ગાંધીનગરની નભોઈ નર્મદા કેનાલમાં એક યુવક એ આત્મહ!ત્યાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન તેને બચાવવા માટે તેના પિતાએ પણ કૂદકો લગાવ્યો હતો જયારે પિતા પુત્રને ડૂબતા જોઈને આજુબાજુના લોકો કેનાલ એકઠા થયા હતા બંનેને બચાવવા બધા પ્રયાસો કર્યા હતા પરંતુ પિતા પુત્રને બચાવી શક્ય ન હતા.
કેનાલમાં ડૂબેલ પિતાની લાશ મળી આવી છે પરંતુ પુત્રની લાશ હજુ સુધી મળી નથી જયારે જે પિતા પુત્ર ડૂબી રહ્યા હતા આ દરમિયાન બચાવ કામગીરીના જોડાયેલ લોકોમાં થી કેટલાકે વિડિઓ બનાવ્યો હતો જે વિડિઓ તવાઇરલ થઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના સુવડ દરબાર વાસમાં રહેતા પ્રદીપસિંહ ઉમેદસિંહ ડાભી પંચાયત કચેરીમાં ઇલેકટ્રીકનું કામ કરતા હતા.
ગઈ કાલે તેમનો 19 વર્ષનો પુત્ર સૌરભ કોઈ કારણોસર નભોઈ કેનાલમાં દોડી પડ્યો હતો જેની પાછળ પિતા પણ એકટીવા લઈને આવી પહોંચ્યા હતા અને કેનાલમાં પુત્રને ડૂબતો જોઈને પિતા પુત્રને બચાવવા અંદર કૂદી પડ્યા હતા પરંતુ તેઓ પણ ડૂબવા લાગ્યા હતા બધાએ બંનેને બચાવવાની કોશી કરી હતી પરંતુ બચી શક્ય ન હતા.

 
	 
						 
						