Cli

અમિત શાહએ લોન્ચ કરી ભારત ટેક્સી! શું હવે ઓલા ઉબરની છુટ્ટી થઈ જશે?

Uncategorized

તમે ને હું ઓલા ને ઉબેર આવી એપ્લિકેશન વાપરતા જ હશું અને આ વાપર્યા પછી આપણે ઘણી બધી વાર કમ્પ્લેન પણ કરીએ છીએ કે યાર ભાડું બહુ વધારે હોય છે અમુક વિસ્તારોમાં ખૂબ વધારે ભાડું છે અમુક વિસ્તારોમાં કેમ આવી રીતના ભાડું લેવામાં આવે છે આટલી દાદાગીરી કેમ છે આ બધા જ પ્રશ્નો સામાન્ય લોકો કરતા હોય છે એ બધાની વચ્ચે હવે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહએ ગાંધીનગરથી દેશની પહેલી સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી જે છે એને લોન્ચ કરી દીધી છે અને આજે અમિત શાહએ એ ભારત ટેક્સીમાં બેસી અને પછી મુસાફરી માટે પણ નીકળ્યા હતા.

આ કોઈ સામાન્ય એપ નથી પણ સારથી માલિકના કોન્સેપ્ટ સાથે શરૂ કરાયેલા સહકારી આંદોલન જેવી વાત છે. અમિત શાહએ કહ્યું કે અત્યાર સુધી ખાનગી કંપનીઓ ડ્રાઇવરોનું શોષણ કરતી હતી. ભારત ટેક્સીમાં જોડાનાર લાખો ડ્રાઇવર પોતે જ માલિક છે. આ એક ઝીરો કમિશન મોડેલ જે છે એ ડ્રાઇવર એટલે કે જે સારથી છે એને ખૂબ મદદરૂપ થશે અને ડ્રાઇવરના ખાતામાં સીધા પૈસા પણ આવશે. ગુજરાતના 14 મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આ બધી જ જગ્યાએ આ સેવા શરૂ થવાની છે આગામી એક મહિનામાં આખા ગુજરાતમાં ભારત ટેક્સી દોડતી થઈ જવાની છે. આમાં બાઈક, રીિક્ષા અને ત્રણ અલગ અલગ ઓપ્શન પણ આવવાના છે

ગ્રાહકો માટે કોઈ અલગ એક્સટ્રા ચાર્જીસ પણ નથી એ વાત પણ કરવામાં આવી છે તો પહેલા આજે લોન્ચ દરમિયાન અમિત શાહએ ખાનગી કંપનીઓ માટે જે કહ્યું ભારત ટેક્સી માટે જે કહ્યું તે સાંભળો. અભી આજ કુછ લોગો કે ફોન આયે કુછ અખબાર મે છપ ગયા કે ભારત ટેક્સી કે દામ જ્યાદા હૈ મેં દેશભર કે ગ્રાહકો કો કહેના ચાહતા હું કી જહાં જહાં ભારત ટેક્સી જા રહી હૈ સ્પર્ધક કંપનીયા નુકસાન કર અપને દામ કો થોડા કમ કર દે રહીહ મગર કબ તક કમ કરેગી ભાઈ એક સાલ દો સાલ બાદમે ઉનકો ભી પૂછને વાલે આયેંગે ના ભારત ટેક્સી થકેગી ના ભારત ટેક્સી ભાગેગી હમ મેદાન મે રહેકર સેવા કે ઓર સહકાર કે માધ્યમ સે સબકે સાથ સ્પર્ધા કરેંગે હમારી સ્પર્ધામે કિસી કા નુકસાન કરાને કા ઉદ્દેશ નહી એ જો દામ ઘટાને કા ઓર સારથીઓ કો કુછ જ્યાદા કમિશન દેને કા પેટરન બના હે વો ભારત ટેક્સી કી એન્ટ્રી રોકને કે લિયે હે વો ઇસલિયે રોકના ચાહતે હૈ

કી ભારત ટેક્સી ચલી જાય બાદમે મનમાની કી જાય મગર મે આજ ઇસ મંચ સે ઉનકો બતાના ચાહતા હું કી આપકી ઈચ્છા બર નહિ આને વાલી ના ભારત ટેક્સી થકેગી ના મેદાન છોડ કર ભાગેગી હમ ડટે રહેંગે સેવા કે સંકલ્પ કે સાથ ડટે રહેંગે ઓર મિત્રો એ જો અફવાએ ફેલા રહે હૈ ઉનકા જવાબ હમારી કોઓપરેટિવ ભાવનામે સાતત્યપૂર્ણ શ્રદ્ધા કા અમુલ અને ઇફકો જેવી આઠ મોટી સહકારી સંસ્થાઓ આના સપોર્ટમાં છે અને ભારત ટેક્સી આગામી બે વર્ષમાં દેશના 500 જેટલા શહેરોમાં પહોંચશે એવી વાત કરવામાં આવી છે અમિત શાહએ ડ્રાઇવરોને ભરોસો આપ્યો છે કે પ્રાઇવેટ કંપનીઓ ભલે ગમે તેટલી કિંમતો ઘટાડે આ સેવાનું ભવિષ્ય ઉજવળ છે. તમને શું લાગે છે ભારત ટેક્સી એ ઓલા ઉબેર કે પછી બીજી કોઈપણ આ પ્રકારની એપ્લિકેશનના ટક્કરમાં આવી શકશે કમેન્ટમાં જરૂર જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *