આલિયા કેમ ઐશ્વર્યા કેમ નહીં? કેન્સ ક્વીન ઐશ્વર્યા રાયનું પોસ્ટર ગાયબ થતા એક્ટ્રેસના ફેન્સ બ્રાન્ડ પર ભડક્યા છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના ચાહકો આગબબૂલા થયા છે અને એક્ટ્રેસના સમર્થનમાં ઉતર્યા છે. દુનિયાના સૌથી મોટા ફિલ્મ ઈવેન્ટ્સમાંથી એક કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 શરૂ થઈ ચૂક્યો છે અને આલિયા ભટ્ટનો કેન્સ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
જેવું કે તમે તસવીરોમાં જોઈ શકો છો, પેસ્ટલ ગ્રીન કલરના ફ્લોરલ આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ગ્લેમરસ અંદાજની ખૂબ ચર્ચા થઈ રહી છે.પરંતુ આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનના ફેન્સ ખાસા નારાજ દેખાઈ રહ્યા છે. જેમ કે બધા જાણે છે કે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને ઐશ્વર્યા રાય બચ્ચનનો સંબંધ ઘણો જૂનો અને ખાસ રહ્યો છે. વર્ષ 2004થી ઐશ્વર્યા લોરિયલ પેરિસની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કેન્સના રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેરતી આવી છે.
તેના દરેક લુકની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. ભારતમાં તો ઘણા લોકો માટે કેન્સનો મતલબ જ ઐશ્વર્યા રાય હોય છે. પરંતુ આ વખતે મામલો થોડો અલગ દેખાઈ રહ્યો છે.તાજેતરમાં લોરિયલ પેરિસ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં કેન્સની પ્રખ્યાત હોટલ માર્ટિનેઝની ઝલક બતાવવામાં આવી છે, જ્યાં દુનિયાભરની ફીમેલ સ્ટાર્સના મોટા-મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તસવીરોમાં આલિયાનું પોસ્ટર પણ સ્પષ્ટ જોઈ શકાય છે, પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચન ક્યાંય દેખાઈ નહીં. બસ પછી શું હતું? સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. લોકોએ કોમેન્ટ સેક્શનમાં સવાલોની લાઇન લગાવી દીધી.એક યુઝરે કહ્યું, “ઐશ્વર્યા રાય બચ્ચન ક્યાં છે?”
બીજા એક યુઝરે લખ્યું, “ઐશ્વર્યા વગર ભારતમાં લોરિયલ કંઈ જ નથી.” એક અન્ય યુઝર કહે છે, “ઐશ્વર્યાનું પોસ્ટર ક્યાં છે?” વધુ એક યુઝરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તમે ઐશ્વર્યા રાયની ઉપર આલિયા ભટ્ટને સ્થાન આપી દીધું? ખરેખર ઘણા યુઝર્સનું કહેવું છે કે કેન્સમાં ભારતની ઓળખ ઐશ્વર્યા રાય બચ્ચનથી જ છે અને તેમનું પોસ્ટર ન હોવું તે આશ્ચર્યજનક છે.જોવા જઈએ તો ઐશ્વર્યા માત્ર કેન્સનો ભાગ જ નથી રહી, પરંતુ તે આ ફેસ્ટિવલનો સૌથી પ્રખ્યાત ઇન્ડિયન ફેસ બની ચૂકી છે. તેના દરેક રેડ કાર્પેટ લુકે વર્ષો સુધી હેડલાઇન્સ બનાવી છે. પછી ભલે તે તેનો પર્પલ લિપસ્ટિક વાળો પ્રયોગ હોય કે પછી ડ્રામેટિક ગાઉન લુક્સ.
ઐશ્વર્યાએ દર વખતે પોતાની સ્ટાઇલથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. ફેન્સને દર વર્ષે ઈંતજાર હોય છે કે આ વખતે ઐશ્વર્યા શું નવું અને હટકે કરવાની છે. આ જ કારણ છે કે બ્રાન્ડ વીડિયોમાં તેની ગેરહાજરી લોકોને ખટકી રહી છે.જોકે અત્યાર સુધી ના તો લોરિયલની ટીમે કંઈ કહ્યું છે અને ના તો ઐશ્વર્યાની ટીમ તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું છે. પરંતુ એ કહેવું ખોટું નહીં હોય કે સોશિયલ મીડિયા પર અત્યારે બે વસ્તુઓ ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. એક તરફ આલિયા ભટ્ટની ગ્લેમરસ કેન્સ મોમેન્ટ અને બીજી તરફ ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને ફેન્સની નારાજગી. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે શું ઐશ્વર્યા રાય આ વર્ષે કેન્સમાં જોવા મળશે કે નહીં. કારણ કે ફેન્સનું માનવું સ્પષ્ટ છે કે કેન્સનું રેડ કાર્પેટ ત્યાં સુધી અધૂરું લાગે છે જ્યાં સુધી તેના પર ઐશ્વર્યા રાય પોતાની હાજરીથી જાદુ ના વિખેરે. બ્યુરો રિપોર્ટ ઈ2.