તમિલનાડુમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સીડીએસ જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેસ થયા બાદ પણ જીવિત હતા તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છેકે એમઆઈ વન સેવન વી ફાઈવના કાટમાળ માંથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે તેમણે પોતાનું નામ પણ જણાવ્યું હતું.
આ જાણકારી બચાવ કામગીરીમાં જોડાયેલ સક સભ્યને જણાવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે જનરલ રાવત સાથે અન્ય છ વ્યક્તિને પણ બહાર કાઢવામાં આવી રહી હતી આ પછી તેમાંથી એકની ઓળખ ગૃહ કેપ્ટન વરુણ સિંહ તરીકે થઈ હતી અને જણાવી દઈએ આ ઘટનમાં જીવિત બચેલા એક માત્ર કેપ્ટન વરુણસિંહ છે.
ઘટના સ્થળે બચાવ કામગીરી માટે એનસી મુરલીએ જણાવ્યું હતું કે અમે બે લોકોને જીવિત બહાર કાઢ્યા હતા જેમાંથી એક સીડીએસ રાવત હતા વધુમાં જણાવ્યું હતું કે અમે તેમને બહાર કાઢ્યા તેમાંથી બિપિન રાવત હતા તેમણે રક્ષા કર્મીઓ સાથે ધીમા અવાજે વાત કરી હતી અને પોતાનું નામ જણાવ્યું હતું અને હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મોત નીપજ્યું હતું.