હાલમાં ચંદન રાઠોડ અકાળે નિધન થયું. એક ગોઝારી ઘટનાએ સોશિયલ મીડિયાના સૌથી જાણીતા અને લોકપ્રિય ક્રીએટરને એમના વચ્ચેથી છીનવી લીધા .ચંદન સોશિયલ મીડિયા માં ગુજ્જુ લવ ગુરુના નામે જાણીતા હતા એ તો તમે જાણતા હશો પરંતુ તેઓ સોશિયલ મીડિયા પરથી કેટલી કમાણી કરતા અને તેમનું આ નામ કંઈ રીતે પડ્યું એ વિશે તમે જાણો છો?
ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડનું આ નામ તેમની અનોખી દેશી કોમેડી શૈલી અને પ્રેમ-સંબંધો પર રમુજી સલાહ આપતા વીડિયોને કારણે પડ્યું હતું
. શરૂઆતમાં જ્યારે તેઓએ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ મોટેભાગે યુવાનોને આકર્ષે તેવા પ્રેમ, બ્રેકઅપ અને સંબંધોના મુદ્દાઓ પર દેશી અંદાજમાં રમૂજી ટિપ્સ આપતા હતા. આ “લવ ગુરુ” વાળા કન્સેપ્ટ અને શુદ્ધ ગુજરાતી-બનાસકાંઠી બોલીના લીધે ચાહકો અને સોશિયલ મીડિયા પર તેઓ ‘Gujju Love Guru’ તરીકે ખૂબ ફેમસ થયા
પોડકાસ્ટમાં જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યો કે, તેઓના હાથમાં છોકરીના પ્રેમની રેખા જ નથી તો ગુજ્જુ લવ ગુરુ, ‘ગુજ્જુ લવ ગુરુ’ બનીને કેમ બેઠા છે? તો તેના પર ચંદન રાઠોડે રસપ્રદ જવાબ આપ્યો હતો. ચંદન રાઠોડે જવાબ આપતા કહ્યું હતું કે, “LOVE નથી તો, નામ અને લવને કંઈ લેવા દેવા નથી. ચંદન રાઠોડે સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો, પરંતુ તેના જવાબથી એટલી જાણકારી મળે છે, ગુજ્જુ લવ ગુરુ નામ રાખવા પાછળ તેનો કોઈ ખાસ ઉદ્દેશ્ય નથી.
હવે તેમની કમાણી વિશે વાત કરીએ તો અમુક સમય પહેલા તેમને પોતે આ વિશે ખુલાસો કર્યો હતો.પોડકાસ્ટમાં આપેલા ઇન્ટરવ્યુમાં ચંદન રાઠોડે પોતાની કમાણીને લઈને ખુલાસો કર્યો હતો. જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યો કે, સોશિયલ મીડિયા પરથી તેઓને કેટલી કમાણી થાય છે? તેના જવાબમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર થતી કમાણી ફિક્સ નથી હોતી, એક અંદાજિત આંકડા અનુસાર,
પહેલા જોશ, મોજ અને અન્ય એપ્લિકેશનના કરારમાંથી કમાણી થતી હતી, પણ અત્યારે ત્યાંથી કંઈ નથી આવતું. પરંતુ હાલ યુટ્યુબમાંથી આવક થાય છે, જેમાં કપાત થતાં થતાં અંદાજે 50,000થી 60,000 રૂપિયા સુધીની આવક થાય છે. આમ સોશિયલ મીડિયા પરથી એવરેજ 60 થી 70 હજાર રૂપિયા સુધીની કમાણી થાય છે.