Cli

CM વિજય કરતાં કેટલી અમીર છે ત્રિશા ? અભિનેત્રીની કમાણી ચોંકાવી દેશે!

Uncategorized

થલાપતિ વિજય હવે તમિલનાડુના સીએમ બની ગયા છે અને હાલ માત્ર વિજય જ નહીં પરંતુ તેમની બેસ્ટ ફ્રેન્ડ અથવા કહેવાતી ગર્લફ્રેન્ડ ત્રિશા કૃષ્ણન પણ ભારે ચર્ચામાં છે. પરંતુ શું તમે જાણો છો કે ત્રિશા કૃષ્ણન કેટલી અમીર છે? તેમની કુલ સંપત્તિ કેટલી છે?

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ત્રિશા કૃષ્ણન એક ફિલ્મ માટે અંદાજે ₹3 કરોડ ફી લે છે. એટલે કે તેઓ જબરદસ્ત કમાણી કરે છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન આ દિવસોમાં સતત ચર્ચામાં છે. એક તરફ તેમનું નામ તમિલનાડુના નવા સીએમ બનેલા થલાપતિ વિજય સાથે જોડાઈ રહ્યું છે તો બીજી તરફ તેમની ફિલ્મો અને લક્ઝરી લાઇફસ્ટાઇલને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે.

ત્રિશાએ વર્ષોની મહેનતથી માત્ર સિનેમા જગતમાં જ નહીં પરંતુ પોતાની ભવ્ય કમાણી અને શાનદાર જીવનશૈલીથી પણ ખાસ ઓળખ બનાવી છે. તેઓ સાઉથ ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાં ગણાય છે જેમણે લાંબા સમય સુધી સતત સુપરહિટ ફિલ્મો આપી છે.તેમણે પોતાના કરિયરમાં Ghilli, 96, Vinnaithaandi Varuvaayaa જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાની એક્ટિંગ અને સુંદરતાના જોરે તેમણે તમિલ અને તેલુગુ સિનેમામાં અલગ ઓળખ બનાવી છે.

હવે વાત કરીએ તેમની નેટવર્થની. રિપોર્ટ્સ અનુસાર ત્રિશા કૃષ્ણન ની કુલ સંપત્તિ અંદાજે ₹85 કરોડ છે. ફિલ્મો સિવાય તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનલ પ્રોજેક્ટ્સથી પણ મોટી કમાણી કરે છે.કહેવાય છે કે લોકપ્રિયતા વધ્યા પછી તેમની ફીમાં પણ વધારો થયો છે. Leo જેવી મોટી ફિલ્મ માટે તેમણે લગભગ ₹5 કરોડ ચાર્જ કર્યા હતા. આ જ કારણ છે કે આજે તેઓ સાઉથ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ફી લેતી અભિનેત્રીઓમાં સામેલ છે.

ત્રિશા માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ જાહેરાતો અને બ્રાન્ડ ડીલ્સથી પણ કરોડોની કમાણી કરે છે. અનેક મોટા બ્રાન્ડ્સ સાથે તેમનો જોડાણ છે.લક્ઝરી લાઇફસ્ટાઇલની વાત કરીએ તો ચેન્નાઈમાં તેમનું એક ભવ્ય ઘર છે, જેની કિંમત અંદાજે ₹10 થી ₹12 કરોડ હોવાનું કહેવાય છે. ઉપરાંત હૈદરાબાદમાં પણ તેમની કરોડોની કિંમતની પ્રોપર્ટી છે.

કાર કલેક્શનની વાત કરીએ તો ત્રિશા કોઈથી પાછળ નથી. તેમના પાસે Mercedes-Benz, BMW અને Range Rover જેવી મોંઘી અને લક્ઝરી કાર્સ છે.હવે વાત કરીએ તમિલનાડુના સીએમ થલાપતિ વિજય ની સંપત્તિની. તેમની કુલ નેટવર્થ અંદાજે ₹624 કરોડ હોવાનું કહેવાય છે. જેમાં લગભગ ₹404 કરોડની ચલ સંપત્તિ અને ₹220 કરોડની અચલ સંપત્તિ સામેલ છે. તેમણે પોતાના પર કોઈ દેવું ન હોવાનું પણ જાહેર કર્યું છે.

ત્રિશા કૃષ્ણન છેલ્લે કમલ હાસન અને સિલમ્બરસન ટી.આર. સાથે ફિલ્મ Thug Life માં જોવા મળી હતી. તેઓ દિગ્દર્શક મણિ રત્નમ સાથે પણ અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તમિલનાડુના નવા મુખ્યમંત્રી થલાપતિ વિજય આજે કરોડોની સંપત્તિ સાથે સૌથી ચર્ચિત અને અમીર રાજકારણીઓમાંના એક બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *