પત્નીઓની અદલાબદલી એ પણ ખુલ્લે આમ જાહેર પ્લેટફોર્મના માધ્યમથી અને એ પણ ગુજરાતમાં સાંભળીને તમને થોડોક ઝટકો લાગશે પરંતુ મારી તમારી આસપાસ આ સામાજિક દૂષણ ફેલાઈ રહ્યું છે અને તેનો પડદાફાસ પણ થઈ ગયો છે કેવી રીતના પત્નીઓની અદલાબદલીનું નેટવર્ક ચાલી રહ્યું છે કેવી રીતના લોકો એકબીજાના સંપર્કમાં આવે છે જાણીશું આજના ડેલી ડોઝમાં [સંગીત] [સંગીત] લગ્ન વિશ્વાસ પ્રેમ અને સમર્પણનો સંબંધ પરંતુ આ સંબંધને કેટલાક લોકો પોતાની વિકૃત માનસિકતા અને પૈસાની લાલચ માટે ઉપયોગમાં લેવા માંડે ત્યારે તે સમાજ [સંગીત] માટે જોખમી બને છે. સુરતમાં તાજેતરમાં જ ગુજરાતભરને હચ મચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની મહિલાના સુરતના યુવક સાથે લગ્ન [સંગીત] થયા હતા પરંતુ લગ્નના માત્ર ત્રણ મહિનામાં જ યુવતીને તેના પતિ દ્વારા પાર્ટનર સ્વેપિંગમાં જોડાવવા [સંગીત] માટે દબાણ કરવામાં આવ્યું યુવતીના આરોપ મુજબ તેના પતિએ પૈસાની લાલચ માટે
આ પ્રકારની પ્રવૃત્તિમાં [સંગીત] જોડાવવા માટે દબાણ કર્યું આ ઘટના કેવી રીતના બની તેને પણ યુવતીએ વાત કરી કે શરૂઆતમાં ફેસબુક ના માધ્યમથી એકબીજાના પરિચયમાં લોકો આવે છે ત્યારબાદ કેઝ્યુલ મીટિંગ રાખવામાં આવે છે અને આ મીટિંગ એ યોગ્ય રહેતા ત્યારબાદ હોટલનો રૂમ બુક કરવામાં આવે છે અને શરૂ થાય છે પાર્ટનર સ્વેપિંગનો ખેલ યુવતીએ તેના પતિની માંગનો વિરોધ કર્યો અને હિંમતપૂર્વક પોલીસમાં ફરિયાદ નોંધાવી મારા લગ્નના ત્રણ મહિના જ પછી મારા પતિએ મને આ વસ્તુ બાબતથી મને આઈડી બતાવીને કહ્યું હતું કે આવી રીતે હોય છે જેમાં એન્જોયમેન્ટ પણ કરી શકે છે અને પૈસા પણ મળી શકે છે તો એકવાર તું આમાં ઇન્વોલ્વ થાય એમ આમાં કોણ કોણ લોકો જોડાયેલો હાઈ પ્રોફાઇલ બિલ્ડરો હોય લોકો હોય સામાન્ય મધ્યમ વર્ગના ક્યાં ક્યાં લોકો જોડાયેલા હોય આમાં કોઈ એ પર્ટીક્યુલર એવો કોઈ વર્ગ છે જ નહીં બધા જ છે જે નાનાથી લઈને મોટા સુધી બધા જ કપલો જોડાયેલા છે. જેમને પૈસાની તકલીફ રહી છે ફાઇનાન્શિયલ કન્ડિશન જેમની સારી નથી હોતી એ લોકો પણ જોડાયેલા છે અને જે પૈસાવાળા છે એ લોકો પણ જોડાયેલા છે પૈસાવાળા જે નથી એ પૈસાના માટે જોડાયેલા છે
અને જેની પાસે પૈસા છે એ લોકો એના એન્જોયમેન્ટ માટે જોડાયેલા છે. શું કહીને લઈ જતા હતા કઈ જગ્યાએ જતા હતા બધું હું ક્યાંય ગઈ નથી પણ મને જસ્ટ એવી રીતે કહેવામાં આવ્યું હતું કે આવી રીતે મળતા હોય છે જે લોકો ફેસબુક ઉપર અકાઉન્ટ બનાવે છે અને એ લોકો આઈડી ઉપર વિડીયો કોલમાં પહેલા વાતચીત કરે છે પછી કન્ફર્મ કરે છે રિયલ કપલ છે કે નહીં અને એના પછી એ લોકો કેઝ્યુઅલ મીટિંગ કરીને મળતા હોય છે એના પછી પાછું નક્કી કરે છે કે કયા આ પ્લેસ ઉપર જાવું પછી લોકો હોટલમાં રૂમ બુક કરે છે
અને મળે છે. માત્ર પતિ પત્ની આમાં જોડાયેલા છે તેવું નથી કેટલાક બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ પણ આવી પ્રવૃત્તિમાં સામેલ હોવાના દાવા થઈ રહ્યા છે મે 2023 માં કેરલમાં પણ આવી ઘટના બની હતી એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ તેના પતિ દ્વારા તેની હત્યા કરી નાખવામાં આવી પોલીસ તપાસમાં એક મોટા કપલ સ્વેપિંગ નેટવર્કનો પર્દાફાસ થયો હતો જેમાં સેંકડો સભ્યો સામેલ હતા યુરોપિયન દેશોમાં [સંગીત] ખાસ કરીને યુકેમાં કપલ સ્વેપિંગની ઘટનામાં ખૂબ વધારો થઈ રહ્યો છે સ્વિંગિંગ એપ્લિકેશન મારફતે 30 વર્ષથી [સંગીત] ઓછી ઉંમરના યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં આવા પ્લેટફોર્મ પર જોડાઈ રહ્યા છે સવાલ એ છે કે ભારતમાં કપલ સ્વેપિંગ જેવી ઘટનાઓ કેમ વધી રહી છે તો સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ સૌથી વધુ જવાબદાર છે
Facebookટેલિગ્રામ WhatsApp અને અન્ય પ્લેટફોર્મ પર પ્રાઇવેટ ગ્રુપ્સ દ્વારા લોકો એકબીજાના સંપર્કમાં આવે છે. જેના કારણે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. કેટલાક લોકો આર્થિક લાભ માટે અથવા લક્ઝરી લાઈફ જીવવા માટે આવી પ્રવૃત્તિઓ તરફ આકર્ષાય છે જેના કારણે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે ટકરાવ થાય છે. જ્યારે મેરીડ કપલ વચ્ચે એકબીજા પર વિશ્વાસ નબળો પડે ત્યારે નવા રોમાંચ અથવા અનુભવોની શોધમાં આવી પ્રવૃત્તિઓ તરફ લોકો વળે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલાક અશ્લીલ કન્ટેન્ટ લોકોના વિચાર અને વર્તણ પર મોટી અસર કરી શકે છે. ભારત જેવા દેશમાં જ્યાં લગ્ન અને પારિવારિક મૂલ્યોનું મહત્વ રહેલું છે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી એક મોટો વિવાદ સાધી શકે છે. કોઈપણ વ્યક્તિને તેની મરજી વિરુદ્ધ કોઈ પ્રકારની પ્રવૃત્તિ માટે દબાણ કરવું કે પછી તે પ્રવૃત્તિમાં ધકેલવું એ કાયદાકીય ગુનો બને છે આ મામલે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજીટલ જોતા રહો ધન્યવાદ