Cli

ફરી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા! મોંઘવારી હવે આસમાને પહોંચશે…

Uncategorized

ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિવસની અંદર આ ત્રીજી વાર થયેલો વધારો છે અને હવે એની અસરો એ આપણા ખિસ્સા સુધી પહોંચવાની છે. અને આપણા રસોડા અને રોજીંદા જીવનમાં પણ એની અસર થવાની છે. કેમ આટલો બધો ભાવ અચાનકથી વધવાની શરૂઆત થઈ એટલે કે એકવાર ભાવ વધ્યો એના પછી બધાને એવું લાગ્યું કે હવે સ્ટેબલ રહેશે

પણ આ ત્રીજીવાર ભાવ વધારો થયો છે કારણો કેટલા છે આગળ શું થઈ શકે વિસ્તારથી એ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ આજે પેટ્રોલના ભાવમાં 87 પૈસા વધારો થયો છે અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો થયો છે.

નવ દિવસમાં આ ત્રીજી વાર થયેલો વધારો છે. 19 મેના રોજ વધારો થયો 15 મેના રોજ વધારો થયો પહેલા ₹3 રૂપિયાનો વધારો એના પછી 19 તારીખે 90 પૈસાનો વધારો થયો અને ફરી એકવાર આજે ત્રીજીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ભાવમાં વધારો કરવામાં આવ્યો એ સામાન્ય લોકો ચિંતામાં એટલે છે કારણ કે બધી જ વસ્તુ હવે ધીરે ધીરે મોઘી થતી જશે અને આ માત્ર પેટ્રોલ પંપ સુધી સીમિત નહી રહે પેટ્રોલ પંપના પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા એટલે એક તો લાંબી લાંબી કતારો છે

એ પાછી વધવાની શરૂઆત થઈ જશે પેટ્રોલ ડીઝલ મોંઘું થશે એટલે એની અસર અર્થવ્યવસ્થા પર પણ ખૂબ પડવાની છે એટલે સામાન્ય માણસે તો ફરીથી મોંઘવારીના ટેન્શનમાં અને ઝપેટામાં આવવાનું છે. ટ્રક ટેમ્પોના ભાડા વધવાના છે શાકભાજીથી લઈને ફળ અનાજ એ બધી વસ્તુના ભાવ પણ હવે વધી શકે એવી સંભાવના છે દૈનિક વસ્તુઓ જે રોજ આપણે રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ એ મોંઘું થાય એવી સંભાવના છે. ખેડૂતો પર પણ મોઘવારીનો માર પડશે કારણ કે ટ્રેક્ટર અને પંપ સ્ટેશનમાં ડીઝલ જે જરૂરી છે એના ભાવમાં વધારો થયો છે એટલે એમને પાકમાં પણ મોંઘું પડશે બધું ખેતીનો ખર્ચ વધી જશે. જાહેર પરિવહનોમાં પણ એમાં વધારો થાય એવી સંભાવનાઓ છે એટલે બસ ઓટોના ભાડા પણ વધી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવ કેમ વધી રહ્યા છે એ સૌથી મોટો પ્રશ્ન છે અને એના ઘણા બધા કારણો છે

અને મુખ્ય કારણ તો એ યુદ્ધની પરિસ્થિતિ છે. સૌથી મોટું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી તણાવ ભરી સ્થિતિના કારણે ક્રૂડ ઓઇલ જે છે એના ભાવમાં ઝડપથી થતો વધારો અને ક્રૂડ ઓઇલ લગભગ 70 પ્રતિ બેરલ હતું જે હવે 100 ડોલર સુધી પહોંચી ગયું છે અને એ વધારાના કારણે હવે કંપનીઓ પણ ખરીદે છે અને પછી જ્યારે અહીંયા વેચવાનો સમય આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલા ક્રૂડ ઓઇલના કારણે અહીંયા સૌથી વધારે ઇફેક્ટ થાય છે પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ વધી શકે એવી સંભાવના છે એનો અર્થ એ થાય છે કે મોંઘવારી હજુ પણ વધી શકે છે

આપણે આપણે અત્યારે એટલા મોટા આર્થિક સંકટ આગળ ધકેલાઈ રહ્યા છીએ કારણ કે એક તરફ યુદ્ધની પરિસ્થિતિ છે બીજી બાજુ આપણે એ સ્થિતિ જોઈએ કે દેશના જેટલા પણ ખેડૂતો છે એટલે અહીંયા ગુજરાતમાં તો લાંબી લાંબી કતારમાં ખેડૂતો ઊભા રહ્યા છે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ એ સામાન્ય જનતાને સૌથી વધારે અસર કરે એવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *