Cli

પત્નીને એકલી મૂકી વિદેશ કમાવવા ગયેલ પતિ જ્યારે 2 વર્ષે આવ્યો ત્યારે જે થયું…

Uncategorized

મિત્રો અત્યારના આધુનિક સમયમાં પૈસો લોકો પાસે શું શું નથી કરાવતો પૈસા કમાવવા લોકો દિવસ અને રાત મહેનત કરે છે ગામડામાં રહેતો માણસ શહેરમાં પૈસા કમાવવા જાય છે અને શહેરમાં રહેતો માણસ વિદેશમાં પૈસા કમાવવા જાય છે ત્યારે હું તમને આજે એક એવી જ કહાની કહેવા જઈ રહ્યો છું જેમાં એક પતિ પોતાની પત્નીને સુરત શહેરમાં એકલી મૂકીને વિદેશમાં પૈસા કમાવવા જાય છે અને પછી એ પત્ની સાથે કઈક એવીઘ ઘટના બને છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય આવી ઘટના તમે કદાચ ક્યારે પણ નહીં સાંભળી હોય તો વધારે વાત ના કરતા ચાલો આ ઘટનાની શરૂઆત કરીએ મિત્રો આ કહાની છે ગુજરાતનું હૃદય કહેવાતા સુરત શહેરની સુરત એટલે કે સપનાઓનું શહેર જ્યાં રોજ હજારો લોકો પોતાની આંખોમાં અઢળક સપનાઓ લઈને આવે છે આજ શહેરમાં એક નાનકડા ભાડાના મકાનમાં રહેતું હતું એક નાનું અને સુખી કુટુંબ માધવ અને રાધા માધવ એક ડાયમંડ કંપનીમાં સામાન્ય નોકરી કરતો હતો પગાર એટલો જ હતો કે ઘરનું ભાડું ભરાય કરિયાણું આવે અને માંડ માંડ બે છેડા ભેગા થાય પણ એ નાનકડા ઘરમાં પ્રેમ અઢળક હતો રાધા એક સંસ્કારી શાંત અને માધવના દરેક સુખ દુઃખમાં સાથ આપનારી પત્ની હતી તેમનો એક પાંચ વર્ષનો દીકરો હતો જેમનું નામ હતું આરવ મધુ આખો દિવસ કારખાનામાં કામ કરે પરસેવો પાડે પણ સાંજે જ્યારે ઘરે આવે અને આરવ દોડીને એને વળગી પડે અને રાધા એના હાથમાં પાણીનો ગ્લાસ આપે ત્યારે માધવ પોતાનો આખો દિવસનો થાક જાણે ભૂલી જતો હતો જિંદગી બહુ જ સુંદર ચાલી રહી હતી પણ કહેવાય છે ને મિત્રો કે સમય હંમેશા એકસરખો નથી રહેતો આરો મોટો થઈ રહ્યો હતો એને સારી સ્કૂલમાં ભણાવવો હતો મોઘવારી પણ વધી રહી હતી માધવના મનમાં એક જ ચિંતા કોરી ખાતી હતી જો હું આખી જિંદગી આટલા જ પગારમાં કામ કરીશ તો મારા દીકરાનું ભવિષ્ય કેવી રીતે બનાવીશ અને મારી પત્નીને એક સારું ઘર ક્યારે આપી શકીશ એ જ દિવસોમાં માધવના એક મિત્રે તેને સલાહ આપી માધવ તું સુરતમાં કસાઈ જઈશ તોય મોટું ઘર નહીં બનાવી શકે મારી ઓળખાણ છે તું વિદેશ અમેરિકા જતો રહે ત્યાં ડાયમંડમાં બિઝનેસમાં બહુ સારી કમાણી છે બસ ત્રણ ચાર વર્ષ મહેનત કરીશ ને તો તારી આખી જિંદગી સુધરી જશે તારા પરિવારના બધા સપના પૂરા થઈ જશે જ્યારે માધવે ઘરે આવીને રાધાને વાત કરી ત્યારે રાધાનું દિલ જાણે ધપકારો ચૂકી ગયું એણે માધવનો હાથ પકડી લીધો અને આંખોમાં આંસુ સાથે બોલી ઉઠી ના માધવ મારે બંગલા નથી જોઈતા મારે ગાડીઓ નથી જોઈતી

આપણી આ રૂખી સુખી રોટલીમાં પણ બહુ હું સુખી છીએ તમે નજર સામે હશો તો મને દુનિયાનું બધું જ સુખ મળશે પ્લીઝ મને મૂકીને ક્યાંય ન જાવ પણ માધવ પુરુષ હતો એના પર પરિવારની જવાબદારીનું ભૂત સવાર હતો એણે રાધાને સમજાવી તેના આંસુ લૂછ્યા અને કહ્યું રાધા તું ચિંતા ના કર આ માત્ર ત્રણ ચાર વર્ષની તો વાત છે હું ત્યાં જઈશ ખૂબ પૈસા કમાઈશ આપણું પોતાનું ઘર કરીશ અને આરવને મોટામાં મોટી સ્કૂલમાં ભણાવીશ તું બસ થોડો સમય મે હિંમત રાખ આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે માધવની ફ્લાઈટ હતી સુરત રેલવે સ્ટેશનથી જ્યારે મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યો ત્યારનું એ દ્રશ્ય મિત્રો હૃદય ચીરી નાખે તેવું હતું પાંચ વર્ષનો આરો પિતાનો હાથ પકડીને પૂછતો હતો પપ્પા તમે ક્યારે આવશો મારા માટે રમકડા લાવશો ને અને રાધા એ તો જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ હતી એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પણ પતિ તી કમજોર ન પડી જાય એટલે એણે હોઠ પર જબરદસ્તીનું સ્મિત રાખ્યું હતું માધવ ગયો અને એની સાથે જ એ ઘરની રોણક પણ જાણે ચાલી ગઈ હવે શરૂ થઈ રાધાની અગ્નિ પરીક્ષા શરૂઆતના થોડા મહિના બહુ સારા રહ્યા માધવ ત્યાં પહોંચી ગયો એણે કામ શરૂ કરી દીધું દરરોજ સાંજે ફોન આવે કલાકો સુધી વાતો થાય માધવ દર મહિને સારા એવા પૈસા પણ મોકલવા લાગ્યો આસપાસના લોકો સોસાયટીના માણસો રાધાને જોઈને કહેતા વાહ રાધા તારું ભાગ્ય ખુલી ગયું તારો વર તો વિદેશમાં લાખો રૂપિયા કમાય છે હવે તો તું જલસા કર પણ મિત્રો એ લોકોને ક્યાં ખબર હતી કે સોનાના પાંજરામાં પુરાયેલા પક્ષીને ગમે તેટલું સારું ચરણ નાખો તો એને આઝાદીનું સુખ નથી મળતું રાધા પાસે હવે પૈસા હતા પણ એ પૈસા વહેચવા માટે એ સુખ માણવા માટે એનો પતિ એની સાથે ન હતો દરરોજ રાત્રે જ્યારે આરવ સુઈ જતો ત્યારે રાધા માધવના ફોટાને છાતી સરપોચ આપીને આખી રાત રડતી રહેતી એના માટે એક એક દિવસ એક એક વર્ષ જેવું લાંબુ લાગતું હતું દિવસો અઠવાડિયા અને મહિનાઓ પસાર થતા ગયા રાધા સવારે વહેલી ઉઠતી આરવને સ્કૂલે મોકલતી ઘરનું બધું કામ પતાવતી પણ આખો દિવસ એનું મન માધવના વિચારોમાં જ અટવાયેલું રહેતું સોસાયટીમાં જ્યારે કોઈ તહેવાર આવતો દિવાળી કે નવરાત્રી આવતી ત્યારે આખું સુરત શહેર રોશનીથી જાણે ચળહળી ઉડતું લોકો પોતાના પરિવાર સાથે નવા કપડા પહેરીને ફરવા નીકળતા પણ રાધા પોતાના ઘરની બારી પાસે ઊભી રહીને બસે ખુશીઓને જોયા જ કરતી એના મનમાં એક જ સવાલ થતો કે આ પૈસાની શું કિંમત જે મારા તહેવારોની ખુશી છીનવી લે બે વર્ષ વીતી ગયા માધવે મોકલેલા પૈસાથી રાધાએ ઘરનું ગુજરાન બહુ કરકસરથી ચલાવ્યું અને બાકીના બધા જ પૈસા બેંકમાં સાંચવીને રાખ્યા જેથી માધવ જ્યારે પાછો આવે ત્યારે પોતાનો નવો ધંધો શરૂ કરી શકે પણ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા ધીમે ધીમે માધવના ફોન આવવાના ઓછા થઈ ગયા હતા પહેલા જે માણસ રોજ ફોન કરતો દિવસમાં બે વાર વાતો કરતો હવે બે અઠવાડિયામાં એકાદ વાર ફોન કરતો થઈ ગયો હતો

અને જ્યારે ફોન આવે ત્યારે પણ બહુ ટૂંકી વાત કરે રાધા હું મજામાં છું આરવનું ધ્યાન રાખજે પૈસા મોકલી દીધા છે એટલું કહીને સીધો ફોન મૂકી દેતો રાધા પૂછતી માધવ તમે કેમ આટલા બદલાઈ ગયા છો કેમ સરખી વાત નથી કરતા તમારી તબિયત તો સારી છે ને તમે ક્યારે પાછા આવવાનો છો હવે તો બે વર્ષ થઈ ગયા પ્લીઝ પાછા આવી જાવ તો માધવ સામેથી ગુસ્સે થઈ જતો અને કહેતો રાધા હું અહીં કઈ ફરવા નથી આવ્યો રાત દિવસ કામ કરું છું મારી પાસે આવી નકા કામી અને નવરી વાતો કરવાનો સમય નથી તને પૈસા મળી જાય છે ને બસ તો પછી શાંતિ રાખને રાધાનું દિલ તૂટી જતું એ સ્તબ્ધ થઈ જતી કે જે માધવ એના એક નાના અમથા આંસુથી પીગળી જતો હતો એ આજે એના રડવાનો અવાજ સાંભળીને પણ ફોન કાપી નાખે છે એ વિચારતી કે શું પૈસાએ મારા માધવને આટલો બગાડી નાખ્યો છે બદલી નાખ્યો છે શું વિદેશની ચમક દમક એના દિલમાં રાધાના પ્રેમને પૂસી નાખી સોસાયટીની સ્ત્રીઓ પણ હવે રાધાની પીઠ પાછળ અવનવી વાતો કરવા લાગી હતી કોઈ કહેતું જોયું ને વિદેશ ગયેલા પુરુષો ત્યાં જઈને બદલાય જ જાય છે ત્યાં મોટી ગાડીઓ અને મોર્ડરન જિંદગી જોઈને એમને ગામડા કે નાના શહેરની પત્નીઓ નથી ગમતી કદાચ એણે ત્યાં બીજી કોઈ દુનિયા પણ વસાવી લીધી હશે આ બધી કડવી વાતો રાધાના કાનમાં શીસાની જેમ ઓઘળતી હતી એનું હદ જાણે ચિરાઈ જતું હતું પણ એને પોતાના માધવ પર પોતાના સાત ફેરાના વચનો પર પૂરો ભરોસો હતો એ રાત દિવસ બસ ભગવાન આગળ દીવો કરીને એક જ પ્રાર્થના કરતી હે ઈશ્વર મારા માધવને સહી સલામત રાખજો અને એમને જલ્દી મારી પાસે પાછા મોકલી દેજો એક દિવસ એવો આવ્યો જેણે રાધાની જિંદગી હંમેશા માટે બદલી નાખી બપોરનો સમય હતો રાધા રસોડામાં કામ કરી રહી હતી અને આરવ બાજુના રૂમમાં ભણી રહ્યો હતો હતો અચાનક ઘરના દરવાજા પર જોરથી ટકોરા પડ્યા રાધાના મનમાં એક અજાણીયો ફાળકો પડ્યો એણે જઈને દરવાજો ખોલ્યો તો સામે માધવનો એ જ મિત્ર ઊભો હતો જેણે માધવને વિદેશ મોકલવા માટે બધી ગોઠવણી કરી આપી હતી પણ આજે એના ચહેરા પર કોઈ ખુશી ન હતી એની આંખો લાલ ઘૂમ હતી જાણે ઘણું બધું રડ્યો હોય એનો ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો રાધાએ ગભરાતા અવાજે પૂછ્યું શુ ભાઈ તમે અચાનક આમ કોઈ સમાચાર છે માધવના એ છેલ્લા 20 25 દિવસથી મારો ફોન પણ નથી ઉપાડી રહ્યો હું બહુ ચિંતામાં છું પ્લીઝ કહો એ મજામાં તો છે ને એ મિત્ર કશું જ બોલ્યા વગર રૂમની અંદર આવ્યો સોફા પર બેઠો અને એણે ધ્રુજતા હાથે પોતાનું માથું પકડી લીધું એની આંખોમાંથી દળ દળ આંસુ નીકળી પડ્યા એણે ધ્રુજતા અને ભારે અવાજે કહ્યું ભાભી મને માફ કરી દો મેં માધવને અમેરિકા મોકલીને તમારા હસતા રમતા પરિવાર પર બહુ મોટો જુલમ કર્યો છે હું ગુનેગાર છું તમારો રાધાના હાથમાં રહેલો પાણીનો ગ્લાસ જમીન પર પડી ગયો અને આખા ઘરમાં કાંચના ટુકડા વિખેરાઈ ગયા એનું આખું શરીર ધ્રુજવા લાગી ગયું એ માધવના મિત્રની સામે ઘૂટણીએ બેસી ગઈ અને બોલી ઉઠી ભાઈ તમે મને ડરાવો છો શું કામ શું થયું છે મારા મારા માધવને પ્લીઝ મને સાચું કહો અને માધવના મિત્રએ જે વાત કહી એ સાંભળીને રાધાના પગ નીચેથી જાણે ધરતી જ સરકી ગઈ એના કાનમાં બે શબ્દો હોથોડાની જેમ વાગવા લાગ્યા

અને મિત્રો હવે આ ઘટનામાં આગળ જે બનવાનું હતું એની કોઈએ પણ સપનામાં કલ્પના નહીં કરી હોય તો મિત્રો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વીડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે આપણી ચેનલ સાથે જોડાયેલા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે મયુરભાઈ રાઠોડ મુંબઈ મુલૂણથી સ્નેહાબેન પટેલ સ્વાતિબેન ઓઝા રચનાબેન મોરી ફરંગટાથી ગોરડ અશોકભાઈ રિંકુબેન તેજપુરા પોપટભાઈ રાઠોડ વિપુલભાઈ કુકડિયા અશોકભાઈ ઠાકોર રાજકોટથી નીતાબેન માવાણી મુંબઈથી મનીષાબેન પટેલ થરાતથી નવીનભાઈ રામાનંદી અજીતભાઈ સોલંકી પટેલ લલિતાબેન સુનિલભાઈ ઝાલા લતાબેન સાધુ નીિલેશભાઈ છાપાણી ઘનશ્યામભાઈ હીરપરા દુબળાભાઈ દેવાઢા પ્રવીણભાઈ કારિયા બારિયા મનજીભાઈ સુરેશભાઈ રાવલ સુનિલભાઈ રાવલ રક્ષાબેન ત્રિવેદી જામનગરથી રાજેશભાઈ ભરવાડ અમદાવાદ થીપંચ ચાર શીતલબેન મહેશભાઈ પટેલ જયશ્રીબેન કાબરિયા પુનીતભાઈ શાહ ગાંધીનગરથી અરુણાબા ઝાલા વિનોદભાઈ વણકર હીનાબેન નિમાવત શારદાબેન પટેલ આ સિવાય પણ ઘણા બધા મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે બધાના નામ લેવા શક્ય હોતા નથી મિત્રો દરેક મિત્રોનો મે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ બાકી રહેતા નામ આવતા એપિસોડમાં જરૂરથી ઉલ્લેખ કરીશું અને અહી નવા મિત્રોને ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા રા વીડિયોમાં કરાવી શકો છો તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ આપના ગામનું નામ જરૂરથી લખજો જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરાવી શકીએ અહીં મિત્રો ખાસ એ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હશે અને આપણા વીડિયોને લાઈક કરેલો હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ માધવના મિત્રએ કહ્યું ભાભી માધવ બદલાયો નથી એ તમને કે આરવને ભૂલ્યો નથી એ તમને આજે પણ દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરે છે પણ એક વર્ષ પહેલા ત્યાં ડાયમંડની ફેક્ટરીમાં કામ કરતી વખતે એક બહુ મોટી દુર્ઘટના ઘટી હતી એક વિશાળ અને ભારે મશીન અચાનક તૂટી પડ્યું અને માધવના બંને પગ પર આવીને પડ્યું એ અકસ્માત એટલો ભયાનક હતો કે ડોક્ટરો પાસે કોઈ રસ્તો ન હતો માધવે પોતાના બંને પગ હંમેશા માટે ગુમાવી દીધા છે ભાભી રાધા શ્વાસ લેવાનું ભૂલી ગઈ જાણે એની આંખો ફાટી ગઈ તે મિત્રએ આગળ કહ્યું એ વલચેર પર આવી ગયો છે ભાભી ફેક્ટરીના માલિકે એને થોડું વળતર પણ આપ્યું છે અને અપંગ સમજીને નોકરીમાંથી કાઢી મૂક્યો માધવ તમને આ વાત કહીને ડરાવવા કે દુઃખી કરવા નહોતો

માંગતો એણે મને પત્ર લખીને અને ફોન કરીને કસમ આપી હતી કે જો હું તમને આ વાત કહીશ તો એ પોતાનો જીવ આપી દેશે એ વીલચેર પર બેસીને પણ તૂટેલા શરીરે અને અસહ્ય દર્દ સાથે ત્યાં એક નાની ફેક્ટરીમાં કલાકો સુધી પેકિંગનું કામ કરતો રહ્યો જેથી એ પોતાનું પેટ કાપીને પણ તમને દર મહિને પૈસા મોકલી શકે ભાભી એણે કંપનીમાંથી મળેલા વળતરના બધા પૈસા પણ તમને મોકલી દીધા જેથી સુરતમાં તમે એક સારું ઘર ખરીદી શકો એ પોતાની જાતને અડધો મરી ગયેલો લાચાર પુરુષ સમજી બેઠો છે એને એમ છે કે જો એ સુરત પાછો આવશે તો આખો સમાજ એની મજાક ઉડાવશે લોકો તમારી સામે દયાની નજરે જોશે અને વલચેર પર બેસીને તમારા પર બોજ બની રહેશે એટલે ત્યાં નરકજીવી પીડા ભોગવી રહ્યો છે પણ અહીં પાછો આવવા તૈયાર નથી આ સાંભળતા જ રાધા જાણે પાગલ થઈ ગઈ એના મનમાં પતિ પ્રત્યે જે નાની મોટી શંકાઓ હતી જે ફરિયાદો હતી જે ગુસ્સો હતો એ બધો ક્ષણભરમાં પૂરના પાણીની જેમ વહી ગયો એની જગ્યાએ એક અસીમ અઘાત વેદના અને પશ્ચાતાપ છવાઈ ગયો તેના મન ઉપર એ જોર જોરથી દિવાલ સાથે માથું પછાડીને રડવા લાગી એણે ભગવાનની મૂર્તિ સામે જોઈને આક્રોશ સાથે કહ્યું હે ઠાકોરજી આતે કેવો અન્યાય જે માણસે અમારા સુખ માટે અમારા સપના પૂરા કરવા માટે પોતાના પગ ગુમાવી દીધા રાત દિવસ લોહીનું પાણી કર્યું એને એને હું નફરત કરી રહી હતી હું એને બદલાઈ ગયેલો સમજી રહી હતી પણ રાધા એ સંસ્કારી અને મજબૂત ભારતની નારી હતી જે પોતાના પતિ પર સંકટ આવે ત્યારે અડક ઢાલ બનીને ઊભી રહી જાય એણે તાત્કાલિક પોતાના આંસુ લૂછ્યા પોતાનો ચહેરો સાફ કર્યો અને એના અવાજમાં એક અદભુત દરઢતા આવી ગઈ એણે માધવના મિત્રને કહ્યું ભાઈ મને અત્યારે ને અત્યારે આજ સેકંડે માધવ સાથે વિડીયો કોલ પર વાત કરાવો હું કશું સાંભળવા નથી માંગતી. મિત્રએ ધ્રુજતા હાથે ફોન લગાવ્યો અને અમેરિકા વિડીયો કોલ છોડ્યો. થોડી રીિંગ વાગ્યા પછી સામે છેડે સ્ક્રીન પર માધવનો ચહેરો દેખાયો. એ દ્રશ્ય જોઈને રાધાનું કાળજું કંપી ગયું. માધવ એક નાનકડી અંધારી અને ભેજવાળી કોટડીમાં એક જૂની વ્લચેર પર બેઠો હતો. એના પગ પર ચાદર ઢાંકેલી હતી એનો ચહેરો સાવ સુકાઈ ગયો હતો. આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને વાળ વધી ગયા હતા રાધાને સ્ક્રીન પર જોતા જ માધવ પોતાની આંખો છુપાવવા લાગ્યો એણે કેમેરો નીચો કરી દીધો એને લઘુતા ગ્રંથિથી પીડાતો હોય એમ રડવા લાગ્યો માધવ ધ્રુજતા અને ફાટેલા અવાજે બોલ્યો રાધા તું મને આ હાલતમાં ન જો પ્લીઝ ફોન કાપી નાખ હું તારો ગુનેગાર છું હું તને અને આરવને સુખ આપવા મોટું ઘર આપવા વિદેશ ગયો હતો પણ પોતે જ લાચાર અને અપંગ બનીને બેસી ગયો હવે હું સુરત આવીને તને શું મોઢું બતાવું હું તો અડધી લાશ બની ગયો છું રાધા હું તમારા પર બોજ બનવા નથી માંગતો તું મને ભૂલી જા ત્યારે રાધાએ રડતા રડતા પણ એક સિંહણ જેવી ગર્જના સાથે જે શબ્દો કહ્યા એ સાંભળીને તે હાજર વ્યક્તિ પણ સ્તબ્ધ થઈ જાય રાધાએ સ્ક્રીન પર પોતાનો હાથ મૂક્યો જાણે માધવનો ચહેરો સ્પર્શ કરી રહી હોય અને બોલી માધવ તમે ભલે તમારા પગ ગુમાવી દીધા હોય પણ તમે મારું સૌભાગ્ય છો મારું સ્વાભિમાન છો અને મારો શ્વાસ છો મને તમારો કોઈ રૂપિયો નથી જોઈતો મને કોઈ બંગલો નથી જોઈતો તમે જેટલા પૈસા મોકલ્યા છે ને એમાંથી એક પણ રૂપિયો મેં વાપર્યો નથી મે બધા પૈસા બેંકના ખાતામાં એમને એમ પડ્યા છે મારે મોટું ઘર નથી જોઈતું મારે ગાડી નથી જોઈતી મને બસ મારા માધવ સહી સલામત જોઈએ છે જો તમે આગામી ત્રણ દિવસમાં માં પહેલી ફ્લાઈટ પકડીને સુરત પાછા નહીં આવોને તો હું આરોનો હાથ પકડીને મારો જીવ આપી દઈશ આ મારી આખરી જીદ છે પતિના અસીમ પ્રેમ અને પત્નીની આ પવિત્ર જીદ આગળ આખરે માધવના અહંકાર અને લાચારીને ઝૂકવું પડ્યું મિત્રો એણે રડતા રડતા સુરત પાછા આવવાની હા પાડી આ ઘટનાના બરાબર એક અઠવાડિયા

પછી સુરત રેલવે સ્ટેશન પર બપોરના સમયે ટ્રેન આવીને ઊભી રહી માધવ મુંબઈ એરપોર્ટ પર ઉતરીને તેથી ટ્રેન દ્વારા સુરત પહોંચ્યો હતો રેલવે સ્ટેશન પર માત્ર રાધા અને આરવચ નહીં પણ સોસાયટીના એ બધા જ લોકો હાજર હતા જેઓ પહેલા રાધાની પીઠ પાછળ કડવી વાતો કરતા હતા અને માધવને બદનામ કરતા હતા ટ્રેનનો દરવાજો ખુલ્યો અને કુલેની મદદથી જ્યારે માધવ વીલચેર પર બેસીને પ્લેટફોર્મ પર બહાર આવ્યો ત્યારે આખું સ્ટેશન જાણે શાંત થઈ ગયું હતું માધવ શરમ અને લાચારીથી પોતાની નજર નીચી રાખીને બેઠો હતો રાધાએ જેવું માધુને જોયો એ દોડીને એની પાસે ગઈ એને દુનિયાની પરવાહ કર્યા વગર આજુબાજુ ઉભેલા સેકડો લોકો શું કહેશે વિચાર્યા વગર પ્લેટફોર્મની પથ્થરની જમીન પર જ માધવની વીલચેર પાસે ઘૂટણીએ બેસી ગઈ એણે માધવનાએ નિર્જીવ કપાયેલા પગ પર પોતાનું માથું મૂકી દીધું અને રડી પડી એના આંસુઓથી માધવના પગ ભીના થઈ રહી રહ્યા હતા નાનો આરો પણ દોડીને એના પપ્પાના ગળે વળગી પડ્યો અને બોલ્યો પપ્પા હવે તમે અમને મૂકીને ક્યારેય ન જતા અમને રમકડા નથી જોઈતા અમને તમે જોઈએ છો માધવની આંખોમાંથી પણ પશ્ચાતાપ ગર્વ અને પ્રેમની અશ્રુધારા વહી રહી હતી સોસાયટીના જે લોકો તકલાદી અને ખોટી વાતો કરતા હતા એમની આંખો પણ આજે શરમ અને કરુણાથી ભીની થઈ ગઈ હતી દરેક વ્યક્તિ સમજી ગઈ તી કે આજ સાચો પ્રેમ છે અને આજ સાચી ભારતીય નારી છે રાધાએ ઊભા થઈને ગર્વ સાથે માધવની વીલચેરનું હેન્ડલ પોતાના હાથમાં પકડ્યું એણે માધવના ચહેરા પરથી આંસુ લૂછ્યા અને હસતા મુખે એને લઈને સ્ટેશનની બહાર નીકળી રાધાએ માધવે મોકલેલા અને સાંચવી રાખેલા પૈસાથી સુરતના એક વિસ્તારમાં એક નાનકડી ડાયમંડ બ્રોકિંગની ઓફિસ પણ ખોલી આપી માધવને હિંમત આપી કે ભલે પગ ભલે ના હોય પણ તમારું મગજ અને તમારી આવડત હજુ પણ જીવંત છે આજે માધવ વિલચેર પર બેસીને પણ સુરતમાં બહુ સન્માનપૂર્વક પોતાનો નાનો એવો બિઝનેસ ચલાવે છે રાધા એની તાકાત એની લાકડી બનીને દરરોજ એની સાથે ઊભી છે એમનું ઘર ભલે ભાડાનું કે નાનું છે પણ આજે એ ઘરમાં કોઈ ચિંતા નથી

બસ સ્વર્ગ જેવી શાંતિ અને સંતોષ છે વાહલા મિત્રો આજે આ હૃદય દ્રાવક ઘટના સાંભળ્યા પછી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે આજકાલ આપણા સમાજમાં એક બહુ મોટી અંધાધૂત દોડ ચાલી રહી છે વિદેશ જવાની અઢળક પૈસા કમાવવાની મોટો બંગલો અને ગાડીઓ વસાવવાની લોકો પોતાના સુંદર વર્તમાનને પોતાના પરિવારના કીમતી સમયને એક અજાણ્યા અને અંધકારમય ભવિષ્ય માટે કુર્બાન કરી દે છે પતિ વિદેશ જતો રહે છે પત્ની અહીં એકલતા અને વિરહના આંસુ સારે અને બાળકો પોતાના પિતાના પ્રેમ અને સંસ્કારો વગર જ મોટા થઈ રહ્યા છે હું એમ બિલકુલ નથી કહેતો કે પૈસા કમાવાની વાત ખોટી વાત છે કે પ્રગતિ ન કરવી જોઈએ પૈસા જીવન જીવવા માટે બહુ જ જરૂરી છે પણ યાદ રાખજો સાહેબ એ પૈસા તમારા પરિવારથી તમારા પોતાના લોકોથી વધારે કિમતી ક્યારે ને હોઈ શકે સમય જતો રહેશે મિત્રો કાગળના નોટોના ટુકડા ગમે તેટલા વધારે હોય પણ એ ક્યારે માંદગીમાં પત્નીના હાથ ની હૂફ કે બાળકના હાસ્યની જગ્યા નથી લઈ શકતા તમારું બેંક બેલેન્સ ગમે તેટલું મોટું હોય પણ જો સાંજે ઘરે આવીને પરિવાર સાથે બેસીને બે ઘડી હસવાનો અને સુખ દુઃખ વહેચવાનો સમય ના હોય તો એ લાખો કરોડો રૂપિયા માત્ર રદ્દીના કાગળ સમાન છે તમારા પોતાના દેશમાં તમારા પોતાના શહેરમાં રહીને જો રૂખી સુખી રોટલી પણ પરિવાર સાથે હસતા રમતા મળીને ખાવામાં આવે ને સાહેબ તો એ વિદેશના ફાઈવ સ્ટાર હોટલના પકવાનો કરતાં હજાર ગણી મીઠી અને તૃપ્તિ આપનારી હોય છે

ગુમાવેલો પૈસો મહેનત કરીને પાછો આવી શકે છે પણ ગુમાવેલી તંદુરસ્તી ગુમાવેલો સંબંધ કે ગુમાવેલો સમય ક્યારેય પાછો આવતો નથી મિત્રો માટે જ સમય રહેતા જાગો પોતાના પરિવારને સમય જરૂર આપો એમને પ્રેમ આપો કારણ કે અંતે દુનિયાના નકશા પર ભલે ગમે તેટલા મોટા અને સુંદર દેશો હોય પણ માણસ માટે દુનિયાની સૌથી પવિત્ર અને સુંદર જગ્યા એનું પોતાનું ઘર અને એનો પરિવાર જ હોય છે કહેવત છે ને કે અડધો મળે તો આખાને ના દોડાય આ વાર્તા તમારા દિલમાં અને કોઈ ખૂણામાં જો સ્પર્શી ગઈ હોય તમારા તો તમારા મિત્રો અને પરિવાર સાથે આ વીડિયોને જરૂરથી શેર કરજો કદાચ તમારી એક શેરથી કોઈના તૂટતા પરિવારને વિદેશ જતા પણ અટકાવી શકે છે અને સંબંધોની સાચી કિંમત પણ સમજાવી શકે છે મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો આપનું નામ પણ જણાવજો આપના ગામનું નામ પણ જણાવજો અને આવી જ હૃદયસ્પર્શી કહાનીઓ સાંભળવા માટે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો ચેનલ સાથે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જય માં ગાતરાળ જય શ્રીકૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *