Cli

44 ડિગ્રી તાપમાનમાં ઓગળ્યા રસ્તા, ભવિષ્યના સૌથી મોટા ખતરાનું અલાર્મ?

Uncategorized

એક સમય હતો જ્યારે દુનિયાભરના લોકો ઉનાળાની રજા માંડવા માટે યુરોપ જતા હતા. કારણ કે ત્યાનું વાતાવરણ ઠંડું, સુહામણું અને આરામદાય ગણાતું હતું. પણ આજે એ જ યુરોપના રસ્તા જે છે એ પીગળી રહ્યા છે જંગલો આગથી બળી રહ્યા છે રેલવેના પાટા એ ગરમીથી ફૂલી રહ્યા છે હજારો લોકો હોસ્પિટલમાં છે હજારો લોકોના મૃત્યુ થઈ ગયા છે સરકારે ત્યાના લોકોને બહાર નીકળવાની ના પાડી દીધી છે. પણ પ્રશ્ન એ છે કે શું આ માત્ર સામાન્ય હિટવેવ છે કે પછી દુનિયા એક એવા યુગમાં પ્રવેશી રહી છે

જ્યાં ત્યાં એવા વિસ્તારમાં 45 થી 50 ડિગ્રીનું તાપમાન એ સામાન્ય માની લેવાનું આજના વીડિયોમાં વિસ્તારથી વાત કરીશું કે યુરોપ કેમ પીગળી રહ્યું છે અને શું ભારત માટે પણ એક આ મોટું એલર્મ છે યુરોપમાં હાલમાં ઓમેગા બ્લોક્સ અને હિટ ડોમની અસરને કારણે તાપમાન 41 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે જે છેલ્લા કેટલાય દાયકાઓનો રેકોર્ડ તોડી રહ્યું છે. જૂનની શરૂઆતથી યુરોપના મોટા ભાગના દેશોમાં ખાસ કરીને ફ્રાન્સ, સ્પેઇન, યુકે, જર્મની, સ્વીટઝરલેન્ડ જેવા વિસ્તારો જેને ઠંડા માનવામાં આવે છે એનું તાપમાન ખૂબ ઊંચું જઈ રહ્યું છે. સ્પેન, ફ્રાન્સ, ઈટલી, પોર્ટુગલ, ગ્રીસ, જર્મન, બેલ્જિયમ, નેધરલેન્ડ અને બ્રિટનના કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 46ડિગ્રી સુધી પહોંચ્યું છે.

સ્પેનના કેટલાક વિસ્તારોમાં 46 ની પાર પણ તાપમાન પહોંચ્યું છે. છેલ્લા 10 દિવસમાં ફ્રાન્સના 35 વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચ્યું છે જેને રેડ હિટવેવ એલર્ટ જાહેર કર્યું છે. ફ્રાન્સમાં ભારે ગરમી અને લુના કારણે 1000 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જેમાં મોટા ભાગના 65 વર્ષથી વધુ ઉંમરના લોકો છે. સ્પેનમાં પણ ગરમીને કારણે 100 થી વધુ લોકોના જીવ ગયા છે. યુરોપ ભારત જેવો ઉષ્ણ કટિબંધ વિસ્તાર નથી. ભારતમાં એપ્રિલ મે મહિનામાં 45 ડિગ્રી તાપમાન સામાન્ય માનવામાં આવે છે પણ યુરોપમાં જૂન મહિનામાં ફ્રાન્સમાં સામાન્ય રીતના 22 થી 27ડિગ્રી તાપમાન હોય છે

જર્મનીમાં 20 થી 26ડિગ્રી હોય છે બ્રિટનમાં માત્ર 18 થી 24ડિગ્રી હોય છે જ્યારે સ્વીઝરલેન્ડમાં 17 થી 25ડિગ્રી એટલે જ યુરોપમાં મોટા ભાગના ઘરોમાં એસી પણ નથી હોતા ક્યારેક તેમને એની જરૂર જ નથી હોતી એટલે એસી પણ નથી શહેરના મકાન રસ્તા અને જેટલી પણ વ્યવસ્થાઓ છે એ આટલી ગરમી સહન કરવા માટે બનાવવામાં જ નથી આવી યુરોપમાં હાલ ભયાનક જે હિટવેવ છે એની પાછળના બે કારણો જે આપવામાં આવે છે એ છે ઓમેગા બ્લોક અને હિટ ડોમ ઓમેગા બ્લોક શું છે ઓમેગા બ્લોક એ વાતાવરણમાં બનતી એક ખાસ સ્થિતિ છે. ઉપરના વાતાવરણમાં જ્યારે ઉચ્ચ દબાણ મોટું એટલે ઊંચું દબાણ આવે છે. બીજી બાજુના નીચા દબાણ વચ્ચે ફસાઈ જાય છે ત્યારે તેનો આકાર એ ગ્રીક અક્ષર ઓમેગા જેવો દેખાય છે જેથી તેને ઓમેગા બ્લોક કહેવામાં આવે છે.

હિટડોમ એટલે ગરમીનું વિશાળ ઢાંકણ. એટલે તમે વિચારો કે ઉચ્ચ દબાણવાળી હવાની જે સિસ્ટમ છે એ જમીનની નજીકની ગરમ હવાને અને ત્યાંથી ઉપર જવા નથી દેતી અને એટલે જ સૂરજ આખો દિવસ જમીનને ગરમ રાખે છે પરંતુ ગરમ હવા બહાર નીકળી નથી શકતી અને હીટ ડોમ બની જાય છે. વર્લ્ડ મેટોલોજીકલ ઓર્ગેનાઇઝેશનસ જે છે એ બધી જ સંસ્થાઓ ચેતવણી આપી રહી છે કે જો ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ નહીં આવે તો ભવિષ્યમાં આવી હિટ વેવ એ સામાન્ય બની જશે. યુરોપની આ ઘટના માત્ર એ યુરોપની નથી સમગ્ર વિશ્વ માટે ચેતવણી છે આજે યુરોપમાં 46 ડિગ્રી છે કાલે એશિયા કદાચ પરમ દિવસ ભારત સુધી પણ આ ક્લાઈમેટ ચેન્જની અસરો આપણને દેખાવાની શરૂ થઈ શકે છે. યુરોપ જેમ ગરમી માટે તૈયાર નથી શું ભારત એ ભયંકર ઠંડી માટે તૈયાર છે?

કાલ જતાં આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ અને હીમ વર્ષા શરૂ થઈ જાય બરફના તુફાન આવી જાય તો શું આપણે એના માટે તૈયાર છીએ? પ્રશ્ન ના છે. કારણ કે વિસ્તારો જે છે એ એ તૈયાર જ નથી આવા તાપમાન માટે આજે કેટલું તાપમાન છે વાતાવરણ કેટલું છે એ પ્રશ્ન મોટો નથી પણ કાલે શું થવાનું છે બદલાતા વાતાવરણ ક્લાઈમેટ ચેન્જના કારણે જે થઈ રહ્યું છે એ અસહ્ય છે અને યુરોપના લોકો રસ્તા અને બધું જ જે પીગળી રહ્યું છે એ જોતા ડરામણું લાગે છે વિચાર કરો એક ખંડ જે ઠંડક માટે ઓળખાતો હતો આજે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યો છે આ માત્ર એક સમાચાર નથી પણ આ ભવિષ્યનું અલામ છે જો આજે પણ દુનિયા ક્લાઈમેટ ચેન્જને ગંભીરતાથી નહીં લે તો આગળની પેઢી જે છે ઉનાળા જ નહીં પરંતુ તમામ ઋતુમાં એ પોતાનો જીવ બચાવવાની લડાઈ લડતો હશે સવાલ એ છે કે શું આપણે હવે જાગીશું કે પછી આગામી ઘટનાઓની રાહ જોઈશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *