Cli

નવરાત્રિમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી! ક્યાં-ક્યાં પડી શકે છે માવઠું?

Uncategorized

દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે છે. આ તારીખોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળો આવી શકે છે.રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઇ ચૂકી છે, ત્યારે હવે કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 6થી 12 ઓક્ટોબરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે છે. આ તારીખોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળો આવી શકે છે. પરંતુ ટાઈફુન, ટાઇવાન અને નોલાની સંયુક્ત અસરના કારણે તેની અસર જાપાન તરફ થતાં તેના અવશેષો ભારતના પૂર્વીય ભાગોમાં થઈને બંગાળના ઉપસાગરમાં તારીખ 8 આસપાસ આવવાની શક્યતા રહેશે. જેના લીધે બંગાળનો ઉપસાગર સક્રિય થઈ શકે છે. તારીખ 11થી 20માં બંગાળનું ઉપસાગર શક્ય થવાની શક્યતા રહેશે અને તારીખ 17થી 20માં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબસાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે. આરસમાં તારીખ 14થી 18 આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જેના લીધે તારીખ 12 આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન તારીખ 12થી 14માં વાદળો આવી શકે છે, પવન રહી શકે છે અને ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે.તેમણે જણાવ્યું કે, તારીખ 17થી 20માં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ત્યાંનો માર્ગ દક્ષિણ પૂર્વીય તત્ત્વોના મધ્યભાગમાં થઈને તેની અસર મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે. આ ઉપરાંત અરબસાગરનો ભેજ પણ આવી શકે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આ ભેજ મર્જ થવાની શક્યતા રહેતા તારીખ 17થી 20 અને ખાસ કરીને છઠ્ઠાથી દસમા નોરતામાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુરતના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અમદાવાદ ગાંધીનગરનું પણ હવામાન પલટાવી શકે છે. ઉત્તર ગુજરાતનું પણ હવામાન પલટાવી શકે છે

પરંતુ જો આમાં અલનીનોની અસર ન પડે તો આ માસના અંત ભાગમાં બંગાળ ઉપસાગરમાં એક સાયકલોન આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીયા પ્રદેશોથી લઈને ગુજરાતના ભાગો સુધીમાં માવઠું થવાની શક્યતા રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *