Cli

ફિલ્મને પ્રમાણપત્ર આપતી સંસ્થામાં બોલિવૂડના આ દિગ્ગજો સહિત 18 જણાની પસંદગી!

Uncategorized

ફિલ્મને પ્રમાણપત્ર આપતી સંસ્થા કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડમાં નવી ટીમ હવે તે જે ફિલ્મોને પ્રમાણપત્ર જાહેર કરશે. આ માટે બોલિવૂડના જાણીતા કલાકારોની પસંદગી કરવામાં આવી છે. CBFCની નવી ટીમમાં પંકજ ત્રિપાઠી, સુનિલ શેટ્ટ અને પ્રીતિ ઝિન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવી ટીમમાં કુલ 18 સભ્યો છે. નવા સલાહકાર બોર્ડમાં ભારતીય સિનેમાના જાણીતા ચહેરા અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા શ્રેષ્ઠ વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ત્રણેય કલાકારો સિવાય રૂપા ગાંગુલી, પલ્લવી જોશી અને પ્રોસેનજીત ચેટર્જીનો પણ નવી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ફિલ્મનિર્માતા તરીકે પ્રિયદર્શન અને ગ્રેમી એવોર્ડ જીતનાર કંપોઝર રિકી કેજને પણ નવી ટીમમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટીમ અને તેના ચેરમેનઆ સિવાય મનોજ જોશી, વિનોદ અનુપમ, હંસરાજ હંસ, સુપ્રીયા યારલાગદ્દા, યતીન્દ્ર મિશ્રા, નીલ માધવ પંડા, નિશિગંધા વાડ, વામન કેન્દ્રે તથા રમેશ પતંગે જેવા ચર્ચિત ચહેરાનો નવી ટીમમાં સમાવેશ કરાયો છે. આ પહેલા 3જી મેના રોજ CBFCના ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે શશી શેખર વેમ્પતિને CBFCના નવા ચેરમેન તરીકે જવાબદારી સોંપી છે. સૂચના થતા પ્રસારણ મંત્રાલય તરફથી આનું એલાન કરવામાં આવ્યું હતું. એવં પણ જાણવા મળ્યું છે કે, શશી શેખર વેમ્પતિ CBFCના નવા ચેરમેન તરીકે આવતા નવી ટીમની રચના અપેક્ષિત મનાતી હતી.

આ નવા ચેરમેનનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. શશીએ પ્રસુન જોશીનું સ્થાન લીધું હતું. શશી ચેરમેન તરીકે આવ્યા એ પહેલા પ્રસાર ભારતી નેટવર્કના સીઈઓ તરીકે રહ્યા હતા. CBFC ભારતમાં બનતી ફિલ્મો સિનેમાઘરમાં રિલીઝ થાય એ પહેલા એની તપાસ કરે છે, જોવે છે અને પછી જે તે કેટેગરી અનુસાર સર્ટિફિકેટ આપે છે. CBFC સૂચના તથા પ્રસારણ મંત્રાલય અંતર્ગત સિનેમેટોગ્રાફી એક્ટ 1952 તથા લાગુ સર્ફિફિકેટના નિયમ, સરકારી ગાઈડલાઈન્સ અનુસાર કામ કરે છે.

માત્ર ફિલ્મને ગ્રીન સિગ્નલ આપવાની જવાબદારી નથીCBFC માત્ર એટલું જ નક્કી નથી કરતી કે ફિલ્મ રિલીઝ થશે કે નહીં થાય? પણ ફિલ્મના કોન્ટેટ, વિષય, વાર્તા, ડાલોગ્સ અને સિન પર અભ્યાસ કરીને એક સર્ટિફિકેટ જાહેર કરે છે. જુદી જુદી કેટેગરી પર બંધ બેસતી ફિલ્મને જે તે કેટેગરીનું સર્ટિફિકેટ મળે છે. પ્રસુન જોશીએ સેન્સર બોર્ડના ચીફ તરીકે 9 વર્ષ સુધી પોતાની સેવા આપી છે. હવે આ જવાબદારી શશી શેખર પાસે છે.

વર્ષ 2017માં પ્રસુન જોશીએ પહેલીવાર આ જવાબદારી સંભાળી હતી, એ પહેલા એ પદ પર પ્રહલાદ નિહ્લાની રહ્યા હતા. નવી ટીમમાં દરેક કલાકારે પોતાના ક્ષેત્રમાં એક માઈલસ્ટોન ઊભો કર્યો છે. દરેકે અભિનય અને ફિલ્મમેકિંગ ક્ષેત્રે અસાધારણ કહી શકાય એવી સિદ્ધિ હાંસલ કરી છે. હવે એમની આ શૈલીની નોંધ લઈને એમને નવી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *