Cli

જ્યારે ભારતે રાતોરાત 47,000 કિલો સોનું પ્લેનમાં વિદેશ મોકલવું પડ્યું!

Uncategorized

અત્યારે દેશમાં સોનું લોકોની તિજોરીમાં ઓછું અને ચર્ચાઓમાં વધારે છે. પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે ઓછામાં ઓછા એક વર્ષ સુધી જરૂર ન હોય તો સોનું ન ખરીદતા લોકો સોનું અને ચાંદી ન ખરીદે એટલા માટે ભારત સરકારે અનેક પગલા લીધા જેમ કે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દેવામાં આવી સાથે જ આયાત પર નિયંત્રણ મૂકવામાં આવ્યા અત્યારની સ્થિતિને જોતા ઘણા લોકોને 1991 ની સ્થિતિ યાદ આવી ગઈ કેમ કે ત્યારે ઈરાનના યુદ્ધના લીધે હાલત ખરાબ છે ત્યારે એ સમયે પણ મધ્યપૂર્વ એશિયામાં યુદ્ધની સ્થિતિ હતી એ સમયે સોના ખાતરને કાચા તેલ સહિત વિદેશોમાંથી વસ્તુઓ ખરીદવા માટે ભારતની પાસે ડોલર ખૂટી પડ્યા હતા.

એવી સ્થિતિ ફરી ન સરજાય એટલા માટે જ પીએમ મોદીએ અપીલ કરી છે કે તમે સોનું ન ખરીદતા અને પેટ્રોલ અને ડીઝલનો કરકસરથી ઉપયોગ કરજો. જો કે 1991 માં એવી કટોકટી સ્થિતિ સર્જાઈ હતી કે ભારતે ગુપ્ત રીતે ગોલ્ડ મિશન ચલાવવું પડ્યું હતું. 8મી જૂન જુલાઈ 1991 ના દિવસે દેશના એક પ્રતિષ્ઠિત અખબારના પહેલા પાના પર સમાચાર હતા કે રિઝર્વ બેંકે ફરી એકવાર ગુપ્ત રીતે સોનું વેચ્યું છે એમ પણ લખવામાં આવ્યું કે 21000 કિલો સોનું એરલિફ્ટ કરીને કોઈ અજ્ઞાત જગ્યાએ મોકલી દેવાયું છે આ સમાચારની બરાબર નીચે એક તસ્વીર પણ હતી જેનાથી ખ્યાલ આવતો હતો કે બોમ્બેના સાંતાક્રુઝ એરપોર્ટ પર કાર્ગો પ્લેનમાં મોટી મોટી પેટીઓ લોડ થઈ રહી હતી ખરેખર તો આ સિલસિલો ચોથી જુલાઈએ શરૂ થઈ ગયો હતો

જ્યારે સોનાનો પહેલો જથ્થો દેશની બહાર ગયો હતો આ સમાચાર બહાર આવ્યા બાદ પણ બીજા બે કન્સાઇનમેન્ટ વિદેશ મોકલવામાં આવ્યા એ સમયે ભારત એક બહુ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો દેશ પાસે એટલું જ વિદેશી હુનિયામણ બચ્યું હતું જેનાથી માત્ર એક અઠવાડિયાની આયાતનું બિલ ચૂકવી શકાય એટલે કે એક અઠવાડિયા માટે કાચું તેલ ખાતર દવાઓ મશીનરી સોનું કે ચાંદીની આયાત કરી શકાય બસ એટલું જ વિદેશી ઊંડિયામણ આપણી પાસે બચ્યું હતું આવી કપરી પરિસ્થિતિમાં રિઝર્વ બેંકના તત્કાલીન ગવર્નર એસ વેંકટ રમનની આગેવાનીીમાં કટોકટીના ઘણા વિકલ્પો પર ચર્ચા થઈ આગળ સરકારે એક મોટો અને મજબૂર થતો નિર્ણય લેવો પડ્યો દેશે લગભગ 47 ટન એટલે કે 47હ000 કિલો સોનું ગુપ્ત રીતે ગિરવે મૂકીને વિદેશી બેંક પાસેથી આશરે 40.50 કરોડ ડોલરની લોન લેવાનું નક્કી કર્યું આજ સોનાને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યો હતો એટલું જ નહીં વિદેશી ઊંડિયામણ મેળવવાની એટલી તાતી જરૂરિયાત હતી કે સરકારે જપ્ત કરેલું 20 ટન સોનું પણ વેચી દેવું પડ્યું હતું

જેનાથી 21.50 50 કરોડ ડોલર ઊભા કરાયા હતા આપણા દેશમાં સોનું માત્ર એક ધાતુ નથી પરંતુ એ આપણી સુરક્ષા ગર્વ અને લાગણીઓ સાથે જોડાયેલું છે આજ કારણે સરકારના પગલાને કારણે આખો દેશ હચમચી ગયો ઘણા લોકો આ ઘટનાને માત્ર એક આર્થિક સંકટ તરીકે નહીં પરંતુ દેશના આત્મસન્માન પર લાગેલો એક બહુ મોટો આઘાત માનતા હતા ભારત માટે એ સમય ખરેખર ભારે ચિંતા અને લાચારીથી ભરેલો હતો જો કે સોનું ગિરવે મૂકવાના કારણે દેશ નાદાર થતા બચી ગયો હતો આ આર્થિક પગલાને કારણે દેશમાં એટલી એટલી સ્થિરતા આવી ગઈ કે એ સમયની નરસિંહારાવની નવી સરકારને આ મોટા સંકટ વચ્ચે પણ ઐતિહાસિક આર્થિક સુધારાઓ શરૂ કરવાનો પૂરતો સમય મળી ગયો. રિઝર્વ બેંક દ્વારા સોનું એરલિફ્ટ કરીને દેશની બહાર મોકલવામાં આવ્યું એના થોડા આઠવાડિયા પહેલા એટલે કે 21 જૂન 1991 ના દિવસે નરસિંહારાવની સરકારે દેશનું સુકાન સંભાળ્યું હતું. આ આખી ઘટનાના સમાચાર સૌપ્રથમ આપનારા પત્રકાર શંકર અૈયરે પોતાના પુસ્તક એક્સિડેન્ટલ ઇન્ડિયામાં આ વિશે વિગતવાર લખ્યું છે તેમના જણાવ્યા મુજબ સોનું ગિરવે મૂકવાની પહેલ રિઝર્વ બેંકે જ કરી હતી આ માટે સરકારની મંજૂરીની ખૂબ જરૂરી હતી એ સમયસર મળી પણ ગઈ તે સમયે ચંદ્રશેખરના નેતૃત્વમાં દેશમાં માત્ર વજગળાની સરકાર જ કામ કરી રહી હતી છતાં તેમણે આ બહુ મોટો અને હિંમત ભર્યો નિર્ણય લીધો હતો

આ નિર્ણય તેમની અસાધારણ કોઠા સુજ અને બહાદુરી દર્શાવે છે 1991 થી લઈને આજ સુધીમાં ભારતના સોનાના ભંડારમાં એક જબરજસ્ત સુધારો થયો છે અત્યારના આંકડાઓ જોઈએ ને તો રિઝર્વ બેંક પાસે હવે અંદાજે 880.5 ટન સોનું છે જેની બજાર કિંમત 115 અબજ ડોલરથી પણ વધારે થાય છે આ સોનાનો મોટો ભાગ હવે વિદેશમાં નહીં પરંતુ આપણા પોતાના દેશમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે રિઝર્વ બેંકે તાજેતરના વર્ષોમાં આજ વિદેશથી 100 ટન કરતાં પણ વધુ પોતાનું સોનું સફળતાપૂર્વક ભારત પાછું મંગાવી લીધું છે.

આ દિવસોમાં સોનું ફરી એકવાર ભારે ચર્ચામાં આવ્યું છે. ઈરાનના યુદ્ધને કારણે ક્રુડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ભારતનું આયાત બિલ ખૂબ જ વધી ગયું છે. આ પરિસ્થિતિમાં દેશના વિદેશી ઊંડિયામણ અને રૂપિયા પરનું દબાણ ઘટાડવા માટે પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી કે તેઓ સોનું ઓછું ખરીદે. તેમણે આગામી એક વર્ષ માટે બિનજરૂરી સોનાની ખરીદી ન કરવા વિનંતી કરી છે આવી જ પરિસ્થિતિ વર્ષ 1991 માં પણ સર્જાઈ હતી જ્યારે કુવેત યુદ્ધના કારણે દેશનું અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાયું હતું ભારતે 1991 માં સોનું ગિરવે મૂકીને જે કઈ પણ લોન મેળવી હતી નવેમ્બર 1991 સુધીમાં તો એ તમામ લોન ચૂકવી દેવાઈ હતી અને પોતાનું સોનું મુક્ત કરાવી લીધું હતું અત્યાર સુધીનો ઇતિહાસ છે કે ભારત કોઈ પણ કટોકટીમાંથી બહાર આવી જ જાય છે આ વખતે પણ ભારત આ વૈશ્વિક કટોકટીમાંથી ખૂબ જ મજબૂત બનીને બહાર આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *