શકાતું નથી. તપાસમાં ફ્લાઈટનો રૂટ હવામાન એન્જિન અને અન્ય ટેકનિકલ સિસ્ટમ પાયલટ અને ક્રુની કામગીરી એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો છેલ્લો સંપર્ક અને ક્રેશ પહેલા વિમાનમાં કોઈ સામાન્ય સ્થિતિ હતી કે નહીં આ બધી બાબતો તપાસવામાં આવે છે. આ અકસ્માતે નાઈઝેરિયાના મિલિટરી એવિએશન સુરક્ષા પર પણ ફરી સવાલ ઊભા કર્યા છે.

નાઈજેરિયામાં અગાઉ પણ ગંભીર એરક્રાફ્ટ અકસ્માતો જોઈ ચૂક્યું છે અને એટલે જ આ ઘટનાની તપાસ માત્ર એક વિમાન સાથે શું થયું એટલા પૂરતી નહીં રહે પરંતુ એરફોર્સના વિમાનોની મેન્ટેનન્સ ઓપરેશનલ સેફટી અને ભવિષ્યમાં આવી દુર્ઘટના કેવી રીતે અટકાવી શકાય એ મુદ્દાઓ પણ મહત્વના રહેશે. એટલે કે વિમાન ક્રેશ થવાના થોડા સમય પહેલા તેની અંદર શું બન્યું હતું અને રડાર પરથી ગાયબ થયા બાદ ખરેખર કઈ પરિસ્થિતિ સર્જાઈ હતી આ સવાલનો જવાબ તપાસ આગળ વધ્યા બાદ જ મળી શકે છે. અત્યારે નાઈઝેરિયાએ પોતાની એરફોર્સના 32 સભ્યોને ગુમાવ્યા છે અને દેશ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *