Cli

પ્રતીકે કેમ પિતા રાજ બબ્બરની સરનેમ હટાવી? આર્ય બબ્બરે ખોલ્યું મોટું રહસ્ય!

Uncategorized

થોડા સમય પહેલા એક્ટર પ્રતીક સ્મિતા પાટીલે અનાઉન્સ કર્યું હતું કે તેણે પોતાની માતાની સરનેમ પોતાના નામ સાથે જોડી દીધી છે અને પિતા રાજ બબ્બરની સરનેમ હટાવી દીધી છે, અને તેની સાથે જ તેણે પોતાના પિતા અને તેમના પરિવાર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. હવે પ્રતીકના પરિવાર સાથેના આ અલગાવ વિશે વાત કરી છે તેના સાવકા ભાઈ આર્ય બબ્બરે. આર્ય બબ્બર જે રાજ બબ્બરના પહેલા લગ્નથી થયા છે. તે આર્ય બબ્બરે પ્રતીકના આ સ્વભાવ વિશે વાત કરી અને જણાવ્યું

કે કેવી રીતે પ્રતીક હંમેશા પરિવાર સાથે ક્યારેક જોડાતો રહ્યો છે તો ક્યારેક તૂટતો રહ્યો છે. જ્યારે તેને જરૂર પડી ત્યારે મારા પપ્પા તેના પપ્પા બની ગયા. પરંતુ જ્યારે જરૂર પૂરી થઈ ગઈ ત્યારે તે પણ નીકળી ગયો. ஆர்ય બબ્બરે કહ્યું કે આ બહુ દુઃખની વાત છે. સ્મિતા માને અમે મા કહીને બોલાવતા હતા. આજે તેમનો જ દીકરો તેમના પતિને પોતાના બાપ માનવાનો ઇનકાર કરી રહ્યો છે. આ ખૂબ જ પેઇનફુલ છે. જ્યારે પિતાના આ સંબંધને કારણે અમે બાળપણમાં લોકોના બહુ મેણા-ટોણા સાંભળ્યા છે અને અમારી તરફ લોકોએ આંગળીઓ ચીંધી છે. પરંતુ જેમ-તેમ કરીને અમે એ ટ્રોમાને (માનસિક આઘાતને) અમારી જિંદગીથી દૂર કર્યો. જ્યાં સુધી વાત છે પ્રતીકની અમારા પરિવારથી અંતર જાળવવાની, તો પ્રતીક હંમેશા એવું કરતો રહ્યો છે. જ્યારે પોકેટ મની જોઈતી હોય

ત્યારે મારા પપ્પા તેના પપ્પા થઈ ગયા. જ્યારે મુશ્કેલ સમય હોય ત્યારે રાજ બબ્બર પિતા બની ગયા. જ્યારે સ્મિતા પાટીલ માટે મારા પિતાએ જે ઘર ખરીદ્યું હતું તે ઘરમાં પ્રતીક રહેવા માંગે છે અને તે ઘર લેવા માંગે છે ત્યારે રાજ બબ્બર ફરીથી તેના પિતા બની ગયા. જ્યારે તમારી ફિલ્મો ફ્લોપ થઈ રહી હોય, તમારા કરિયરમાં તમને પ્રોબ્લેમ આવી રહી હોય ત્યારે તમને પૈસાની જરૂર હોય છે, ત્યારે તમે રાજ બબ્બરને પોતાના પપ્પા બનાવી લો છો. એટલે કે રાજ બબ્બરના દીકરા હોવાના બેનિફિટ્સ તો બધા જ તેને જોઈએ છે. પરંતુ જ્યારે રાજ બબ્બરને પિતા માનવાની વાત આવી ત્યારે તેણે રાજ બબ્બરને પિતાનો દરજ્જો આપવાની જ ના પાડી દીધી.

એટલે કે પિતા પાસેથી ફક્ત લીધું જ લીધું છે પણ બદલામાં તમે રિસ્પેક્ટ પણ આપી શકતા નથી. જોકે આર્ય બબ્બરે કહ્યું કે પ્રતીક સાથે તેમની વાતચીત નથી થતી. પરંતુ જો આગળ જતાં પરિવાર વચ્ચે બધું સરખું થઈ પણ ગયું, તો પણ એ વસ્તુઓ તેવી નહીં રહે જેવી પહેલાં હતી. પરંતુ પ્રતીક મારો ભાઈ છે એટલે હું તેને બેનિફિટ ઓફ ડાઉટ જરૂર આપીશ. પણ એ પણ વિચાર આવે છે કે તે હવે 40 વર્ષનો છે અને 40 વર્ષના માણસમાં શું એટલું વિચારવાનું મગજ નથી કે કોણ પોતાના છે અને કોણ પારકા છે? આર્ય બબ્બરે કહ્યું કે પ્રતીકના જ્યારે પહેલા ડિવોર્સ થયા તે સમયે પિતાનો ઘણો સપોર્ટ રહ્યો હ

તો પ્રતીક બબ્બર માટે. પરંતુ જેવા એ ડિવોર્સ ફાઇનલ થઈ ગયા કે તરત જ પ્રતીક આઝાદ થઈ ગયો. તેણે અમારા પરિવારથી જ કિનારો કરી લીધો. તમને જણાવી દઈએ કે રાજ બબ્બર નાદિરા બબ્બર સાથે પરણેલા હતા અને નાદિરાથી તેમને બે બાળકો હતા, આર્ય બબ્બર અને જુહી બબ્બર. અને નાદિરા સાથે લગ્ન થયેલા હોવા છતાં તેમને સ્મિતા પાટીલ જે એક્ટ્રેસ હતા તેમની સાથે પ્રેમ થઈ ગયો. સ્મિતા સાથે રાજ બબ્બર લિવ-ઇનમાં રહેવા ગયા અને સ્મિતા સાથે તેમણે બાળક પણ પેદા કર્યું જેનું નામ પ્રતીક રાખવામાં આવ્યું. જોકે પ્રેગ્નન્સી સંબંધિત સમસ્યાઓને કારણે સ્મિતા પાટીલનું ડેથ થઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *