Cli

ગુજરાતમાં આ દિવસથી બેસી જશે ચોમાસું?

Uncategorized

હવામાન વિભાગ દ્વારા ચોમાસાના આગમનને લઇ આગાહી કરવામાં આવી છે. આંદામાનમાં ચોમાસુ વહેલું બેસવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાનું અનુમાન છે.

ખેડૂતો માટે રાહત આપતા સમાચાર આવી રહ્યા છે. 16 મે આંદામાનમાં ચોમાસું બેસવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આંદામાનમાં ચોમાસુ વહેલું બેસવાનું પૂર્વાનુમાન છે.સામાન્ય રીતે આંદામાનમાં 18 મેના ચોમાસુ બેસતું હોય છે.

આંદામાનમાં ચોમાસુ બેસી ગયા બાદ કેરળ તરફ આગળ વધતું હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે. આ વર્ષે દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા વહેલું બેસી શકે છે.રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.

અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ચોમાસું વહેલું બેસશે તો લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 15 જૂને ચોમાસું બેસવાનું અનુમાન કરાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *